ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઘરની દીવાલો પરનો ભેજ અને પોપડીઓ ઉખડતી અટકાવવાની કારગર Tips

ચોમાસાની ઋતુમાં વધુ પડતા ભેજના કારણે ઘરની દીવાલોને ઘણી વખત મોટું નુક્સાન પણ પહોંચતું હોય છે. આવી સ્થિતિમાં ઘરની દીવાલોની ખાસ કાળજી લેવી જરૂરી છે. ભેજમાં વધારો થવાના કારણે દીવાલો પર ફૂગના ડાઘાં પડવા લાગે છે, જે સાફ કરવા છતાં ઘણી વખત નથી સાફ થતા અને દીવાલોને નુક્સાન પહોંચાડે છે. તેમજ ઘરમાં વધુ પડતા ભેજના કારણા દીવાલો પણ ફૂલી જાય છે અને ઘરમાં વિચિત્ર પ્રકારની ગંધ ફેલાવા લાગે છે. જો આ
03:41 PM Aug 24, 2022 IST | Vipul Pandya
ચોમાસાની ઋતુમાં વધુ પડતા ભેજના કારણે ઘરની દીવાલોને ઘણી વખત મોટું નુક્સાન પણ પહોંચતું હોય છે. આવી સ્થિતિમાં ઘરની દીવાલોની ખાસ કાળજી લેવી જરૂરી છે. ભેજમાં વધારો થવાના કારણે દીવાલો પર ફૂગના ડાઘાં પડવા લાગે છે, જે સાફ કરવા છતાં ઘણી વખત નથી સાફ થતા અને દીવાલોને નુક્સાન પહોંચાડે છે. તેમજ ઘરમાં વધુ પડતા ભેજના કારણા દીવાલો પણ ફૂલી જાય છે અને ઘરમાં વિચિત્ર પ્રકારની ગંધ ફેલાવા લાગે છે. 
જો આ ભેજની સમયસર કાળજી લેવામાં ન આવે તો, ઘરની દીવાલોને ખૂબ જ મોટું નુક્સાન પહોંચવા લાગે છે. ત્યારે ચાલો આપને જણાવીએ આ ભેજ અને ભેજથી થતા નુક્સાનથી બચવા શું કરવું જોઈએ? 
સૌ પ્રથમ તો ઘરમાં હવાનું વેન્ટિલેશન હોવું ખૂબ જ જરૂરી છે. પૂરતી હવા ઉજાસ રહેશે તો ઘરમાં આવતી ભેજની દુર્ગંધ પણ ઓછી કરી શકાશે. ચોમાસામાં જો ઘરમાં પૂરતું વેન્ટિલેશન ન હોય તો દીવાલો પર ભેજ રહી શકે છે અને દિવાલોને નુકસાન પણ થઈ શકે છે. 
ખાસ કરીને રસોડામાં કે બાથરૂમમાં વેન્ટિલેશનનું પૂરતું ધ્યાન રાખો.
સમયાંતરે ઘરમાં નળ કે પાઈપ વગેરે તપાસતા રહો. જ્યાં નળની પાઈપ હોય કે પાઈપ કનેક્શન હોય ત્યાંથી પાણીનું લીકેજ થવું શક્ય છે. અને આવી સ્થિતિમાં પાણીના લીકેજને કારણે દિવાલમાં ભેજ થઈ શકે છે. એટલું જ નહીં દીવાલ પર ફૂગના ડાઘાં પણ છોડી શકે છે. આવી સ્થિતિમાં પ્લમ્બરને બોલાવી નિયમિત નળ અને પાઈપલાઈનની તપાસ કરાવતા રહો.
ચોમાસામાં દિવાલોને સુરક્ષિત રાખવા માટે દિવાલોને વૉટર પ્રૂફ કેમિકલ અથવા પેઇન્ટનો ઉપયોગ કરી શકો છો.
  • તડકો આવતો હોય ત્યારે ઘરના બારી-બારણાં ખુલ્લા રાખો અને સૂર્યના આકરા કિરણોને ઘરમાં આવવા દો..
  • ઘરના પંખાને પણ સમયાંતર અનુસાર ચાલુ રાખો.
  • ચોમાસા પહેલાં દિવાલ અથવા ફ્લોર પર વૉટરપ્રૂફ પુટ્ટી પણ કરાવી શકો છો.
  • ઘરની દિવાલો ભીના કપડાંથી સાફ કરવાની કે પોતું કરવાની જગ્યાએ ડસ્ટિંગ કરો, અથવા કોરા કપડાંથી લુંછવાનું રાખો. જેથી વધુ ભેજ ન લાગે.
Tags :
GujaratFirstHomeCareMonsoonRainTips
Next Article