Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે, મોડી સાંજ સુધીમાં જાહેર થશે પરિણામ

દેશના નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે શનિવારે એટલે કે આજે મતદાન થશે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર જગદીપ ધનખડ અને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર માર્ગારેટ અલ્વા છે. આંકડાની દૃષ્ટિએ ધનખડની જીત નિશ્ચિત લાગી રહી છે. આજે મતદાન અને ચૂંટણીના પરિણામો પણ આજે જ આવશે. સંસદ ભવનમાં સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. ત્યારબાદ તુરંત જ મતગણતરી શરૂ કરવામાં આવશે. મોડી સાંજ સુધીમાં પરિણàª
આજે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે  મોડી સાંજ સુધીમાં જાહેર થશે પરિણામ
દેશના નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે શનિવારે એટલે કે આજે મતદાન થશે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર જગદીપ ધનખડ અને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર માર્ગારેટ અલ્વા છે. આંકડાની દૃષ્ટિએ ધનખડની જીત નિશ્ચિત લાગી રહી છે. આજે મતદાન અને ચૂંટણીના પરિણામો પણ આજે જ આવશે. સંસદ ભવનમાં સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. ત્યારબાદ તુરંત જ મતગણતરી શરૂ કરવામાં આવશે. મોડી સાંજ સુધીમાં પરિણામ જાહેર થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર NDA અને અનેક પ્રાદેશિક પક્ષોના સમર્થનને કારણે ધનખડને લગભગ 515 વોટ મળવાની ધારણા છે. વળી, અલ્વાને અત્યાર સુધી મળેલા પક્ષોના સમર્થનને ધ્યાનમાં લેતા, અનુમાન છે કે તેઓ 200 ની નજીક મત મેળવી શકે છે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 11 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે. NDAએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને તેમના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે વિપક્ષે કોંગ્રેસના નેતા માર્ગારેટ અલ્વાને તેમના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. આપને જણાવી દઇએ કે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર લોકસભા અને રાજ્યસભાના સાંસદો જ મતદાન કરે છે. આ ચૂંટણીમાં નામાંકિત સભ્યો પણ ભાગ લે છે. એટલે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ 788 વોટ પડી શકે છે. જેમાં લોકસભાના 543 અને રાજ્યસભાના 243 સભ્યો મતદાન કરે છે. રાજ્યસભાના સભ્યોમાં 12 નામાંકિત સાંસદો છે.
Advertisement

રાજકીય સમીકરણ મુજબ NDAના ઉમેદવાર જગદીપ ધનખડ દેશના 14માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય તે લગભગ નિશ્ચિત છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ પોતાના દમ પર જગદીપ ધનખડને જીતાડવાની સ્થિતિમાં હતું. લોકસભામાં ભાજપના 303 અને રાજ્યસભામાં 91 સભ્યો છે. આ સંખ્યા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે પૂરતી છે. દરમિયાન રાષ્ટ્રપતિની ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ ભાજપ, વાયએસઆર કોંગ્રેસ, બસપા અને ટીડીપીએ એનડીએના ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. બંને ગૃહોમાં આ પક્ષોની સંખ્યા 67 છે. આ સિવાય શિવસેનાના ઓછામાં ઓછા 13 સભ્યો લોકસભામાં બિજેપીની સાથે છે. તે મુજબ એનડીએના ઉમેદવાર ધનખડને 65 ટકાથી વધુ મત મળવાની શક્યતા છે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને વિરોધ પક્ષોમાં પણ મતભેદો સામે આવ્યા છે, કારણ કે તૃણમૂલ કોંગ્રેસ મતદાન પ્રક્રિયાથી દૂર રહેશે. મહત્વનું છે કે, 80 વર્ષીય અલ્વા રાજસ્થાનના રાજ્યપાલ તરીકે રહી ચૂક્યા છે. 71 વર્ષીય ધનખડ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. સંસદ ભવનમાં સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. આ પછી તુરંત જ મતગણતરી થશે. મોડી સાંજ સુધીમાં નવા ઉપરાષ્ટ્રપતિના નામની જાહેરાત કરવામાં આવશે. નવા ઉપરાષ્ટ્રપતિ 11 ઓગસ્ટે શપથ લેશે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીના ઈલેક્ટોરલ કોલેજમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો સામેલ છે. નામાંકિત સભ્યો પણ મતદાન કરવા પાત્ર છે. સંસદની વર્તમાન સંખ્યા 788 છે, જેમાંથી ભાજપ પાસે 394 સાંસદ છે.
Tags :
Advertisement

.