Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન જોની બેયરસ્ટોને જૂન 2022ના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો મળ્યો એવોર્ડ

છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ઈંગ્લેન્ડના ધમાકેદાર બેટ્સમેન જોની બેયરસ્ટોને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જૂન મહિના માટે પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ સામે બેયરસ્ટોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન જોની બેયરસ્ટોને જૂન 2022ના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ મળ્યો છે. છેલ્લા એક મહિનામાં તેણે નà
ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન જોની બેયરસ્ટોને જૂન 2022ના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો મળ્યો એવોર્ડ
છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ઈંગ્લેન્ડના ધમાકેદાર બેટ્સમેન જોની બેયરસ્ટોને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જૂન મહિના માટે પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ સામે બેયરસ્ટોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. 
ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન જોની બેયરસ્ટોને જૂન 2022ના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ મળ્યો છે. છેલ્લા એક મહિનામાં તેણે ન્યૂઝીલેન્ડ અને ભારત સામેની ટેસ્ટ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બેયરસ્ટોએ આ મહિને ભારત સામે એજબેસ્ટન ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારીને બધાને પ્રભાવિત કર્યા હતા. બેયરસ્ટોની સદીની મદદથી ઈંગ્લેન્ડની ટીમ એજબેસ્ટન ટેસ્ટની ચોથી ઈનિંગમાં 378 રનના લક્ષ્યને આસાનીથી હાંસલ કરી શકી હતી. જોની બેયરસ્ટોના છેલ્લા એક મહિનામાં પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ICCએ તેને જૂન મહિના માટે પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કર્યો છે. પ્લેયર ઓફ ધ મંથની યાદીમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેરીલ મિશેલ અને ઈંગ્લેન્ડના જો રૂટનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ બેયરસ્ટોએ બંનેને હરાવીને આ એવોર્ડ જીત્યો હતો.
Advertisement

ગયા મહિને ન્યૂઝીલેન્ડની ટીમ ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી માટે ઈંગ્લેન્ડની મુલાકાતે ગઈ હતી. આ સીરીઝમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. શ્રેણીની પ્રથમ મેચમાં બેયરસ્ટોનું બેટ શાંત રહ્યું હતું, પરંતુ બીજી મેચની બીજી ઇનિંગ્સમાં તેણે શાનદાર તોફાની સદી ફટકારી હતી. બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને અંતિમ દિવસે જીતવા માટે 299 રનની જરૂર હતી, ત્યારબાદ બેયરસ્ટોએ 92 બોલમાં 136 રનની તોફાની સદી ફટકારી ટીમને જીત અપાવી હતી. ઈંગ્લેન્ડ માટે આ બીજી સૌથી ઝડપી સદી હતી. બેયરસ્ટોએ છેલ્લી ટેસ્ટ મેચમાં પણ આ જ ફોર્મ ચાલુ રાખ્યું હતું. તેણે છેલ્લી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 162 અને બીજી ઇનિંગમાં અણનમ 71 રન બનાવ્યા હતા.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા આપવામાં આવેલા આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે બેયરસ્ટોની સાથે તેના ટીમના અન્ય ખેલાડી જો રૂટ અને ન્યૂઝીલેન્ડના ડેરીલ મિશેલ પણ હતા. મિશેલે જૂનમાં ત્રણ ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેણે 107.60ની સરેરાશથી છ ઇનિંગ્સમાં 538 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ત્રણ સદી અને બે અડધી સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં રૂટે 99ની એવરેજથી 396 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે બે સદી અને એક અડધી સદી ફટકારી હતી. જો બેયરસ્ટોની વાત કરીએ તો તેણે જૂનમાં ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં 78.80ની એવરેજથી 394 રન બનાવ્યા હતા. બેયરસ્ટોએ આ શ્રેણીમાં બે સદી અને એક અડધી સદી પણ ફટકારી હતી. આ શ્રેણીમાં તે ત્રીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો.
Tags :
Advertisement

.