Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સોનિયા ગાંધીને EDએ ગઈકાલે ફરી બોલાવ્યા, આજે બે રાઉન્ડમાં 6 કલાકની પૂછપરછ

નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની છ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. EDના અધિકારીઓએ આવતીકાલે સોનિયા ગાંધીને ફરીથી બોલાવ્યા છે. આજે તેની બે રાઉન્ડમાં 6 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ સોનિયા ગાંધીની પૂછપરછ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ રસ્તા પર દેખાવો કર્યા હતા. આ દરમિયાન પોલીà
સોનિયા ગાંધીને edએ ગઈકાલે ફરી બોલાવ્યા  આજે બે રાઉન્ડમાં 6 કલાકની પૂછપરછ

નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા કથિત
મની લોન્ડરિંગ કેસમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ
સોનિયા ગાંધીની છ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
EDના અધિકારીઓએ આવતીકાલે સોનિયા ગાંધીને
ફરીથી બોલાવ્યા છે. આજે તેની બે રાઉન્ડમાં
6 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ
સોનિયા ગાંધીની પૂછપરછ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ રસ્તા પર દેખાવો કર્યા હતા. આ
દરમિયાન પોલીસે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક નેતાઓની અટકાયત કરી હતી.

Advertisement

class="twitter-tweet">

National Herald
case: Sonia Gandhi leaves ED office after 6 hours of questioning, called
again tomorrow

Read @ANI
Story | https://t.co/271J8SoQix#EnforcementDirectorate
#SoniaGandhi
#Congress
pic.twitter.com/7QlTUZ2r96


ANI Digital (@ani_digital) July
26, 2022

 

Advertisement

આ પહેલા કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ
સોનિયા ગાંધી તેમના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે
સવારે
11 વાગ્યે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસ
પહોંચ્યા હતા. થોડી જ વારમાં
, ED અધિકારીઓએ સોનિયા ગાંધીની પૂછપરછ કરવાનું
શરૂ કર્યું
,
જ્યારે રાહુલ
ગાંધીએ સરકારને નિશાન બનાવતા પક્ષના નેતાઓ સાથે સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચનું
નેતૃત્વ કર્યું.


Advertisement

બે રાઉન્ડમાં 6 કલાક પૂછપરછ

EDના અધિકારીઓએ બે રાઉન્ડમાં લગભગ 6 કલાક સુધી સોનિયા ગાંધીની પૂછપરછ કરી. EDએ સોનિયા ગાંધીને આવતીકાલે એટલે કે
બુધવારે ફરીથી સમન્સ જારી કર્યા છે. જણાવી દઈએ કે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ
કેસમાં
ED
સોનિયા
ગાંધીની પૂછપરછ કરી રહી છે. આ પહેલા
EDના અધિકારીઓ પણ રાહુલ ગાંધીની પૂછપરછ કરી
ચૂક્યા છે.


આવતીકાલે લાંબી પૂછપરછ થશે

EDના સૂત્રોએ જણાવ્યું કે સોનિયા ગાંધીના
ઘણા સવાલોના જવાબ મળવાના બાકી છે. આથી સોનિયા ગાંધીને આવતીકાલે પણ હાજર થવા માટે
સમન્સ જારી કરવામાં આવ્યું છે. જો સોનિયા ગાંધીની તબિયત સારી રહેશે તો પૂછપરછ
લાંબી થઈ શકે છે.


પ્રિયંકા ગાંધી બીજા રૂમમાં બેઠા હતા

સૂત્રોએ જણાવ્યું કે પ્રિયંકા ગાંધી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસના બીજા રૂમમાં તેમની
75 વર્ષીય માતા સોનિયા ગાંધી માટે દવાઓ લઈને
બેઠા હતા. જો તેમને (સોનિયા ગાંધી)ને તબીબી સહાયની જરૂર હતી
, તો પ્રિયંકા ગાંધીને કટોકટી તરીકે ઓફિસમાં
રહેવાની મંજૂરી આપવામાં આવી હતી.


પ્રથમ દિવસે બે કલાક સુધી પૂછપરછ ચાલી હતી

ગુરુવારે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ભાજપ શાસિત કેન્દ્ર
સરકાર પર બદલાની રાજનીતિનો આરોપ લગાવનારા કોંગ્રેસના નેતાઓના જોરદાર વિરોધ વચ્ચે
લગભગ બે કલાક સુધી સોનિયા ગાંધીની પૂછપરછ કરી. ત્યારે પણ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ
તેની માતા સાથે તપાસ એજન્સીની દિલ્હી ઓફિસમાં હાજર હતા. 
ED ઓફિસમાં છેલ્લી મીટિંગ દરમિયાન, સોનિયા ગાંધીને બે ડઝનથી વધુ પ્રશ્નો
પૂછવામાં આવ્યા હતા.

Tags :
Advertisement

.