એકનાથ શિંદે બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, રાજકીય વળાંક
મહારાષ્ટ્રની રાજનીતિમાં અણધાર્યો વળાંક આવ્યો છે. આ પહેલાં ગુજરાત ફર્સ્ટે આ અંગે અહેવાલો આપ્યાં હતાં. આજે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા બાદ એકનાથ શિંદે અને ભાજપના દેવેન્દ્ર ફડણવીસે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. જેમાં આ જાહેરાત કરતાં હવે મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક આવ્યો છે. એકનાથ શિંદે અને ભાજપના પૂર્વ સી.એમ દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સ સંબધી હતી. જેમàª
11:50 AM Jun 30, 2022 IST
|
Vipul Pandya
મહારાષ્ટ્રની રાજનીતિમાં અણધાર્યો વળાંક આવ્યો છે. આ પહેલાં ગુજરાત ફર્સ્ટે આ અંગે અહેવાલો આપ્યાં હતાં. આજે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા બાદ એકનાથ શિંદે અને ભાજપના દેવેન્દ્ર ફડણવીસે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. જેમાં આ જાહેરાત કરતાં હવે મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક આવ્યો છે. એકનાથ શિંદે અને ભાજપના પૂર્વ સી.એમ દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સ સંબધી હતી. જેમાં ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રની આ અગાઉની મહાવિકાસ અઘાડી સરકારમાં ભયંકર ભષ્ટાચાર હતો. ફડણવીસે મહારાષ્ટ્રમાં થયેલા રાજકીય બળવા અને અસંતોષ મુદ્દે પણ ખુલાસા કર્યા હતાં. તેમણે કહ્યું કે ત્રણ પૈડાં વાળી સરકાર બની ત્યારથી જ તે ખૂબ જ વિવાદિત હતી. સાથે જ આ સરકારમાં મોટાં પાયે ભયંકર ભ્રષ્ટાાચાર મુદ્દે પણ ખુલાસો કર્યો હતો.
ભાજપ નવી સરકારને સમર્થન આપશે
તેમણે કહ્યું કે બાળાસાહેબ હંમેશા દાઉદની વિરોધ કર્યો પણ અગાઉની અધાડી સરકારમાં બે મંત્રીઓના કનેક્શન દાઉદ સાથે જોડાયેલાં હતાં તેમને દૂર કરવાની સતત માગ હતી પણ સરકારે કશું જ કર્યુ ન હતું સાથે જ ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપ સત્તાથી દૂર રહેશે. સાથે જ નવી સરકારને સમર્થન આપશે. સરકારને લઈને શિવસેનાના ધારાસભ્યોમાં રોષ જોવા મળ્યો હતો. તેઓએ વિચાર્યું કે હવે પછી મત કેવી રીતે માંગવો. જેઓ તેમના વિસ્તારમાં હારી ગયા તેમને પૈસા મળતા હતા. આ કારણે એકનાથ શિંદેજીના નેતૃત્વમાં ધારાસભ્યોએ આ ગઠબંધન તોડવાની માંગ કરી હતી. માનનીય ઉદ્ધવજીએ હિન્દુત્વનો ત્યાગ કર્યો છે. ચૂંટણી બાદ ભાજપ સૌથી મોટી પાર્ટી હતી. ભાજપ-શિવસેના ગઠબંધન કરીને ચૂંટણી લડ્યા હતા, પરંતુ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી હતી. આ સમય દરમિયાન શિવસેનાએ બાળાસાહેબ ઠાકરેના વિચારો પણ પણ કોરાણે મૂક્યા હતા.
એકનાથ શિંદે બનશે મહારાષ્ટ્રના નવાં મુખ્યમંત્રી
મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો અણધાર્યો વળાંક આવ્યો છે. રાજ્યમાં હવે ભાજપના ફડણવીસ નહીં પરંતુ શિવસેનાના જ બાગી નેતા એકનાથ શિંદે જ સીએમ પદ ગ્રહણ કરશે. તેમનો શપથગ્રહણ સમારોહ પણ આજે જ સાંજે 7.30 વાગ્યે રાજભવન ખાતે યોજાશે. એકનાથ શિંદે સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ મુદ્દે ફડણવીસે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી ત્યારે રાજકીય વિશ્લેશકો પણ ચોંકી ગયા હતા.
Next Article