Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કર્મચારીઓને લંચ બ્રેકમાં મળે છે આ સુવિધા ,જાણીને તમે પણ અહીં નોકરી કરવા માંગશો

આજકાલ સોશિયલ મીડિયા પર લાખોમાં વિડીયો વાયરલ  થતાં  હોય છે ત્યારે કયો વિડીયો ક્યારે  વાયરલ  થશે  તેનો ખ્યાલ  રહેતો નથી. તેમાં  પણ આજકાલ ઘણા એવા વિડીયો હોય છે જે જોઈને તમે હસવાનું  રોકી  શકશો  નહીં. આજના યુગમાં ઓફિસમાં ગળા કાપવાની હરીફાઈના યુગમાં ઘણા લોકો પોતાની સંભાળ યોગ્ય રીતે ન લઈ શકવાના કારણે બીમાર પડી રહ્યા છે. વિશ્વમાં કેટલીક કંપનીઓ છે જે તેમના કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સર્વàª
કર્મચારીઓને લંચ બ્રેકમાં મળે છે આ સુવિધા  જાણીને તમે પણ અહીં નોકરી કરવા માંગશો
આજકાલ સોશિયલ મીડિયા પર લાખોમાં વિડીયો વાયરલ  થતાં  હોય છે ત્યારે કયો વિડીયો ક્યારે  વાયરલ  થશે  તેનો ખ્યાલ  રહેતો નથી. તેમાં  પણ આજકાલ ઘણા એવા વિડીયો હોય છે જે જોઈને તમે હસવાનું  રોકી  શકશો  નહીં. 
આજના યુગમાં ઓફિસમાં ગળા કાપવાની હરીફાઈના યુગમાં ઘણા લોકો પોતાની સંભાળ યોગ્ય રીતે ન લઈ શકવાના કારણે બીમાર પડી રહ્યા છે. વિશ્વમાં કેટલીક કંપનીઓ છે જે તેમના કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સર્વાંગી વિકાસ પર સંપૂર્ણ ધ્યાન આપે છે. ઘણીવાર કાર્યસ્થળ પરના દબાણથી છૂટકારો મેળવવા માટે, એક કંપનીએ તેના કર્મચારીઓને લંચ બ્રેક દરમિયાન થોડી ઊંઘ લેવાની સુવિધા આપી છે. 
Advertisement

હકીકતમાં લોકો  લંચમાં ઘણું બધું પીધા પછી, લોકો સુસ્તી અનુભવવા લાગે છે અને તેના કારણે તેઓ લંચ બ્રેક પછી પૂરા ઉત્સાહથી પોતાનું કામ કરી શકતા નથી. ત્યારે  તેઓ તેમની ક્ષમતાનો 100 ટકા યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી.આ કંપનીની  સુવિધા આપવાનો વિચાર વાયરલ થઈ રહ્યો છે.
આપને  જણાવી દઈએ કે પાસ્કલ બોર્નેટ નામના યુઝરે આ  વિડીયોને  LinkedIn પોસ્ટ પર શેર કર્યો હતો, ત્યારબાદ આ વિડીયો  સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો હતો. 9 સેકન્ડનો વિડીયો જોઈને ઘણા લોકો વિશ્વાસ કરી શકતા નથી કે તે ખરેખર ઓફિસ છે કે રેલ્વે સ્ટેશનનો રેસ્ટ રૂમ જ્યાં લોકો આરામ કરવા માટે આરામ કરી રહ્યા છે. 
 જોકે  આવું વિચારવાનું કારણ એ છે કે વિડીયોમાં એક પણ કમ્પ્યુટર દેખાતું નથી. વાયરલ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ડેસ્ક સાથે કેટલાક ફોલ્ડિંગ બેડ છે. શરૂઆતમાં એક મહિલા બેસીને મોબાઈલ ચલાવતી જોવા મળે છે, પરંતુ થોડી સેકન્ડ પછી તે પથારીમાં સીટ બદલીને ચાદર પહેરીને આરામથી સૂઈ જાય છે.
Tags :
Advertisement

.