Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઈંગ્લેન્ડે પાકિસ્તાનની ધરતી પર 22 વર્ષ બાદ શ્રેણી જીતી રચ્યો ઈતિહાસ, જો રૂટે પણ કર્યો આ કમાલ

ઈંગ્લેન્ડે પાકિસ્તાનના ઐતિહાસિક પ્રવાસ પર ટેસ્ટ શ્રેણી જીતીને ઈતિહાસ રચ્યો છે. મુલતાનમાં રમાયેલી બીજી ટેસ્ટના ચોથા દિવસે યજમાન ટીમે 26 રનથી જીત મેળવી શ્રેણીમાં 2-0થી વિજયી લીડ મેળવી લીધી છે. 355 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ બીજી ઇનિંગમાં 328 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. હવે શ્રેણીમાં વધુ એક મેચ બાકી છે. બીજી તરફ ઈંગ્લેન્ડના જો રૂટે પણ એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્àª
10:29 AM Dec 12, 2022 IST | Vipul Pandya
ઈંગ્લેન્ડે પાકિસ્તાનના ઐતિહાસિક પ્રવાસ પર ટેસ્ટ શ્રેણી જીતીને ઈતિહાસ રચ્યો છે. મુલતાનમાં રમાયેલી બીજી ટેસ્ટના ચોથા દિવસે યજમાન ટીમે 26 રનથી જીત મેળવી શ્રેણીમાં 2-0થી વિજયી લીડ મેળવી લીધી છે. 355 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ બીજી ઇનિંગમાં 328 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. હવે શ્રેણીમાં વધુ એક મેચ બાકી છે. બીજી તરફ ઈંગ્લેન્ડના જો રૂટે પણ એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
ઈંગ્લેન્ડે 22 વર્ષ બાદ પાકિસ્તાનને તેના જ ઘરઆંગણે હરાવ્યું
પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની શ્રેણીની બીજી મેચ મુલતાનમાં રમાઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 26 રને હરાવ્યું હતું. આ જીત સાથે ઈંગ્લેન્ડે 22 વર્ષ બાદ પાકિસ્તાનને તેના ઘરઆંગણે હરાવ્યું છે. આ પહેલા વર્ષ 2000માં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને તેના ઘરઆંગણે હરાવ્યું હતું. તે સમયે નાસિર હુસૈન ટીમના કેપ્ટન હતા. બીજી ટેસ્ટ મેચ પણ પ્રથમ મેચની જેમ રોમાંચથી ભરેલી હતી. મેચના ચોથા દિવસે પાકિસ્તાનને 157 રનની જરૂર હતી. આ સાથે જ ઈંગ્લેન્ડને 6 વિકેટ મળી હતી. આ મેચ સંપૂર્ણપણે પાકિસ્તાનના હાથમાં હતી. પરંતુ બેન સ્ટોક્સની ટીમે મેચમાં શાનદાર વાપસી કરીને મેચ જીતી લીધી હતી.

પાકિસ્તાન ટીમની WTC ની ફાઈનલમાં પહોંચવાની શક્યા લગભગ ખતમ
આપને જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડ સામેની મુલતાન ટેસ્ટમાં કારમી હાર બાદ બાબર આઝમ (Babar Azam)ની પાકિસ્તાન ક્રિકેટ ટીમની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship)ની ફાઇનલમાં પહોંચવાની શક્યતા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. આ ઉપરાંત સતત બે ટેસ્ટ મેચ હાર્યા બાદ પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચોની શ્રેણીમાં 0-2થી આગળ થઈ ગઈ છે. 
જો રૂટે બનાવ્યો શાનદાર રેકોર્ડ
બીજી તરફ ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી જો રૂટે એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે ટેસ્ટ ફોર્મેટમાં 10,000 થી વધુ રન બનાવનાર અને 50 થી વધુ વિકેટ લેનાર ત્રીજો ખેલાડી બન્યો છે. જો રૂટ પહેલા આ કારનામો દક્ષિણ આફ્રિકાના જેક કાલિસ અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વોએ કર્યું છે. આ સાથે જો રૂટે સચિનને ​​પાછળ છોડી દીધો છે.

જેક કાલિસે સૌથી વધુ 292 વિકેટ પોતાના નામે કરી
પાકિસ્તાન સામેની મુલતાન ટેસ્ટમાં વિકેટ લઈને તે જો રૂટ, જેક કાલિસ અને સ્ટીવ વો જેવા દિગ્ગજ ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. ટેસ્ટમાં 10,000થી વધુ રન અને 50 વિકેટ લેવાના મામલે દક્ષિણ આફ્રિકાના જેક કાલિસ ટોચ પર છે. તેણે 166 ટેસ્ટમાં 45 સદી સાથે 13,289 રન બનાવ્યા, જ્યારે બોલિંગમાં તેણે 292 વિકેટ લીધી. તેની સર્વશ્રેષ્ઠ બોલિંગ 54 રનમાં 6 વિકેટ છે.
સ્ટીવ વોએ 92 વિકેટ લીધી છે
જેક કાલિસ બાદ આ યાદીમાં સ્ટીવ વોનું નામ સામેલ છે, તેણે 168 ટેસ્ટ મેચમાં 10,927 રન બનાવ્યા છે, સ્ટીવ એ 92 વિકેટ લીધી છે. સ્ટીવની શ્રેષ્ઠ બોલિંગ 28 રનમાં 5 વિકેટ રહી છે.

આ રીતે રૂટે સચિનને ​​પાછળ છોડી દીધો
જો આપણે સચિન તેંડુલકરની વાત કરીએ તો તેણે 200 ટેસ્ટ મેચોમાં 15,921 રન બનાવ્યા છે, જે દરમિયાન તેણે 51 સદી ફટકારી છે, જોકે સચિન ટેસ્ટ ક્રિકેટમાં 50 વિકેટ લેવામાં સફળ રહ્યો નથી. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 46 વિકેટ લીધી હતી. સચિન તેંડુલકર 200 ટેસ્ટ મેચ રમીને પણ 50 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી શક્યો ન હતો, જ્યારે જો રૂટે માત્ર 126 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી અને સચિનને ​​પાછળ છોડી દીધો હતો.
જો રૂટે 10,629 રન બનાવ્યા અને 50 વિકેટ લીધી
મહત્વનું છે કે, જો રૂટે 126 ટેસ્ટ મેચમાં કુલ 10,629 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 28 સદીઓ નીકળી હતી. ટેસ્ટ ક્રિકેટમાં રૂટની એવરેજ 49.66 છે. રૂટે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, તેની સર્વશ્રેષ્ઠ બોલિંગ 8 રનમાં 5 વિકેટ છે.
આ પણ વાંચો  : ઈશાન કિશનને બેવડી સદીની શુભકામનાઓ પાઠવતા આ શું કહી ગયા દિનેશ કાર્તિક?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CricketENGvsPAKGujaratFirstHistorySports
Next Article