Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકરભાઇ ચૌધરીની વરણી

ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)ના અધ્યક્ષ (Speaker) તરીકે શંકરભાઇ ચૌધરી અને ઉપાધ્યક્ષ (Dy.Speaker) તરીકે જેઠાભાઇ ભરવાડની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ રજૂ કર્યો પ્રસ્તાવ વિધાનસભાના એક દિવસના સત્રમાં મંગળવારે શંકરભાઇ ચૌધરીના અધ્યક્ષ તરીકેનો પ્રસ્તાવ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રજૂ કર્યો હતો જેને મંત્રી ઋષિકેશ પટેલે ટેકો આપ્યો હતો. ત્યારબાદ આ પ્રસ્તાવને સર્વાનુમતે સ્વીકાà
05:57 AM Dec 20, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)ના અધ્યક્ષ (Speaker) તરીકે શંકરભાઇ ચૌધરી અને ઉપાધ્યક્ષ (Dy.Speaker) તરીકે જેઠાભાઇ ભરવાડની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. 

મુખ્યમંત્રીએ રજૂ કર્યો પ્રસ્તાવ 
વિધાનસભાના એક દિવસના સત્રમાં મંગળવારે શંકરભાઇ ચૌધરીના અધ્યક્ષ તરીકેનો પ્રસ્તાવ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રજૂ કર્યો હતો જેને મંત્રી ઋષિકેશ પટેલે ટેકો આપ્યો હતો. ત્યારબાદ આ પ્રસ્તાવને સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો હતો અને શંકરભાઇ ચૌધરીને અધ્યક્ષ તરીકે વરણી કરાઇ હતી. 

ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઇ ભરવાડ
બીજી તરફ વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઇ ભરવાડની વરણી કરાઇ હતી. નાણાં મંત્રી કનુ દેસાઇએ તેમના નામનો પ્રસ્તાવ મુક્યા બાદ ગૃહમાં સર્વાનુમતે ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઇ ભરવાડની વરણી કરાઇ હતી. 
જવાબદારી નિભાવીશ
વિધાનસભા અધ્યક્ષ તરીકે વરણી થયા બાદ  શંકરભાઇ ચૌધરીએ ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે જે જવાબદારી મળી છે તેને પુરી રીતે નિભાવવાનો પ્રયાસ કરીશ. વિધાનસભામાં પક્ષ અપક્ષ તમામ સાથીઓને સાથે લઈને ચાલવાનો પ્રયાસ કરીશ અને વિધાનસભામાં નવી ટેકનોલોજી વધુમાં વધુ ઉપયોગમાં લાવવાની કામગીરી કરીશ.
કોંગ્રેસે કહ્યું, અમને ના પુછ્યું તેનું દુ:ખ 
ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારે ગૃહમાં કહ્યું કે સભ્યોને પ્રશ્નો રજુ કરવાનું આ પ્લેટફોર્મ છે. દરેક સભ્ય પોતાની રીતે પ્રજા હિતની વાતો કરે છે. એક સમયે અમુલનુ નામ હતું આપે બનાસનું નામ ગાજતું કર્યુ છે. તેમણે કહ્યું કે અમે 17 છીએ પણ  અમારુ મનોબળ તુટયુ નથી. તેમણે કહ્યું કે દુ:ખ સાથે કહેવુ પડે છે કે અધ્યક્ષની વરણી માટે વિપક્ષને અચુક પુછવામાં આવે છે પણ બહુમતી એટલી બધી છે કે પરંપરા મુજબ કર્ટસી ખાતર પણ વિપક્ષને પુછ્યુ નથી એનુ દુ:ખ છે. તેમણે કહ્યું કે અમે અધ્યક્ષ તરીકે આપને ટેકો આપીએ છીએ, સામે મોટાભાઇ છે.. આ બાજુ ( કોંગ્રેસ) નાના ભાઇ છે અને અમને ન્યાય મળે એવી અપેક્ષા છે. 

 જો વિપક્ષના નેતા બન્યા હોત તો ચર્ચા કરી શક્યા હોત
બીજી તરફ ભાજપના જીતુ વાઘાણીએ પણ શૈલેશ પરમારને વળતો જવાબ આપ્યો કે મુખ્યમંત્રીને જે મેંડેટ મળ્યું છે ત્યારે તે સ્વીકારીએ. તમે વિપક્ષના નેતા બનાવી શક્યા નથી. જો વિપક્ષના નેતા બન્યા હોત તો ચર્ચા કરી શક્યા હોત
અધ્યક્ષને કૃષ્ણ સાથે સરખાવ્યા
 કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષને કૃષ્ણ સાથે સરખાવ્યા હતા. તેમણે કહ્યું કે સામે 100 છે અમે પાંચ છીએ. ભગવાન કૃષ્ણની જેમ તમારી દ્રષ્ટિ અમારા પર રાખજો. તેમણે વિધાનસભા ગૃહની કાર્યવાહી લાઈવ કરવા માગણી કરી હતી. 
આ પણ વાંચો--આ 3 ધારાસભ્યોએ કહ્યું કે 'અમે ભાજપને સમર્થન આપીશું'

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Dy.SpeakerGujaratAssemblyGujaratFirstJhethaBharwadShankarChaudharySpeaker
Next Article