Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વાવાઝોડામાં ફસાયું વિમાન, કરવું પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ, 40 પેસેન્જર ઈજાગ્રસ્ત

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં રવિવારે એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. વાવાઝોડામાં એક પ્લેન એરપોર્ટ પર ઉતરતા પહેલા જ ફસાઈ ગયું હતું. પ્લેન વાવાઝોડામાં ફસાઈ ગયા બાદ તેની કેબિનનો સામાન પડવા લાગ્યો અને તેના કારણે તેમાં સવાર 40 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ સ્પાઈસ જેટના બોઈંગ 737 એરક્રાફ્ટે મુંબઈથી દુર્ગાપુરના અંદાલ સ્થિત કાઝી નઝરૂલ ઈસ્લામ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. javascri
વાવાઝોડામાં ફસાયું વિમાન  કરવું પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ  40
પેસેન્જર ઈજાગ્રસ્ત

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં રવિવારે એક
મોટી વિમાન દુર્ઘટના ટળી હતી.
વાવાઝોડામાં એક પ્લેન એરપોર્ટ પર
ઉતરતા પહેલા જ ફસાઈ ગયું હતું. પ્લેન વાવાઝોડામાં ફસાઈ ગયા બાદ તેની કેબિનનો સામાન
પડવા લાગ્યો અને તેના કારણે તેમાં સવાર
40 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ સ્પાઈસ જેટના બોઈંગ 737 એરક્રાફ્ટે મુંબઈથી દુર્ગાપુરના
અંદાલ સ્થિત કાઝી નઝરૂલ ઈસ્લામ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી.

Advertisement

Today SpiceJet Boeing B737 aircraft operating flight SG-945 from Mumbai to Durgapur encountered severe turbulence during descent which unfortunately resulted in injuries to a few passengers. Immediate medical assistance was provided upon arrival in Durgapur: SpiceJet spokesperson pic.twitter.com/fJyG1ztghc

— ANI (@ANI) May 1, 2022

" title="" target="">javascript:nicTemp();

કાલ બૈસાખીના વાવાઝોડામાં ફસાઈ ગયું
ત્યારે વિમાન એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું. વિમાન હવામાં અટકી ગયું. આ દરમિયાન
પ્લેનની કેબિનમાં રાખેલો સામાન પડવા લાગ્યો હતો.પ્લેનની કેબિનમાં રાખેલો સામાન પડી
જતાં
40 મુસાફરો ઘાયલ થયા હતા. વિમાનના
લેન્ડિંગ બાદ તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં
આવ્યા હતા જ્યાં
10ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
અન્ય
30 ઘાયલોની હાલત ખતરાની બહાર હોવાનું
કહેવાય છે. સ્પાઈસજેટે પણ આ દુર્ઘટના અંગે નિવેદન જાહેર કર્યું છે. 
સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું છે કે ફ્લાઈટ નંબર SG-945 મુંબઈથી દુર્ગાપુર માટે ઉડાન ભરી હતી. વાવાઝોડામાં ફ્લાઈટ ફસાઈ ગઈ જેના કારણે કેટલાક મુસાફરોને ઈજા થઈ હતી.

Advertisement

Tags :
Advertisement

.