Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બેંગલુરુથી માલદીવ જતી GO FIRST ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો શું થયું

બેંગલુરુથી માલદીવ  ગો ફર્સ્ટ ફ્લાઈટને કોઈમ્બતુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઈટમાં 92 મુસાફરો સવાર હતા.હાલ તમામ મુસાફરો સુરક્ષિત છે.તેઓ આજે સાંજે કોઈમ્બતુર એરપોર્ટથી માલે તરફ ફ્લેગ ઓફ કરશે.એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, એન્જિનની ખામીને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.મળતી માહિતી મુજબ શુક્રવારે બેંગ્લોરથી ટેકઓà
બેંગલુરુથી માલદીવ જતી go first ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ  જાણો શું  થયું
બેંગલુરુથી માલદીવ  ગો ફર્સ્ટ ફ્લાઈટને કોઈમ્બતુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઈટમાં 92 મુસાફરો સવાર હતા.હાલ તમામ મુસાફરો સુરક્ષિત છે.તેઓ આજે સાંજે કોઈમ્બતુર એરપોર્ટથી માલે તરફ ફ્લેગ ઓફ કરશે.એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, એન્જિનની ખામીને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
મળતી માહિતી મુજબ શુક્રવારે બેંગ્લોરથી ટેકઓફ કર્યા બાદ માલે તરફ જઈ રહેલી ગો ફર્સ્ટ ફ્લાઈટના એન્જિનમાં કોઈ ખામી જોવા મળી હતી.ગોફર્સ્ટના પ્રવક્તાએ માહિતી આપી હતી કે પ્લેને બપોરે 12 વાગ્યે ઉડાન ભરી હતી.બરાબર એક કલાક પછી એન્જિન ગરમ થઈ ગયું.જે બાદ એલર્ટ એલાર્મ વાગવા લાગ્યું.પાયલોટે તરત જ એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો અને નજીકના એરપોર્ટ કોઈમ્બતુર પર ઉતરાણ કરવાની પરવાનગી માંગી.
ઈમરજન્સી લેન્ડિંગ પહેલા રનવે પર તૈનાત ફાયર બ્રિગેડે
કહ્યું કે તરત જ પાયલોટે કોઈમ્બતુર એરપોર્ટના રનવે પર ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી અને એન્જિન વિશે અપડેટ આપી.ફ્લાઈટ રનવે પર ઉતરે તે પહેલા જ ફાયર ફાઈટર્સ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે હાજર હતા.
તમામ મુસાફરો સુરક્ષિત
GoFirstના પ્રવક્તાએ જણાવ્યું કે ફ્લાઈટમાં સવાર તમામ 92 મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે.તેમણે કહ્યું કે અમારી પ્રાથમિકતા મુસાફરોની સુરક્ષા છે.કોઈમ્બતુરમાં ઈમરજન્સી લેન્ડિંગ બાદ એન્જિનિયર્સની ટીમે ફ્લાઈટના એન્જિનની તપાસ કરી હતી અને હવે ફ્લાઈટ ટેક ઓફ કરવા માટે સંપૂર્ણ રીતે ફિટ છે.ફ્લાઇટ સાંજે માલે માટે રવાના થશે.
Advertisement
Tags :
Advertisement

.