Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હીમાં સેમી ફાયનલ, કોર્પોરેશનની 250 બેઠકો પર યોજાશે ચૂંટણી

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (Delhi Municipal Corporation)ની ચૂંટણી (Election)ની તારીખ જાહેર કરવામાં આવી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી 4 ડિસેમ્બરે યોજાશે, જ્યારે મતગણતરી 7 ડિસેમ્બરે થશે. ચૂંટણી પંચ દ્વારા શુક્રવારે આ જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ દિલ્હીમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.નવા સીમાંકનમાં વોર્ડની સંખ્યા ઘટીએકીકરણ બાદ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરà«
દિલ્હીમાં સેમી ફાયનલ  કોર્પોરેશનની 250 બેઠકો પર યોજાશે ચૂંટણી
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (Delhi Municipal Corporation)ની ચૂંટણી (Election)ની તારીખ જાહેર કરવામાં આવી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી 4 ડિસેમ્બરે યોજાશે, જ્યારે મતગણતરી 7 ડિસેમ્બરે થશે. ચૂંટણી પંચ દ્વારા શુક્રવારે આ જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ દિલ્હીમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
નવા સીમાંકનમાં વોર્ડની સંખ્યા ઘટી
એકીકરણ બાદ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 250 વોર્ડમાં ચૂંટણી યોજાશે. અગાઉ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું હતું અને કુલ 272 વોર્ડ હતા. જો કે, નવા સીમાંકનમાં વોર્ડની સંખ્યા 272 થી ઘટાડીને 250 કરવામાં આવી છે.
શું કહ્યું દિલ્હીના ચૂંટણી કમિશનરે
તારીખોની જાહેરાત કરતા, દિલ્હીના ચૂંટણી કમિશનર વિજય દેવે કહ્યું કે 250 વોર્ડમાં 2011ની વસ્તી ગણતરી મુજબ, 42 બેઠકો SC માટે અનામત રાખવામાં આવી છે, જ્યારે 21 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. મહિલાઓ માટે અલગથી 104 બેઠકો અનામત રાખવામાં આવી છે. કુલ 13665 મતદાન મથકો હશે. ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે.

7 નવેમ્બરે જાહેરનામું બહાર પડશે
 68 વિધાનસભા ક્ષેત્રોમાં MCDના 250 વોર્ડમાં ચૂંટણી યોજાશે. 7 નવેમ્બરે ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે. નામાંકન માટેની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે. 16 નવેમ્બરે નામાંકનની ચકાસણી થશે. ઉમેદવારો 19 નવેમ્બર સુધી તેમના નામ પાછા ખેંચી શકશે. દિલ્હીની સેમિફાઇનલ તરીકે ઓળખાતી MCD ચૂંટણી માટે મતદાન 4 ડિસેમ્બરે થશે. 7 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.

42 બેઠકો એસએસી માટે અનામત
દિલ્હી ચૂંટણી કમિશનરે કહ્યું કે કુલ 250 સીટોમાંથી 42 સીટો એસસી માટે આરક્ષિત છે. જેમાંથી 21 બેઠકો એસસી સમુદાયની મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. અન્ય પૈકી 104 બેઠકો મહિલાઓ માટે અનામત છે. આ રીતે મહિલાઓ માટે 50 ટકા બેઠકો અનામત રાખવામાં આવી છે. MCD ચૂંટણીમાં 1.46 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાંથી 213 મતદારો 100 વર્ષથી વધુ ઉંમરના છે. કુલ 13 હજાર 665 મતદાન મથકો બનાવવામાં આવશે.
આદર્શ આચાર સંહિતાનો અમલ શરુ
દિલ્હી ચૂંટણી કમિશનરે કહ્યું કે તારીખોની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર પ્રતિબંધ રહેશે. 68 જગ્યાએ નામાંકન થશે. ચૂંટણીમાં ઉમેદવારો માટે ખર્ચ મર્યાદા અગાઉ 5.57 લાખ હતી જે વધારીને 8 લાખ કરવામાં આવી છે. વિજય દેવે જણાવ્યું હતું કે કોર્પોરેશનની ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શક બનાવવા તેમની પ્રાથમિકતા છે અને આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 
Advertisement
Tags :
Advertisement

.