Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદથી લખનઉ જઇ રહેલી ફલાઇટનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, 54 લોકો હતા સવાર

સોમવારે અમદાવાદથી લખનઉ જઇ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટ ગંભીર દુર્ઘટનાનો શિકાર થતા થતા બચી ગઇ છે.  આ ફ્લાઇટનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 6E 7074 અમદાવાદથી નાગપુર થઈને લખનઉ જઈ રહી હતી. આ ફલાઇટે અમદાવાદથી સોમવારે સવારે 7:15 કલાકે ઉડાન ભરી હતી. આ પ્લેનમાં 50 મુસાફરો અને 4 સ્ટાફ મેમ્બર હતા. પાયલોટે વિમાનમાંથી ધુમાડો નિકળતો જોયો, ત્યારબાàª
અમદાવાદથી લખનઉ જઇ રહેલી ફલાઇટનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ  54 લોકો હતા સવાર
સોમવારે અમદાવાદથી લખનઉ જઇ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટ ગંભીર દુર્ઘટનાનો શિકાર થતા થતા બચી ગઇ છે.  આ ફ્લાઇટનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 6E 7074 અમદાવાદથી નાગપુર થઈને લખનઉ જઈ રહી હતી. આ ફલાઇટે અમદાવાદથી સોમવારે સવારે 7:15 કલાકે ઉડાન ભરી હતી. આ પ્લેનમાં 50 મુસાફરો અને 4 સ્ટાફ મેમ્બર હતા. પાયલોટે વિમાનમાંથી ધુમાડો નિકળતો જોયો, ત્યારબાદ સવારે 8:33 વાગ્યે નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
જો કે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ હોવાના સમાચાર નથી. ઇમરજન્સી લેન્ડિંગ બાદ મુસાફરોને સુરક્ષિત ટર્મિનલ પર ખસેડવામાં આવ્યા છે. લેન્ડિંગ બાદ એન્જિનિયરની ટીમ દ્વારા વિમાનની તપાસ કરવમાં આવી રહી છે. ફ્લાઇટમાં જે મુસાફરો સવાર હતા તેમેને સુવિધા અનુસાર નાગપુર, દિલ્હી અથવા લખનઉ લઈ જવામાં આવી રહ્યા છે. જો કે આ ઘટના બાદ કેટલાક મુસાફરોએ તો તેમની આગળની મુસાફરી જ સ્થગિત કરી દીધી છે.
પાયલટની સુઝબુઝના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. જેવો વિમામનમાંથી ધૂમાડો નિકળતો દેખાયો કે તરત જ પાયલટ દ્વારા ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાંથી શા માટે ધૂમાડો નિકળ્યયો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. 
આ પહેલા રાંચીમાં પણ ફ્લાઇટ કેન્સલ થઇ હતી
આ પહેલા પણ શનિવારે ઝારખંડની રાજધાની રાંચી સ્થિત બિરસા મુંડા એરપોર્ટ પર કોલકાતાથી આવેલા વિમાનમાં ટેક ઓફ સમયે ટેકનિકલ ખામી સર્જાય હતી. જેના કારણે તે ફ્લાઇટ પણ રદ્દ કરવમાં આવી હતી. રાંચી એરપોર્ટના નિર્દેશક વિનોદ શર્માએ જણાવ્યું કે સવારે નવ વાગે કોલકાતા જનારી ઇન્ડિગોની ફલાઇટનું એસી બંધ થઇ ગયું અને મોટો અવાજ આવવા લાગ્યો હતો. જેના કારણે યાત્રીઓ ડરી ગયા હતા. બાદમાં તે ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. 
Advertisement
Tags :
Advertisement

.