Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શિવસેનાના સાંસદ સંજય રાઉતને EDનું સમન્સ

મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે ત્યારે સમાચાર આવ્યા છે કે  શિવસેનાના ફાયર બ્રાન્ડ નેતા અને સાંસદ સંજય રાઉતને EDએ સમન્સ મોકલ્યું છે. મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે હવે EDની એન્ટ્રી થઇ છે. ઇડીએ સંજય રાઉતને સમન્સ મોકલ્યું છે અને આવતીકાલે તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. સંજય રાઉતને પ્રવિણ રાઉત અને પાત્રા ચાલ જમીન કૌંભાડ સાથે સંકળાયેલા કેસમાં પૂછપરછ માટે તેમને બોલાવાયા હà«
શિવસેનાના સાંસદ સંજય રાઉતને edનું સમન્સ
મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે ત્યારે સમાચાર આવ્યા છે કે  શિવસેનાના ફાયર બ્રાન્ડ નેતા અને સાંસદ સંજય રાઉતને EDએ સમન્સ મોકલ્યું છે. 
મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે હવે EDની એન્ટ્રી થઇ છે. ઇડીએ સંજય રાઉતને સમન્સ મોકલ્યું છે અને આવતીકાલે તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. સંજય રાઉતને પ્રવિણ રાઉત અને પાત્રા ચાલ જમીન કૌંભાડ સાથે સંકળાયેલા કેસમાં પૂછપરછ માટે તેમને બોલાવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે જાણવા મળ્યા મુજબ રાઉતને હજું સમન્સ મળ્યું નથી અને આવતીકાલે તેમનો પૂર્વનિયોજીત કાર્યક્રમ હોવાથી તેઓ ED પાસે સમય માગી શકે છે. 
આ કેસમાં અગાઉ EDએ પ્રવિણ રાઉતની ધરપકડ કરી હતી. પ્રવિણ રાઉતને સંજય રાઉતના નીકટના માનવામાં આવે છે. EDએ પ્રવિણ રાઉત સાથે સંકળાયેલી કરોડોની સંપત્તીને પણ જપ્ત કરી હતી. જેમાં પાલઘરમાં પ્રવિણ રાઉત સાથે સંકળાયેલી 9 કરોડની સંપત્તીનો પણ સમાવેશ થાય છે. 
બીજી તરફ શિવસેનાના નેતા એકનાથ શિંદેની બળવાખોરીથી સરકાર પર સંકટ સર્જાયું છે. એકનાથ શિંદે શિવસેનાના બળવાખોરો સાથે એકનાથ ગુવાહાટીમાં ધામા નાખ્યા છે. તેમનો દાવો છે કે તેમની પાસે 39 ધારાસભ્યો સહિત 50થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે. 
શિંદે ગૃપ તરફથી દાવો પણ કરાઇ રહ્યો છે કે શિવસેનાના હજું 1થી 2 ધારાસભ્ય તેમની સાથે જોડાવાના છે. રાજકીય સંકટ વચ્ચે બંને જૂથ તરફથી એકબીજા સામે નિવેદનો કરાઇ રહ્યા છે ત્યારે જ સંજય રાઉતને EDએ સમન્સ મોકલતાં રાજકારણ ગરમાયું છે. 
Advertisement
Tags :
Advertisement

.