પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર હુમલા વચ્ચે જાપાનમાં રવિવારે યોજાશે ચૂંટણી
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર ઘાતક હુમલો થયો છે. બીજી તરફ જાપાનમાં આ રવિવારે હાઉસ ઓફ કાઉન્સેલર એટલે કે ઉપલા ગૃહમાં 245માંથી 124 બેઠક પર મતદાન થવાનું છે. જાપાનમાં વધી રહેલી મોંઘવારી અને વેતન નહીં વધવાનો મુદ્દો ભારે ચગ્યો છે. સામાન્ય લોકો માટે ઇંધણ અને ઘરેલુ ચીજો ખરીદવી અઘરું બની ગયું છે. મહિલાઓ માટે ઘર ખર્ચને પહોંચી વળવો મુશ્કેલ બન્યો છે અને તેથી જ મહિલાઓ શોપિંગ અને પ્રવાસનો àª
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર ઘાતક હુમલો થયો છે. બીજી તરફ જાપાનમાં આ રવિવારે હાઉસ ઓફ કાઉન્સેલર એટલે કે ઉપલા ગૃહમાં 245માંથી 124 બેઠક પર મતદાન થવાનું છે.
જાપાનમાં વધી રહેલી મોંઘવારી અને વેતન નહીં વધવાનો મુદ્દો ભારે ચગ્યો છે. સામાન્ય લોકો માટે ઇંધણ અને ઘરેલુ ચીજો ખરીદવી અઘરું બની ગયું છે. મહિલાઓ માટે ઘર ખર્ચને પહોંચી વળવો મુશ્કેલ બન્યો છે અને તેથી જ મહિલાઓ શોપિંગ અને પ્રવાસનો ખર્ચ ટાળી રહી છે.
જાપાનમાં મોંઘવારીએ માઝા મુકી છે અને લોકોને લાગે છે કે તે સરકારની નિષ્ફળતા છે. જાપાનમાં એક તરફ ચૂંટણી યોજાવાની છે અને બીજી તરફ પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર જીવલેણ હુમલો થયો છે ત્યારે લોકોમાં ચિંતા વધી ગઇ છે.
ચૂંટણીમાં સત્તાધારી લિબરલ ડેમોક્રેટીક પાર્ટી અને સહયોગી પાર્ટી કોમિટોના જીતવાની સંપૂર્ણ શક્યતા છે.
યુક્રેન અને રશિયાના યુદ્ધથી જાપાનમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. અહીંના લોકોમાં એટલો ડર છે કે યુક્રેન જેવું યુદ્ધ જાપાન અને તાઇવાન વચ્ચે ન છેડાઇ જાય અને તેથી જ જાપાને સુરક્ષા ખર્ચ વધારવાની કવાયત કરી છે.
જાપાનના સત્તા પક્ષના 96 ટકા ઉમેદવાર ડિફેન્સ બજેટ વધારવા માગે છે. સત્તાધારી એલડીએફ રાષ્ટ્રીય સુરક્ષા જેવા મહત્ત્વના મુદ્દે આક્રમક નિર્ણયો લઇ શકે છે. એક સરવે મુજબ સત્તાધારી પક્ષના 92 ટકા ઉમેદવાર અને સહયોગી પાર્ટીના 96 ટકા ઉમેદવાર સુરક્ષા ખર્ચ વધારવાના પક્ષમાં છે.
બીજી તરફ આ ચૂંટણીમાં 181 મહિલાઓએ પણ ઝંપલાવ્યું છે. આ ચૂંટણીમાં સૌથી વધુ મહિલાઓ મેદાનમાં ઉતરી છે.
Advertisement