Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતના આ મિસાઇલથી નહીં બચે દુશ્મનો, જાણો ક્યાં થયું પરીક્ષણ

ભારતને ગુરુવારે સંરક્ષણ ક્ષેત્રમાં મોટી સફળતા મળી છે. ઓડિશાના દરિયાકાંઠે સરફેસ-ટુ-એર મિસાઇલ (QRSAM) ના છ ફ્લાઇટ પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને ભારતીય સેનાએ સંયુક્ત રીતે આ આપરેશન પૂર્ણ કર્યુ છે. મિસાઈલનું પરીક્ષણ ઓડિશાના ચાંદીપુરમાં કરવામાં આવ્યું હતું. ડીઆરડીઓએ માહિતી આપી હતી કે ભારતીય સેના દ્વારા મૂલ્યાંકન અજમા
07:19 AM Sep 08, 2022 IST | Vipul Pandya
ભારતને ગુરુવારે સંરક્ષણ ક્ષેત્રમાં મોટી સફળતા મળી છે. ઓડિશાના દરિયાકાંઠે સરફેસ-ટુ-એર મિસાઇલ (QRSAM) ના છ ફ્લાઇટ પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને ભારતીય સેનાએ સંયુક્ત રીતે આ આપરેશન પૂર્ણ કર્યુ છે. મિસાઈલનું પરીક્ષણ ઓડિશાના ચાંદીપુરમાં કરવામાં આવ્યું હતું. ડીઆરડીઓએ માહિતી આપી હતી કે ભારતીય સેના દ્વારા મૂલ્યાંકન અજમાયશના ભાગરૂપે મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
ચાંદીપુર ખાતે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) ખાતે  લોન્ચ કોમ્પ્લેક્સમાંથી તેનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે DRDO સાથે સંકળાયેલા વરિષ્ઠ વૈજ્ઞાનિકો અને અધિકારીઓની ટીમ પણ હાજર હતી. આ મિસાઈલનું 6 વખત સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સ્વદેશમાં નિર્મિત શોર્ટ રેન્જ ક્યૂઆરએસએએમ મિસાઈલ એકસાથે અનેક લક્ષ્યોને મારવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઈલ 25 થી 30 કિમીની રેન્જમાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. તેને ક્વિક રિએક્શન મિસાઈલ તરીકે ડિઝાઈન કરવામાં આવી છે. તેમાં ઓલ-વેધર સિસ્ટમ છે. આ મિસાઈલ ટાર્ગેટને ઓળખીને ટાર્ગેટને મારવાની ક્ષમતા ધરાવે છે.
ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે મિસાઈલના સફળ પરીક્ષણ પર DRDO અને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા છે. ડીઆરડીઓના અધ્યક્ષે ડીઆરડીઓ અને સંરક્ષણ વિભાગને પણ અભિનંદન પાઠવ્યા હતા.

Tags :
DRDOGujaratFirstindianarmyMissile
Next Article