Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એલન મસ્કની નજરમાં કોકાકોલા અને મેકડોનાલ્ડ્સ? જાણો શું કહ્યું ટ્વિટ કરીને

ટેસ્લાના CEO એલન મસ્કે ટ્વિટરની ખરીદી બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત સક્રિય છે. તેણે ટ્વીટ કરીને કહ્યું છે કે તે હવે કોકાકોલા ખરીદશે. તેના ટ્વીટને અત્યાર સુધીમાં લાખો લોકોએ લાઈક અને રીટ્વીટ કર્યું છે. હવે જોવાનું એ રહે છે કે મસ્ક કોકા-કોલાની ડીલ કેટલા સમયમાં કરે છે. એશા ગ્રિગ્સ કેન્ડલરે 1892માં કોકા-કોલા કંપનીની સ્થાપના કરી અને તેને એક મોટી કંપની તરીકે વિકસાવી. તેના વર્તમાન CEO જેàª
એલન મસ્કની નજરમાં કોકાકોલા અને મેકડોનાલ્ડ્સ  જાણો શું કહ્યું ટ્વિટ કરીને
ટેસ્લાના CEO એલન મસ્કે ટ્વિટરની ખરીદી બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત સક્રિય છે. તેણે ટ્વીટ કરીને કહ્યું છે કે તે હવે કોકાકોલા ખરીદશે. તેના ટ્વીટને અત્યાર સુધીમાં લાખો લોકોએ લાઈક અને રીટ્વીટ કર્યું છે. હવે જોવાનું એ રહે છે કે મસ્ક કોકા-કોલાની ડીલ કેટલા સમયમાં કરે છે. એશા ગ્રિગ્સ કેન્ડલરે 1892માં કોકા-કોલા કંપનીની સ્થાપના કરી અને તેને એક મોટી કંપની તરીકે વિકસાવી. તેના વર્તમાન CEO જેમ્સ ક્વિન્સી છે અને તેનું મુખ્ય મથક જ્યોર્જિયા, યુએસએમાં છે. Coca-Colaએ ડેલવેર જનરલ કોર્પોરેશન એક્ટ હેઠળ સમાવિષ્ટ બહુરાષ્ટ્રીય કોલ્ડડ્રિંક્સ કંપની છે.
Advertisement

એલન મસ્કે ટ્વીટ કર્યું, 'હવે હું કોકા કોલા ખરીદીશ જેથી હું કોકેન મૂકી શકું'. માત્ર અડધા કલાકમાં આ ટ્વીટને 7 લાખથી વધુ લાઈક્સ અને હજારો કોમેન્ટ્સ મળી ચુકી છે. મસ્ક જે રીતે વ્યાપાર જગતમાં પગ મૂકે છે, તે જોતાં આવનારા સમયમાં ઘણા ઉદ્યોગ નિષ્ણાતોને પડકારોનો સામનો કરવો પડી શકે છે.

 મેકડોનાલ્ડ્સ પણ ખરીદશે ? 
 ટ્વિટ કાર્ય બાદ થોડા સમય પછી એલન મસ્કે  મેકડોનાલ્ડ્સ મામલે પણ ટ્વિટ્ કર્યું અને જણાવ્યું કે  "સાંભળો, હું ચમત્કાર કરી શકતો નથી." તેણે ટ્વીટમાં લખ્યું કે 'મેકડોનાલ્ડ્સ પણ ખરીદીશ જેથી હું તમામ આઈસ્ક્રીમ મશીનો ઠીક કરી શકું', જો કે આ પછી તેણે તે જ ટ્વિટમાં લખ્યું કે સાંભળો, હું ચમત્કાર કરી શકતો નથી.
એલન મસ્કે ટ્વિટરને $44 અરબ ડોલર (લગભગ 3368  અરબ)માં ખરીદ્યું છે. એલોન મસ્કે હવે ટ્વિટર ઇન્કમાં 100% હિસ્સો હસ્તગત કર્યો છે. ટ્વિટર ખરીદ્યા બાદ એલોન મસ્કે કહ્યું કે કોઈપણ લોકશાહીને કામ કરવા માટે વાણીની સ્વતંત્રતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટ્વિટર એ એક ડિજિટાઇઝ્ડ સ્ક્વેર છે જ્યાં માનવતાના ભાવિની ચર્ચા થાય છે. તેણે આગળ લખ્યું કે તે ટ્વિટરને વધુ સારી નવી સુવિધાઓ સાથે લાવવા માંગે છે. તેણે ટ્વીટમાં એમ પણ લખ્યું કે તે આ માટે અલ્ગોરિધમને ઓપન સોર્સ રાખીને લોકોનો વિશ્વાસ વધારવા માંગે છે.
Advertisement
Tags :
Advertisement

.