Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચૂંટણીપંચે હેમંત સોરેનને ધારાસભ્ય પદે અયોગ્ય ઠેરવ્યા, CMની ખુરશી પર સંકટ

ઝારખંડના (Jharkhand) મુખ્યમંત્રી હેમંત સોરેનની (Hemant Soren) ખુરશી પર સંકટ ઘેરાયું છે. ખનન લીઝ મામલે ચૂંટણી પંચની તપાસ બાદ પોતાનો રિપોર્ટ ઝારખંડના રાજ્યપાલને મોકલી દેવામાં આવ્યો છે. તેમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના ધારાસભ્ય પદને અયોગ્ય ઠેરવવામાં આવ્યું છે. એટલે કે તેમનું ધારાસભ્યપદ રદ્દ કરવાની ભલામણ કરવામાં આવી છે. હવે આગળનો નિર્ણય રાજ્યપાલે કરવાનો છે. જોકે ચૂંટણીપંચની ભલામણમાં àª
ચૂંટણીપંચે હેમંત સોરેનને ધારાસભ્ય પદે અયોગ્ય ઠેરવ્યા  cmની ખુરશી પર સંકટ
ઝારખંડના (Jharkhand) મુખ્યમંત્રી હેમંત સોરેનની (Hemant Soren) ખુરશી પર સંકટ ઘેરાયું છે. ખનન લીઝ મામલે ચૂંટણી પંચની તપાસ બાદ પોતાનો રિપોર્ટ ઝારખંડના રાજ્યપાલને મોકલી દેવામાં આવ્યો છે. તેમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના ધારાસભ્ય પદને અયોગ્ય ઠેરવવામાં આવ્યું છે. એટલે કે તેમનું ધારાસભ્યપદ રદ્દ કરવાની ભલામણ કરવામાં આવી છે. હવે આગળનો નિર્ણય રાજ્યપાલે કરવાનો છે. જોકે ચૂંટણીપંચની ભલામણમાં હેમંત માટે એક રાહતની વાત છે કે, જેના થકી તેઓ થોડા સમય બાદ ગૃહના નેતા બની શકે છે.
સુત્રો પ્રમાણે ચૂંટણીપંચે હેમંત સોરેનને (Hemant Soren) લઈને એક દિવસ પહેલા જ ઝારખંડના રાજ્યપાલને પોતાનું સુચન મોકલ્યું છે જેમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને ચૂંટણી લડવા પર રોક નહી લગાવાય પરંતુ ચૂંટણીપંચે મુખ્યમંત્રી હેમંત સોરેનને ધારાસભ્ય પદેથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. એટલે કે ધારાસભ્ય પદ રદ્દ કરવાની ભલામણ પર રાજ્યપાલની મંજુરી લાગે તો JMMની સરકાર પડી જશે. એવામાં પાર્ટીના ગૃહના નવા નેતાની ચૂંટણી કરવી પડશે. પરંતુ ચૂંટણી લડવા પર રોક નહી લાગવાના કારણે સોરેન રાજીનામું આપીને ફરી ધારાસભ્યની ચૂંટણી લડી શકે છે. શક્ય છે કે, JMM થોડાં સમય માટે મુખ્યમંત્રીના પદને લઈને વૈકલ્પિક વ્યવસ્થા કરી શકે છે. બાદમાં હેમંત સોરેન ચૂંટણી જીતે એટલે તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે.
માનવામાં આવી રહ્યું છે કે, ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસ હેમંત સોરેનને ધારાસભ્ય પદ પરથી અયોગ્ય ઠેરવવા માટે નિર્ણય કરી શકે છે. આ વચ્ચે હેમંત સોરેને રાંચીમાં મુખ્યમંત્રી આવાસ પર UPAના તમામ ધારાસભ્યોની સાછે બેઠકની અધ્યક્ષતા કરી.
આ છે કારણ
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને (Hemant Soren) ધારાસભ્ય પદ પરથી અયોગ્ય ઠેરવ્યા બાદ રાજ્યની રાજનીતિનો પારો ઉંચે ગયો છે. રાજ્યપાલના આ નિર્ણય બાદ ભાજપે રાજ્યમાં વચગાળાની ચૂંટણીનું આહ્વાન કર્યું છે તો બીજી બાજુ હેમંત સોરેને પોતાની પાર્ટીના સભ્યો અને સહયોગી દળો સાથે મળીને આગળની રણનીતિ તૈયાર કરી રહ્યાં છે. આ મામલો મુખ્યમંત્રી હેમંત સોરેન દ્વારા પોતાને લીઝ પર ખનન પટ્ટો આપવા સાથે જોડાયેલો છે અને ચૂંટણીપંચે આ મામલાને લઈને તપાસ કરી હતી. બંધારણના અનુચ્છેદ 192 હેઠળ કોઈ ધારાસભ્યને અયોગ્ય ઠેરવવા મામલે રાજ્યપાલ અંતિમ નિર્ણય લે છે.
Advertisement
Tags :
Advertisement

.