ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સતત બીજી વખત ફ્રાન્સના રાષ્ટ્રપતિ બન્યા ઈમેન્યુઅલ મેંક્રો, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

ઈમેન્યુઅલ મેંક્રો સતત બીજી વખત ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. ઈમેન્યુઅલ મેંક્રો તેમના પ્રતિસ્પર્ધી મરીન લે પેનને હરાવ્યા હતા. મેક્રોન 20 વર્ષમાં ફરીથી ચૂંટણી જીતનારા પ્રથમ ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે. મેંક્રો પહેલા, ફક્ત બે ફ્રેન્ચ રાષ્ટ્રપતિઓ બીજી ટર્મ સુરક્ષિત કરવામાં સફળ થયા છે.ફ્રેન્ચ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઈમેન્યુઅલ મેંક્રોને લગભગ 58.8 ટકા વોટ મળ્યા હતા, જ્યારે તેમà
03:26 AM Apr 25, 2022 IST | Vipul Pandya
ઈમેન્યુઅલ મેંક્રો સતત બીજી વખત ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. ઈમેન્યુઅલ મેંક્રો તેમના પ્રતિસ્પર્ધી મરીન લે પેનને હરાવ્યા હતા. મેક્રોન 20 વર્ષમાં ફરીથી ચૂંટણી જીતનારા પ્રથમ ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે. મેંક્રો પહેલા, ફક્ત બે ફ્રેન્ચ રાષ્ટ્રપતિઓ બીજી ટર્મ સુરક્ષિત કરવામાં સફળ થયા છે.
ફ્રેન્ચ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઈમેન્યુઅલ મેંક્રોને લગભગ 58.8 ટકા વોટ મળ્યા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી મરીન લે પેનને 41.2 ટકા વોટ મળ્યા હતા. મેંક્રોની જીત બાદ, તેમના સમર્થકોએ પેરિસના એફિલ ટાવર પાસે ઉજવણી કરી હતી. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેંક્રોને અભિનંદન પાઠવ્યા છે.

મીડિયા અહેવાલો અનુસાર, ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ પદ માટે વર્તમાન રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેંક્રો અને મરીન લે પેન વચ્ચે પસંદગી કરવા માટે રવિવારે મતદાન પૂર્ણ થયા બાદ મેક્રોન જીત્યા છે. મેંક્રોને મતદારોને મહામારી અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમને બીજી તક આપવા અપીલ કરી હતી. આ સાથે, ઇમેન્યુઅલ મેંક્રો છેલ્લા 20 વર્ષમાં સતત બીજી વખત ફ્રાન્સના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે. આ સાથે જ, ઈમેન્યુઅલ મેંક્રો ફ્રાન્સમાં બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા હોવાથી યુરોપની ભાવિ દિશા નક્કી કરવા અને યુક્રેનમાં યુદ્ધ રોકવાના પશ્ચિમી પ્રયાસોના દૂરગામી પરિણામો આવી શકે છે. દરમિયાન, દક્ષિણપંથી નેતા મરીન લે પેને રવિવારે રાષ્ટ્રપતિપદની રેસમાં હાર સ્વીકારી, વર્તમાન રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેંક્રોને વિજેતા તરીકે સ્વીકાર્યા.
તેમની જીત પછી, પેને કહ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમનું અસાધારણ પ્રદર્શન એ પોતાનામાં જ એક શાનદાર જીત છે. રવિવારે મતદાન સમાપ્ત થયા પછી, વિવિધ પોલિંગ એજન્સીઓએ આગાહી કરી હતી કે મેંક્રો તેમના હરીફ પર મોટી લીડ ધરાવે છે. પાંચ વર્ષ પહેલા મેંક્રો 39 વર્ષની વયે લે પેનને હરાવીને ફ્રાન્સના સૌથી યુવા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ મેળવ્યું હતું. મતદાન એજન્સીઓ ઓપિનિયન-વે, હેરિસ અને ઈફોપના જણાવ્યા અનુસાર, કુલ મતના 58.8 ટકા વર્તમાન 44 વર્ષીય રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને ગયા, જ્યારે મરીન લે પેનને 41.2 ટકા મત મળ્યા. 

ઈમેન્યુઅલ મેંક્રોના રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને ટ્વીટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા છે. તેણે અંગ્રેજી અને ફ્રેન્ચમાં ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે.

વળી, ઇટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'ફ્રાન્સના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઇમેન્યુઅલ મેંક્રોની જીત સમગ્ર યુરોપ માટે સારા સમાચાર છે. જ્યારે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે ઈમેન્યુઅલ મેક્રોનની જીત પર કહ્યું કે આ લોકશાહી અને યુરોપની જીત છે.
Tags :
ElectionFrancePresidentGujaratFirstPMModi
Next Article