Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એન્જિનિયરે પરિવાર સાથે ખાધું ઝેર, મા-બાપ, પુત્રીના મોત

ઉત્તર પ્રદેશના લખનૌમાં એક જ પરિવારના ત્રણ લોકોના સંદિગ્ધ મોત થયા છે. આ ઘટના જાનકીપુરામાં ઘટી છે. કહેવામાં આવી રહ્યું છે કે માતા, પિતા અને તેમની છોકરીએ ઝેર ખાઈ લીધું છે. બાપ અને છોકરીને ડોક્ટરોએ બ્રોથ ડેથ જાહેર કરી દીધા, જ્યારે માનું ઈલાજ દરમિયાન મોત થયું છે. ઘટના સ્થળે પોલીસના તમામ અધિકારીઓ હાજર છે. પોલીસને મળેલી જાણકારી પ્રમાણે, નલકૂપ વિભાગમાં જુનિયર એન્જીનિયરના પદ પર ફરજ બજાવતા
એન્જિનિયરે પરિવાર સાથે ખાધું ઝેર  મા બાપ  પુત્રીના મોત
ઉત્તર પ્રદેશના લખનૌમાં એક જ પરિવારના ત્રણ લોકોના સંદિગ્ધ મોત થયા છે. આ ઘટના જાનકીપુરામાં ઘટી છે. કહેવામાં આવી રહ્યું છે કે માતા, પિતા અને તેમની છોકરીએ ઝેર ખાઈ લીધું છે. બાપ અને છોકરીને ડોક્ટરોએ બ્રોથ ડેથ જાહેર કરી દીધા, જ્યારે માનું ઈલાજ દરમિયાન મોત થયું છે. ઘટના સ્થળે પોલીસના તમામ અધિકારીઓ હાજર છે. પોલીસને મળેલી જાણકારી પ્રમાણે, નલકૂપ વિભાગમાં જુનિયર એન્જીનિયરના પદ પર ફરજ બજાવતા શૈલેન્દ્ર કુમારે તેની પત્ની ગીતા અને પ્રાચીની સાથે ઝેર ખાઈ લીધું હતું.
ઘટનાની જાણ થયા પછી ત્રણેયને નજીકની મેડિકલ કોલેજના ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. શૈલેન્દ્ર અને પ્રાચીને ડૉક્ટરોએ તરત મૃત જાહેર કરી દીધા હતા, જ્યારે ગીતાનું ઈલાજ દરમિયાન મોત નીપજ્યું હતું. જાનકીપુરમ વિસ્તારમાં શૈલેન્દ્ર કુમાર પોતાના પરિવાર સાથે રહેતો હતો. તેના પરિવારમાં એક પત્ની, એક પુત્રી અને એક પુત્ર છે. પુત્ર હાલમાં બેંગ્લોરમાં એક સ્પોર્ટ્સ ઈવેન્ટમાં ભાગ લેવા માટે ગયો છે. બુધવારે ઘરમાં શૈલેન્દ્ર, તેની પત્ની ગીતા અને પુત્રી પ્રાચીની સાથે હતો. પોલીસે કહ્યું કે સવારે 9.30 વાગ્યે પડોશીઓએ તેમના ઝેર ખાવાની વાત અંગે સૂચના આપી હતી.

પોલીસના કહેવા પ્રમાણે, જેવી જ ત્રણેયના ઝેર ખાવાની સૂચના મળી તો અમે તરત તેમના ઘરે પહોંચી ગયા હતા અને ત્રણેયને ટ્રોમા સેન્ટર મોકલી આપ્યા હતા. જ્યાં પુત્રી અને પિતાને ડૉક્ટરોએ બ્રોટ ડેથ જાહેર કર્યા હતા અને માતાનો ઈલાજ શરૂ કરી દીધો હતો. માતાની હાલત પણ ઘણી ગંભીર હતી અને ડૉક્ટરોએ તેને બચાવવાની સંપૂર્ણ કોશિશ કરી પરંતુ તેને પણ બચાવી શક્યા ન હતા. ઘર પર ફોરેન્સિકની ટીમ પહોંચી ગઈ છે. પોલીસનું કહેવું છે કે અમને કોઈ સુસાઈડ નોટ મળી નથી. ઘરની તપાસ કરવામાં આવી રહી છે અને ફોરેન્સિક એક્સપર્ટ્સને બોલાવવામાં આવ્યા છે. સાથે પડોશીઓની પણ પૂછપરછ પોલીસ કરી રહી છે. તેમના ઝેર ખાવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસમાં પણ આ અંગે કોઈ ખુલાસો થઈ શક્યો નથી. પોસ્ટમોર્ટમના રિપોર્ટ પછી જ વધારે માહિતી જાણી શકાશે. પોલીસ આ અંગે પોતાના તમામ પ્રયાસો કરી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.