Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઈદનો ચાંદ દેખાયો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પાઠવી ઈદની શુભકામના

દિલ્હી સહિત દેશભરમાં ચાંદ દેખાતા મુસ્લિમ સમુદાયના લોકો ઈદનો તહેવાર મનાવી રહ્યા છે. પવિત્ર રમઝાન માસનો આજે છેલ્લો દિવસ છે. દેશના તમામ નેતાઓ આ દિવસે દેશવાસીઓને ઈદની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓએ ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા છે.javascript:nicTemp(); વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, ઈદ-ઉલ-ફિત્રની હાà
04:43 PM May 02, 2022 IST | Vipul Pandya

દિલ્હી
સહિત દેશભરમાં ચાંદ દેખાતા મુસ્લિમ સમુદાયના લોકો ઈદનો તહેવાર મનાવી રહ્યા છે.
પવિત્ર રમઝાન માસનો આજે છેલ્લો દિવસ છે. દેશના તમામ નેતાઓ આ દિવસે દેશવાસીઓને ઈદની
શુભકામનાઓ પાઠવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ
રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓએ ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા છે.

javascript:nicTemp();

વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે
,
ઈદ-ઉલ-ફિત્રની હાર્દિક શુભકામનાઓ. આ શુભ અવસર આપણા સમાજમાં એકતા અને ભાઈચારાની
ભાવનાને આગળ વધારશે. હું તમામ દેશવાસીઓના સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે
પ્રાર્થના કરું છું.
તો
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે ઈદ મુબારક! આ પવિત્ર તહેવાર
પ્રેમની ભાવનાને પ્રેરિત કરે અને આપણને સૌને ભાઈચારા અને સંવાદિતાના બંધનમાં બાંધે.
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ટ્વિટ કરીને કહ્યું કે દેશવાસીઓને ઈદની શુભકામનાઓ
, હું પ્રાર્થના કરું છું કે
આ તહેવાર દેશવાસીઓમાં કરુણા અને માનવતાની ભાવનાને આગળ લઈ જાય.

javascript:nicTemp();

ફતેહપુરી
મસ્જિદના શાહી ઈમામ મૌલાના મુફ્તી મુકરમ અહેમદે જણાવ્યું કે ઈદનો તહેવાર
3 મે મંગળવારે મનાવવામાં આવશે.
તેમણે કહ્યું કે સોમવારે
30મો ઉપવાસ
હશે અને મંગળવાર શવવાલનો પહેલો હશે. શવ્વાલ મહિનાના પહેલા દિવસે ઈદ છે.જામા
મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ કહ્યું
, ઈદ 3 મે
મંગળવારના રોજ થશે. 
તમને
જણાવી દઈએ કે અત્યારે દેશના મુસ્લિમ સમુદાયના ઈસ્લામિક કેલેન્ડરનો પવિત્ર નવમો
મહિનો
'રમઝાન' ચાલી રહ્યો છે. જેમાં આ
સમુદાયના લોકો ઉપવાસ રાખે છે. રમઝાન મહિનામાં
ઉપવાસ કરનારા લોકો સવારે
સૂર્યોદય થાય તે પહેલાં સૂર્યાસ્ત થાય ત્યાં સુધી કંઈપણ ખાતા કે પીતા નથી. આ મહિનો
ઈદનો ચાંદ જોવા સાથે પૂરો થાય છે. તમને જણાવી દઈએ કે ઈસ્લામિક કેલેન્ડરમાં મહિનો
29 કે 30 દિવસનો હોય છે. જે ચંદ્રના આધારે નક્કી કરવામાં આવે છે. 

javascript:nicTemp();

Tags :
EIDEidmoonEidulFitrGujaratFirstPMModirahulgandhi
Next Article