Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બોમ્બે હાઇ પાસે ONGCના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, 4ના મોત

મુંબઈ નજીક અરબી સમુદ્રમાં બોમ્બે હાઈ પાસે આજે ONGCના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે, તેમાં સાત મુસાફરો અને બે પાયલોટ છે. આ ઈમરજન્સી લેન્ડિંગ ONGCની રિગ 'સાગર કિરણ' પાસે કરવામાં આવ્યું હતું. કોસ્ટગાર્ડ અને કંપનીએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરુ કરી હતી. જો કે આ ઘટનામાં 4ના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે 5 લોકોની સારવાર શરુ કરાઇ છે. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરે
બોમ્બે હાઇ પાસે ongcના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ  4ના મોત
મુંબઈ નજીક અરબી સમુદ્રમાં બોમ્બે હાઈ પાસે આજે ONGCના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે, તેમાં સાત મુસાફરો અને બે પાયલોટ છે. આ ઈમરજન્સી લેન્ડિંગ ONGCની રિગ 'સાગર કિરણ' પાસે કરવામાં આવ્યું હતું. કોસ્ટગાર્ડ અને કંપનીએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરુ કરી હતી. જો કે આ ઘટનામાં 4ના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે 5 લોકોની સારવાર શરુ કરાઇ છે. 
ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) એ ટ્વિટ કર્યું કે હેલિકોપ્ટર બોમ્બે હાઈ ખાતે તેના ઓઈલ માઈનિંગ વિસ્તારની નજીક ઈમરજન્સીમાં ઉતર્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર આ હેલિકોપ્ટર ONGCનું છે. તે સાગર કિરણ પાસેના ખાડામાં ઉતર્યું હતું. બચાવ અને રાહત કાર્ય માટે મુંબઈના દરિયાકાંઠેથી એક જહાજ દુર્ઘટના સ્થળ પર રવાના કરવામાં આવ્યું હતું.
કોસ્ટ ગાર્ડના વિમાનોએ હેલિકોપ્ટરમાં સવાર લોકોને બચાવવા માટે લાઇફ રાફ્ટ્સ છોડ્યા હતા. તે MRCC દ્વારા મંજૂર કરાયેલા આંતરરાષ્ટ્રીય ધોરણના સુરક્ષા સાધનો છે. બચાવ પ્રયાસોમાં કોસ્ટ ગાર્ડે નેવી અને ઓએનજીસી સાથે સંકલન કર્યું હતું. કોસ્ટ ગાર્ડના ઓએસવી માલવિયા 16ને પણ સ્થળ પર મોકલવામાં આવ્યા હતા.
Advertisement

Advertisement
Tags :
Advertisement

.