Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને EDએ મોકલ્યું સમન્સ

કેન્દ્રીય એજન્સી ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) એ પાત્રા ચાલ કેસમાં ધરપકડ કરાયેલા શિવસેના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને પણ સમન્સ જારી કર્યા છે. EDએ તેમને શુક્રવારે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યા છે. ગોરેગાંવમાં પાત્રા ચાલના પુનઃવિકાસમાં કથિત નાણાકીય ગેરરીતિઓ અને તેની પત્નીની સંપત્તિ સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારોના સંબંધમાં ED દ્વારા રવિવારના રોજ રાઉતની ધરપકડ કàª
સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને edએ મોકલ્યું સમન્સ
કેન્દ્રીય એજન્સી ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) એ પાત્રા ચાલ કેસમાં ધરપકડ કરાયેલા શિવસેના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને પણ સમન્સ જારી કર્યા છે. 
EDએ તેમને શુક્રવારે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યા છે. ગોરેગાંવમાં પાત્રા ચાલના પુનઃવિકાસમાં કથિત નાણાકીય ગેરરીતિઓ અને તેની પત્નીની સંપત્તિ સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારોના સંબંધમાં ED દ્વારા રવિવારના રોજ રાઉતની ધરપકડ કરવામાં આવી હતી.
સંજય રાઉતને આજે મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને આપવામાં આવેલી રાઉતની કસ્ટડી 8 ઓગસ્ટ સુધી લંબાવી હતી. કોર્ટે કસ્ટડી લંબાવતા કહ્યું કે EDએ તપાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.
કોર્ટના નિર્ણયના થોડા સમય બાદ વર્ષા રાઉતને ED દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અગાઉ કોર્ટને કહ્યું હતું કે શિવસેનાના સાંસદ અને તેમના પરિવારને મુંબઈમાં 'ચાલ'ના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં કથિત ગેરરીતિઓમાંથી તરીકે 1 કરોડ રૂપિયા મળ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.