Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગની ઘટના : સરકારે આપ્યા તપાસના આદેશ, વિડીયો થયો હતો વાયરલ

સરકાર દ્વારા એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે દેશના લોકો હવે ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ કરતા થાય. જેના માટે સરકાર દ્વારા વિવિધ પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યા છે. જેના ભાગરુપે લોકો પણ હવે ઇલેક્ટ્રિક કાર અને બાઇક વાપરતા થયા છે. તેવામાં છેલ્લા થોડા સમયથી ઇલેક્ટ્રિક બાઇકોમાં આગ લાગવાની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને Ola Scooter અને Okinawa Scooterમાં આગ લાગવાની ઘટનાઓ વધારે બની રહી છે. જેણે સ
02:19 PM Mar 29, 2022 IST | Vipul Pandya
સરકાર દ્વારા એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે દેશના લોકો હવે ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ કરતા થાય. જેના માટે સરકાર દ્વારા વિવિધ પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યા છે. જેના ભાગરુપે લોકો પણ હવે ઇલેક્ટ્રિક કાર અને બાઇક વાપરતા થયા છે. તેવામાં છેલ્લા થોડા સમયથી ઇલેક્ટ્રિક બાઇકોમાં આગ લાગવાની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને Ola Scooter અને Okinawa Scooterમાં આગ લાગવાની ઘટનાઓ વધારે બની રહી છે. જેણે સરકારની ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની નીતિને નુકસાન કર્યુ છે.
પુણેની ઘટના
મહારાષ્ટ્રના પુણેના ધનોરી વિસ્તારમાં શનિવારે ઓલા સ્કૂટરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેથી ફરી વખત લોકોમાં ઇલેક્ટ્રિક વાહનોની સલામતીને લઈને ચર્ચાઓ શરુ થઇ છે. આ કંઇ પહેલી ઘટના નથી કે જ્યારે ઓલાના ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી હોય, આ પહેલા પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. અન્ય કંપનીઓના ઇલેક્ટ્રિક વાહનોમાં પણ આવું થયું છં.

 DRDOને તપાસ માટે આદેશ
ત્યારે શનિવારે પુણેવાળી ઘટના બાદ સરકાર એક્શન મોડમાં આવી છે. સરકારે હવે આ અંગે તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાઓને ગંભીરતાથી લઇને સરકારે DRDOને આ ઘટનાઓની તપાસ કરવા જણાવ્યું છે. સરકારે એક મહિનામાં રિપોર્ટ માંગ્યો છે. ગ્રાહકોની સુરક્ષા અને વાહનની મજબૂતાઈ અંગે વધી રહેલી ચિંતા અને અસુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર ઇલેક્ટ્રિક વાહનોની સુરક્ષાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે અને આ ઘટના પાછળનું કારણ જાણવા માટે ઊંડી તપાસ કરવાનું જણાવ્યું છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના મંત્રાલયે એક સૂચનામાં જણાવ્યું છે કે DRDOના સેન્ટર ફોર ફાયર એક્સપ્લોઝિવ એન્ડ એન્વાયરમેન્ટ સેફ્ટી (CFEES) યુનિટને પૂણેમાં ઓલા સ્કૂટર અને વેલ્લોરમાં ઓકિનાવા સ્કૂટરમાં આગ લાગવાની ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. પુણેમાં ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરમાં લાગેલી આગ વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના સચિવ ગિરધર અરમાનેએ કહ્યું કે ‘અમે એક સ્વતંત્ર નિષ્ણાતને પૂછ્યું છે કે આવી ઘટના પાછળના વાસ્તવિક કારણો અને સંજોગો શું છે.’
ઓલાએ શું કહ્યું?
સ્કૂચરમાં આગ લાગવા વિશેની ઘટનામાં ઓલા કંપની તરફથી શનિવારે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે અમે પુણેમાં અમારા સ્કૂટર સાથે બનેલી ઘટનાથી વાકેફ છીએ અને મૂળ કારણને સમજવા માટે તપાસ કરી રહ્યા છીએ. આગામી થોડા દિવસોમાં વધુ અપડેટ્સ શેર કરીશું. અમે તે ગ્રાહક સાથે સતત સંપર્કમાં છીએ જે એકદમ સુરક્ષિત છે. ઓલામાં વાહન સુરક્ષા સર્વોપરી છે અને અમે અમારા ઉત્પાદનોમાં ઉચ્ચ ગુણવત્તાના ધોરણો માટે પ્રતિબદ્ધ છીએ. 
Tags :
ElectricScooterElectricScooterFirefirefuturemobilityGujaratFirstOlaElectric
Next Article