જહાંગીરપુરી હિંસાના મુખ્ય આરોપી અંસાર સહિત પાંચના આઠ દિવસના રિમાન્ડ મંજૂર
દિલ્હીની રોહિણી કોર્ટે જહાંગીરપુરી હિંસા કેસના પાંચ મુખ્ય આરોપીઓને આઠ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. સાથે અન્ય ચાર આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. પાંચ આરોપીઓ અંસાર, સલીમ, દિલશાદ, સોનુ અને અહીર વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) લાગુ કરવામાં આવ્યો છે. શનિવારે તમામ નવ આરોપીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોહિણી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.પોલ
દિલ્હીની રોહિણી કોર્ટે જહાંગીરપુરી હિંસા કેસના પાંચ મુખ્ય આરોપીઓને આઠ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. સાથે અન્ય ચાર આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. પાંચ આરોપીઓ અંસાર, સલીમ, દિલશાદ, સોનુ અને અહીર વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) લાગુ કરવામાં આવ્યો છે. શનિવારે તમામ નવ આરોપીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોહિણી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
પોલીસે કહ્યું- પૂછપરછ માટે વધુ સમયની જરૂર છે
રોહિણી કોર્ટમાં વર્ચ્યુઅલ હાજરી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આ કેસ ખૂબ જ સંવેદનશીલ છે અને ષડયંત્રમાં સામેલ બાકીના આરોપીઓને શોધવા માટે વધુ તપાસ થવી જોઈએ. ક્રાઈબ બ્રાન્ચે કોર્ટને એમ પણ જણાવ્યું કે આરોપીને તપાસ દરમિયાન પશ્ચિમ બંગાળ અને અન્ય શહેરોમાં લઈ જવાની જરૂર પડી શકે છે. તેથી તેને પૂછપરછ માટે સમય આપવામાં આવે. પોલીસે તપાસ સંબંધિત અન્ય દલીલોને ટાંકીને આ આરોપીઓના 8 દિવસના પોલીસ રિમાન્ડની કોર્ટ સમક્ષ માંગણી કરી હતી.
NSA હેઠળ ધરપકડ
ઉત્તર પશ્ચિમ દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતી શોભાયાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે થયેલી અથડામણમાં નવ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં એક પોલીસકર્મી પણ સામેલ છે. પોલીસની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે NSA હેઠળ ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓ અન્સાર, સલીમ ચિકના, ઇમામ શેખ ઉર્ફે સોનુ ચિકના, દિલશાદ અને આહીરને 8 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
શોભાયાત્રામાં અથડામણ
જહાંગીરપુરી હિંસાના મુખ્ય આરોપી અંસારની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. કેટલીક તસવીરોમાં અંસારના હાથમાં નોટોનું બંડલ છે, જ્યારે કેટલીક તસવીરોમાં તેણે સોનાની ચેન અને હાથમાં સોનાની વીંટી પહેરેલી છે. બે જૂથો વચ્ચે અથડામણ થયા બાદ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. શોભાયાત્રામાં તલવારો અને હથિયારો પણ લહેરાવવામાં આવ્યા હતા. આ મામલામાં દિલ્હી પોલીસ કમિશનર અસ્થાનાએ 21 એપ્રિલના રોજ EDને પત્ર લખીને હિંસા પાછળના નાણાકીય એંગલની તપાસની માંગ કરી છે.
Advertisement