Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

EDએ શરૂ કરી સોનિયા ગાંધીની પૂછપરછ, વિરોધ કરી રહેલા કોંગ્રેસી નેતાઓની પોલીસે કરી અટકાયત

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) નેશનલ હેરાલ્ડ (National Herald) સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે મંગળવારે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઓફિસ પહોંચ્યા. ગુરુવારે પણ EDએ તેમની લગભગ બે કલાક પૂછપરછ કરી હતી. બીજી તરફ EDની તપાસના વિરોધમાં કોંગ્રેસ રોડથી સંસદ સુધી વિરોધ પ્રદર્શન કરી રહી છે. વળી હવે આ મામલે ઘણા કોંગ્રેસની નેતાઓની પોલીસે અટકાયત પણ કરી છે.  કોંગ્રેસàª
edએ શરૂ કરી સોનિયા ગાંધીની પૂછપરછ  વિરોધ કરી રહેલા કોંગ્રેસી નેતાઓની પોલીસે કરી અટકાયત
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) નેશનલ હેરાલ્ડ (National Herald) સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે મંગળવારે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઓફિસ પહોંચ્યા. ગુરુવારે પણ EDએ તેમની લગભગ બે કલાક પૂછપરછ કરી હતી. બીજી તરફ EDની તપાસના વિરોધમાં કોંગ્રેસ રોડથી સંસદ સુધી વિરોધ પ્રદર્શન કરી રહી છે. વળી હવે આ મામલે ઘણા કોંગ્રેસની નેતાઓની પોલીસે અટકાયત પણ કરી છે. 
Advertisement

કોંગ્રેસના સાંસદોએ દિલ્હીમાં નેશનલ હેરાલ્ડ કેસમાં પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની EDની પૂછપરછના વિરોધમાં સંસદ પરિસરમાં ગાંધી પ્રતિમાથી વિજય ચોક સુધી કૂચ કરી. વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધી પણ જોડાયા હતા. મળી રહેલી માહિતી અનુસાર, નેશનલ હેરાલ્ડ કેસમાં પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની EDની પૂછપરછના વિરોધમાં પોલીસે વિજય ચોક તરફ કૂચ કરી રહેલા કોંગ્રેસના નેતાઓ અને સાંસદોની અટકાયત કરી છે. જેમા રંજીત રંજન, કેસી વેણુગોપાલ, મણિકમ ટાગોર, ઈમરાન પ્રતાપગઢી, કે સુરેશ અને અન્યની અટકાયત કરવામાં આવી છે.
દિલ્હીમાં રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરો પર કાબૂ મેળવવા માટે દિલ્હી પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે, સરકાર બદલાની ભાવના હેઠળ કામ કરી રહી છે અને વિપક્ષના અવાજને દબાવવા માટે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. કોંગ્રેસે આ પ્રદર્શનને 'સત્યાગ્રહ' નામ આપ્યું છે. જ્યારે ભાજપનો આરોપ છે કે, ગાંધી પરિવારના ભ્રષ્ટાચારને છુપાવવા માટે આખી પાર્ટી રસ્તા પર આવી ગઈ છે. ભાજપે કોંગ્રેસના 'સત્યાગ્રહ'ને 'દુરાગ્રહ' ગણાવ્યો છે.
સોમવારે નવી દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં સાંસદો, મહાસચિવો, રાજ્ય પ્રભારીઓ અને સચિવોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, પાર્ટી દ્વારા રાજઘાટ પર સત્યાગ્રહ કરવાની યોજના પણ બનાવવામાં આવી હતી, પરંતુ દિલ્હી પોલીસ તરફથી આ માટે પરવાનગી ન મળવાને કારણે તેને થોડા દિવસો માટે મોકૂફ રાખવામાં આવી છે.

કોંગ્રેસના સાંસદોએ સંસદથી વિજય ચોક સુધી વિરોધ રેલી કાઢી હતી, જેમા ઘણા કોંગ્રેસી નેતાઓની પોલીસે અટકાયત કરી છે. હવે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પણ વિજય ચોકથી દિલ્હી પોલીસે અટકાયત કરી છે. 
Tags :
Advertisement

.