Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈંગ્લેન્ડે પાકિસ્તાનને તેના જ ઘરઆંગણે આપી માત, જેમ્સ એન્ડરસને તોડ્યો અનિલ કુંબલેનો રેકોર્ડ

ઈંગ્લેન્ડે પાકિસ્તાનની ધરતી પર જ પાકિસ્તાનને હરાવ્યું છે. રાવલપિંડીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં યજમાન ટીમનો 74 રને પરાજય થયો હતો. આ જીત સાથે તેણે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. મેચના પાંચમા દિવસે રોમાંચક મુકાબલો થયો હતો. જેમ્સ એન્ડરસન અને ઓલી રોબિન્સન બેન સ્ટોક્સની કેપ્ટનશીપવાળી ટીમની જીતના હીરો હતા. બંનેએ બીજી ઈનિંગમાં 4-4 વિકેટ લઈને પાકિસ્તાનની જીતની આશા તોડી
ઈંગ્લેન્ડે પાકિસ્તાનને તેના જ ઘરઆંગણે આપી માત  જેમ્સ એન્ડરસને તોડ્યો અનિલ કુંબલેનો રેકોર્ડ
ઈંગ્લેન્ડે પાકિસ્તાનની ધરતી પર જ પાકિસ્તાનને હરાવ્યું છે. રાવલપિંડીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં યજમાન ટીમનો 74 રને પરાજય થયો હતો. આ જીત સાથે તેણે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. મેચના પાંચમા દિવસે રોમાંચક મુકાબલો થયો હતો. જેમ્સ એન્ડરસન અને ઓલી રોબિન્સન બેન સ્ટોક્સની કેપ્ટનશીપવાળી ટીમની જીતના હીરો હતા. બંનેએ બીજી ઈનિંગમાં 4-4 વિકેટ લઈને પાકિસ્તાનની જીતની આશા તોડી નાખી હતી. આ જીત સાથે 40 વર્ષીય એન્ડરસને સૌથી વધુ વિકેટ લેવાના મામલે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સ્પિનર અનિલ કુંબલેને પાછળ છોડી દીધા છે.
એન્ડરસન કુંબલેથી આગળ નીકળ્યો
ઈંગ્લેન્ડના સૌથી અનુભવી અને સફળ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને (James Anderson) પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 40 વર્ષીય જમણા હાથના અનુભવીએ રાવલપિંડીની પિચ પર તેના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. તેણે પ્રથમ ઇનિંગમાં એક અને બીજી ઈનિંગમાં ચાર ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ દરમિયાન એન્ડરસને તેની રેકોર્ડ બુકમાં વધુ એક રેકોર્ડ નોંધાવ્યો હતો. તે હવે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટના મામલે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ મામલામાં તેણે ભારતના મહાન સ્પિનર ​​અનિલ કુંબલેને પાછળ છોડી દીધો છે. એન્ડરસન પાસે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 959 વિકેટ છે જ્યારે કુંબલેએ ભારત માટે કુલ 956 વિકેટ લીધી છે.
Advertisement

કોણે લીધી છે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ?
મુથૈયા મુરલીધરન (શ્રીલંકા): 1347
શેન વોર્ન (ઓસ્ટ્રેલિયા): 1001
જેમ્સ એન્ડરસન (ઈંગ્લેન્ડ): 959
અનિલ કુંબલે (ભારત): 956
ગ્લેન મેકગ્રા (ઓસ્ટ્રેલિયા): 949
વસીમ અકરમ (પાકિસ્તાન): 916
ટેસ્ટમાં કોના નામે છે સૌથી વધુ વિકેટ:
મુથૈયા મુરલીધરન (શ્રીલંકા): 800
શેન વોર્ન (ઓસ્ટ્રેલિયા): 708
જેમ્સ એન્ડરસન (ઈંગ્લેન્ડ): 672
અનિલ કુંબલે (ભારત): 619
સ્ટુઅર્ટ બ્રોડ (ઈંગ્લેન્ડ): 566
એન્ડરસન ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે જ્યારે એકંદરે તે ત્રીજા નંબર પર છે. ક્રિકેટના આ સૌથી જૂના ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે છે. તેણે કુલ 800 વિકેટ લીધી છે જ્યારે ઓસ્ટ્રેલિયાના શેન વોર્ન (708) અને જેમ્સ એન્ડરસન (672) વિકેટ સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. મુરલીધરન અને વોર્ન ઘણા સમય પહેલા નિવૃત્ત થઈ ચુક્યા છે જ્યારે એન્ડરસન હજુ પણ સતત ટેસ્ટ રમી રહ્યો છે.

શું રહી મેચની સ્થિતિ?
મહત્વનું છે કે, મેચની પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડે 657 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની પ્રથમ ઇનિંગ 579 રનમાં સમેટાઈ ગઇ હતી. પ્રથમ ઈનિંગના આધારે ઇંગ્લેન્ડને 78 રનની લીડ મળી હતી. બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડે 7 વિકેટના નુકસાન પર 264 રન બનાવીને ઇનિંગ ડિક્લેર કરી હતી. આવી સ્થિતિમાં પાકિસ્તાનને જીતવા માટે 343 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ એન્ડરસનની શાનદાર બોલિંગના કારણે પાકિસ્તાનની બીજી ઇનિંગ 268 રનમાં સમેટાઈ ગઇ હતી. આ મેચમાં શાનદાર બોલિંગ કર્યા બાદ એન્ડરસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 389 મેચમાં કુલ 959 વિકેટ લીધી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.