Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

EDની ટીમ મુંબઈમાં સંજય રાઉતના ઘરે પહોંચી, સમર્થકો દ્વારા ઘર બહાર ED વિરુદ્ધ સૂત્રોચ્ચાર

આજે વહેલી સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતના ઘરે પહોંચી છે. હાલમાં ટીમ દ્વારા શિવસેના સાંસદ સંજયરાઉતના ઘર બહાર તેમના સમર્થકો અને શિવસેના કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યવાહી વિરુદ્ધ પ્રદર્શન પણકરવામાં આાવી રહ્યું છે.  મળતી માહિતી મુજબ સાંસદ સંજય રાઉતની ધરપકડ થઈ શકે છે. તેને પૂછપરછ માટે ED ઓફિસ લઈ જવામાં આવી શકે છે.સમર્થકોએ તપાસ એજન્સી અને ભા
edની ટીમ મુંબઈમાં સંજય રાઉતના ઘરે પહોંચી  સમર્થકો દ્વારા ઘર બહાર  ed વિરુદ્ધ સૂત્રોચ્ચાર
આજે વહેલી સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતના ઘરે પહોંચી છે. હાલમાં ટીમ દ્વારા શિવસેના સાંસદ સંજયરાઉતના ઘર બહાર તેમના સમર્થકો અને શિવસેના કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યવાહી વિરુદ્ધ પ્રદર્શન પણકરવામાં આાવી રહ્યું છે.  મળતી માહિતી મુજબ સાંસદ સંજય રાઉતની ધરપકડ થઈ શકે છે. તેને પૂછપરછ માટે ED ઓફિસ લઈ જવામાં આવી શકે છે.

સમર્થકોએ તપાસ એજન્સી અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા
હાલમાં સંજય રાઉત સામે  રૂ. 1034 કરોડના પાત્રા ચાવલ કૌભાંડમાં તપાસ ચાલી રહ્યી છે, સાથે જ તેમની સામે આ તપાસમાં સહકાર ન આપવાનો આરોપ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના એક પછી એક દરોડા ચાલુ છે. હવે તપાસ એજન્સીની ટીમ મુંબઈના ભાંડુપમાં સ્થિત છે. સાથેજ સંજય રાઉતને  પૂછપરછ માટે ED ઓફિસ લઈ જવામાં આવી શકે છે. રાઉત રૂ. 1034 કરોડના પત્રચાલ કૌભાંડમાં તપાસ હેઠળ છે. EDની ટીમના આગમન બાદ સંજય રાઉતના ઘરની બહાર તેમના સમર્થકોની ભીડ જામી છે. રાઉતના સમર્થકોએ તપાસ એજન્સી અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યાં છે.

કેસમાં રાઉતની દાદર અને અલીબાગમાં આવેલી પ્રોપર્ટી જપ્ત
1લી જુલાઈના રોજ પૂછપરછ કર્યા બાદ તેમને 20 અને 27 જુલાઈએ સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમણે તેમના વકીલો દ્વારા માહિતી મોકલી હતી કે સંસદના સત્રને કારણે તેઓ 7મી તારીખે ઓગસ્ટ પછી જ હાજર રહી શકશે.  જો કે આ પહેલાં  EDએ આ કેસમાં રાઉતની દાદર અને અલીબાગમાં આવેલી પ્રોપર્ટી જપ્ત કરી છે.અગાઉ, EDના સમન્સના મુદ્દે, રાઉતે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચાલી રહેલા અભિયાનને ટાંકીને હાજર થવા માટે વધુ સમય માંગ્યો હતો. જો કે આ કેસમાં સંજય રાઉત મુખ્ય આરોપી છે.
શિવસેનાની લડાઈ ચાલુ રહેશે: રાઉતભાજપે રાઉત પર નિશાન સાધ્યું
આ મામલે બીજેપી નેતા રામ કદમે કહ્યું કે તપાસ બાદ જો છેતરપિંડી સામે આવે તો ED પૂછપરછ માટે બોલાવે છે. ED પાસે રાઉત વિરુદ્ધ પુરાવા છે. એટલા માટે તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે. પરંતુ રાઉત વારંવાર તપાસ એજન્સીથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે, કદમે વધુમાં જણાવ્યું હતું કે રાઉતની અપેક્ષા હતી.તેઓ EDને તપાસમાં સહયોગ કરશે. પરંતુ તેઓ પ્રેસ કોન્ફરન્સ કરીને આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરવાનું કામ કરી રહ્યા છે. આ પહેલાં રાઉત 7 જુલાઈના રોજ પણ હાજર થયા ન હતા  સાથે જ અગાઉ 27 જુલાઈએ, EDએ રાઉતને આ કેસમાં પૂછપરછ માટે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું,  તેમને  પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ રાઉત હાજર થયા ન હતા અને હાજર રહેવામાંથી મુક્તિ માંગી હતી. પરંતુ તે પછી ઇડીએ તેને સ્વીકાર્યું ન હતું.
આ છે પાત્રા ચાલ કૌભાંડનો મામલો
ED અનુસાર, ગુરુ આશિષ કન્સ્ટ્રક્શનને પાત્રા ચાલના પુનર્વિકાસનું કામ સોંપવામાં આવ્યું હતું.આ કામ તેમને મ્હાડા મહારાષ્ટ્ર અર્બન ઓથોરિટી દ્વારા સોંપવામાં આવ્યું હતું. આ અંતર્ગત મુંબઈના ગોરેગાંવમાં 47 એકર જમીન પર પાત્રા ચાલમાં 672 ભાડૂતોના મકાનો રિડેવલપ કરવાના હતા.,ED અનુસાર, ગુરુ આશિષ કન્સ્ટ્રક્શને મ્હાડાને ગેરમાર્ગે દોર્યું અને ફ્લેટ બનાવ્યા વિના 9 બિલ્ડરોને 901.79 કરોડ રૂપિયામાં આ જમીન વેચી દીધી. બાદમાં ગુરુ આશિષ કન્સ્ટ્રક્શને મીડોઝ નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો અને ઘર ખરીદનારાઓ પાસેથી ફ્લેટ માટે રૂ. 138 કરોડ એકત્ર કર્યા. તપાસમાં બહાર આવ્યું છે કે કન્સ્ટ્રક્શન કંપનીએ ગેરકાયદેસર રીતે રૂ. 1,034.79 કરોડથી વધુની કમાણી કરી હતી. બાદમાં તેણે આ રકમ ગેરકાયદેસર રીતે તેના સહયોગીઓને ટ્રાન્સફર કરી હતી. ED ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ હાઉસિંગ ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL) એ સિસ્ટર કંપની છે. તપાસમાં સામે આવ્યું છે કે HDILએ પ્રવીણ રાઉતના ખાતામાં લગભગ 100 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. 2010માં પ્રવીણ રાઉતની પત્ની માધુરીએ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતના ખાતામાં 83 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ રકમ વડે વર્ષા રાઉતે  દાદરમાં ફ્લેટ ખરીદ્યો હતો. EDની તપાસ શરૂ થયા બાદ વર્ષા રાઉતે માધુરી રાઉતના ખાતામાં 55 લાખ રૂપિયા મોકલ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.