Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઇડીઆઇઆઈએ ઉદ્યોગસાહસિકતા પર 15મી દ્વિવાર્ષિક કોન્ફરન્સનું આયોજન કર્યું

આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા(EDII)ની15મી દ્વિવાર્ષિક કોન્ફરન્સ બુધવારે સંસ્થાના કેમ્પસમાં શરૂ થઈ હતી. ઉદ્યોગસાહસિકતા પર આયોજિત આ ત્રણ-દિવસીય કોન્ફરન્સ 24 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે. કોન્ફરન્સ ઉદ્યોગસાહસિકતાના વિકાસના વિવિધ ક્ષેત્રોમાં સંશોધકો, શિક્ષાવિદો અને પ્રેક્ટિશનર્સ માટે તેમના સંશોધન અભ્યાસો અને તારણો એકબીજા સાથે વહેંચવા મંચ પ્રદાન કરે છે. આ કોà
ઇડીઆઇઆઈએ ઉદ્યોગસાહસિકતા પર 15મી દ્વિવાર્ષિક કોન્ફરન્સનું આયોજન કર્યું
આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા(EDII)ની15મી દ્વિવાર્ષિક કોન્ફરન્સ બુધવારે સંસ્થાના કેમ્પસમાં શરૂ થઈ હતી. ઉદ્યોગસાહસિકતા પર આયોજિત આ ત્રણ-દિવસીય કોન્ફરન્સ 24 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે. કોન્ફરન્સ ઉદ્યોગસાહસિકતાના વિકાસના વિવિધ ક્ષેત્રોમાં સંશોધકો, શિક્ષાવિદો અને પ્રેક્ટિશનર્સ માટે તેમના સંશોધન અભ્યાસો અને તારણો એકબીજા સાથે વહેંચવા મંચ પ્રદાન કરે છે. 
આ કોન્ફરન્સ દરમિયાન10થી વધારે દેશોના વિદ્વાનોએ સામાજિક,પર્યાવરણને અનુકૂળ મહિલા,કૃષિ,ડિજિટલ, એમએસએમઇ અને સર્વસમાવેશક ઉદ્યોગસાહસિકતા જેવા વિષયો પર125થી વધારે પેપર અને અભ્યાસો પ્રસ્તુત કર્યા હતા.આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ(ISB), હૈદરાબાદના આંતરપ્રિન્યોરશિપ(Practice)ના પ્રોફેસર ડો. કવિલ રામચંદ્રને કર્યું હતું. આ પ્રસંગે પ્રોફેસર ડો. ગેબ્રિયલ દવોમોહ, પ્રો-વાઇસ ચાન્સેલર, કુમાસી ટેકનિકલ યુનિવર્સિટી,ઘાનાડો.અજિત કે મોહન્તી, એમિરટસ ફેલો, ઉત્કલ યુનિવર્સિટી, ભુવનેશ્વર; મહિન્દ્રા યુનિવર્સિટી, હૈદરાબાદની સ્કૂલ ઓફ મેનેજમેન્ટના આંતરપ્રિન્યોરશિપના ડીન અને પ્રોફેસર, ડો. રામક્રિષ્ના વેલામુરી અને ઇડીઆઇઆઈના ડિરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લા ઉપસ્થિત હતાં. 
સમગ્ર દેશમાં ઉદ્યોગસાહસિકતા માટે વાતાવરણ સાનુકૂળ છે
ડો.કવિલ રામચંદ્રને કહ્યું હતું કે,ઉદ્યોગસાહસિકતા અત્યારે સંશોધન અને નીતિનિર્માણનું હાર્દ છે. ઉદ્યોગસાહસિકતાનો વિચાર દુનિયાભરમાં લોકો વચ્ચે વધુને વધુ સ્વીકાર્યતા મેળવી રહ્યો છે. અત્યારે સમગ્ર દેશમાં ઉદ્યોગસાહસિકતા માટે વાતાવરણ સાનુકૂળ છે. વ્યવસાયની સફળતાનો આધાર ઉપલબ્ધ સંસાધનો પર છે, જેમાં માલિકોની ક્ષમતા અને લાયકાત તથા વ્યવસાયમાં સંકળાયેલા અન્ય લોકો પણ સામેલ છે. પારિવારિક વ્યવસાય એક એવું ક્ષેત્ર છે.જેનું સંચાલન એક પછી એક પેઢી સફળતાપૂર્વક કરે એ માટે ગતિશીલતા જાળવવા વધારે સંશોધનની જરૂર છે.
ઉદ્યોગસાહસિકતામાં સંશોધન માટે ત્રણ પરિબળો ચાવીરૂપ છે 
આ કોન્ફરન્સને સંબોધન કરતાં ડો. સુનિલ શુક્લાએ કહ્યું હતું કે, આ દ્વિવાર્ષિક કોન્ફરન્સ ઉદ્યોગસાહસિકતાના વિવિધ ક્ષેત્રોમાં વિચારોનું આદાનપ્રદાન કરવા અને કિંમતી પ્રતિભાવ આપવા દુનિયાભરના સંશોધકો અને એજ્યુકેટર્સ માટે એક મંચ તરીકે જળવાઈ રહેશે. ઉદ્યોગસાહસિકતામાં સંશોધન માટે ત્રણ પરિબળો ચાવીરૂપ છે સમાધાનોની ઓળખ કરવી નવી તકો ઝડપવી તથા ઇનોવેશન કરવું.કોન્ફરન્સમાં રજૂ થયેલા સંશોધનના તારણો અને પેપર્સમાં ઉદ્યોગસાહસિકતામાં નવા પરિપ્રેક્ષ્ય અને વિકસતાં પ્રવાહો વિશે જાણકારી આપવામાં આવી છે.
ઉદ્યોગસાહસના વિકાસને ઘાનામાં વિકાસ માટે અતિ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે
પ્રોફેસર (ડો.) ગેબ્રિયલ દવોમોહ, પ્રો-વાઇસ ચાન્સેલર, કુમાસી ટેકનિકલ યુનિવર્સિટી, ઘાનાએ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, ઉદ્યોગસાહસિકતા અને ઉદ્યોગસાહસના વિકાસને ઘાનામાં વિકાસ માટે અતિ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. જ્યારે ઘાનામાં ઔપચારિક અને અનૌપચારિક ક્ષેત્રોમાં રોજગારી શોધવી મુશ્કેલ છે, ત્યારે અમે રોજગારદાતાઓ કે ઉદ્યોગસાહસિકો વિકસાવવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ડો. અજિત કે મોહન્તી, એમિરટસ ફેલો, ઉત્કલ યુનિવર્સિટી અને પૂર્વ પ્રોફેસર, ICSSR નેશનલ ફેલો ચીફ એડવાઇઝર, NMRC જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, નવી દિલ્હીએ કહ્યું હતું કે, સામાજિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાની પ્રક્રિયા સમાજના જાણકારી અને સમજણ પ્રત્યે ઝુકાવ વધારી રહી છે અને સકારાત્મક અભિગમ ઊભો કરી રહી છે. આ પ્રકારના સમાજમાં વિકાસની પ્રક્રિયા જોડાણ અને સહકારી પ્રક્રિયાઓ તરફ વધારે ઝુકાવ ધરાવશે, જેમાં ઓછા વિકસિત દેશોમાં તમામ ક્ષેત્રોની સ્થિતિ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.. 
ઉદ્યોગસાહસિકતા સામાજિક સંદર્ભમાં વિકસી રહી છે
મહિન્દ્રા યુનિવર્સિટી, હૈદરાબાદની સ્કૂલ ઓફ મેનેજમેન્ટના આંતરપ્રિન્યોરશિપના ડીન અને પ્રોફેસર, પ્રોફેસર (ડો.) રામક્રિષ્ના વેલામુરીએ કહ્યું હતું કે, ઉદ્યોગસાહસિકતા સામાજિક સંદર્ભમાં વિકસી રહી છે અને સતત હરણફાળ ભરી રહી છે. એટલે જ્યારે આપણે ભારતમાં ઉદ્યોગસાહસિકતાને આગળ વધારવા ઇચ્છીએ છીએ, ત્યારે આ અંગે નિર્ણય લેવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવતાં માતાપિતાઓ, શિક્ષકો, બેંકરો, નીતિનિર્માતાઓ અને અન્ય સમાન હિતધારકોને ઉદ્યોગસાહસિકતાના શિક્ષણ પર જાણકારી આપવી મહત્વપૂર્ણ બની રહેશે. પરિણામે વિવિધ લાભાર્થીઓને રચનાત્મક બનવા અને ઉદ્યોગસાહસિકો બનવા પ્રોત્સાહન મળી શકશે.આ કોન્ફરન્સના ભાગરૂપે, વાઇસ ચાન્સેલર્સ/ડિરેક્ટર્સ કોન્ક્લેવનું આયોજન પણ થયું હતું. તેમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) 2020ના સંદર્ભમાં ઉદ્યોગસાહસિકતાના શિક્ષણના મહત્વ પર પણ ચર્ચા થઈ હતી. આ કોન્ક્લેવમાં સમગ્ર દેશની યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. 
આ કોન્ફરન્સનો અન્ય એક મહત્વપૂર્ણ કાર્યક્રમ હતો ડોક્ટરલ કોલોક્વિયમ. તેમાં સમગ્ર દેશના પીએચડી વિદ્વાનો અને એફપીએમ વિદ્યાર્થીઓને તેમના સંશોધન કાર્ય પર માર્ગદર્શન અને સલાહ આપવામાં આવી હતી. ઇડીઆઇઆઈ વર્ષ 1994થી ઉદ્યોગસાહસિકતા પર દ્વિવાર્ષિક કોન્ફરન્સનું આયોજન કરે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.