Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોલકત્તામાં EDની મોટી કાર્યવાહી, મોબાઈલ ગેમિંગ એપ ફ્રોડ મામલે 6 સ્થળોએ દરોડા

પશ્ચિમ બંગાળના કોલકાતામાં EDની રેડમાં મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવી હતી . તેને ગણવા માટે નોટોના મશીન મંગાવવામાં આવ્યાં છે. ત્યારે  મળતી માહિતી પ્રમાણે, આજે સવારે EDની કાર્યવાહીમાં ગાર્ડનરિચમાં ટ્રાન્સપોર્ટ કારોબારી નિસાર ખાનના ઘરે રેડ પાડવામાં આવી હતી.  જયાં  મોટા પ્રમાણમાં કેશ મળી આવી છે. તેના ઘરે પલંગ નીચે પ્લાસ્ટિકમાં પેક કરેલા 500 અને 2000 રૂપિયાની ચલણી નોટોના બંડલો મળી આવ્યાં
કોલકત્તામાં edની મોટી કાર્યવાહી  મોબાઈલ ગેમિંગ એપ ફ્રોડ મામલે 6 સ્થળોએ દરોડા
પશ્ચિમ બંગાળના કોલકાતામાં EDની રેડમાં મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવી હતી . તેને ગણવા માટે નોટોના મશીન મંગાવવામાં આવ્યાં છે. ત્યારે  મળતી માહિતી પ્રમાણે, આજે સવારે EDની કાર્યવાહીમાં ગાર્ડનરિચમાં ટ્રાન્સપોર્ટ કારોબારી નિસાર ખાનના ઘરે રેડ પાડવામાં આવી હતી. 
 જયાં  મોટા પ્રમાણમાં કેશ મળી આવી છે. તેના ઘરે પલંગ નીચે પ્લાસ્ટિકમાં પેક કરેલા 500 અને 2000 રૂપિયાની ચલણી નોટોના બંડલો મળી આવ્યાં છે. અધિકારીએ આ મામલે જણાવ્યુ હતુ કે, ફ્રોડ મોબાઇલ ગેમિંગ એપના એક પ્રમોટરની 6 જગ્યાએથી અત્યાર સુધીમાં 7 કરોડ રૂપિયા જેટલી ચલણી નોટો જપ્ત કરી છે. હાલ તો ગણતરી ચાલુ છે. 
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સત્તાવાર નિવેદન અનુસાર, મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આમિર ખાન શખ્સ વિરુદ્ધ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આમિરે ગેમિંગ એપ્લિકેશન ઈ-નગેટ્સ બનાવી હતી. અગાઉ લોકોને આ દ્વારા કમિશન આપવામાં આવતું હતું. તેના આધારે ખાને અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. 
જેમાં  15 ફેબ્રુઆરી 2021ના રોજ કોલકાતા પોલીસ દ્વારા આમિર અને અન્યો વિરુદ્ધ પાર્ક સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 420, 406, 409, 468, 469, 471, 34 હેઠળ FIR નંબર-30 નોંધવામાં આવી હતી. EDના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આમિર વિરુદ્ધ આ FIR ફેડરલ બેંકના અધિકારીઓ દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર નોંધવામાં આવી છે. ફેડરલ બેંકના અધિકારીઓએ એલડીની કોર્ટમાં કોલકાતાના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટને આ ફરિયાદ કરી હતી.
જાણો શું છે ચીની લોન એપ કેસ?
દેશમાં જ્યારે કોરોના પીક પર હતો, ત્યારે કેટલાંય લોકોએ તાત્કાલિક લોન આપનારી એપ્સના માધ્યમથી લોન લીધી હતી. આ એપ ચલાવવા માટે ચીનની કંપનીઓને કહેવામાં આવતું હતું. ચીની કંપનીઓ દ્વારા મોંઘા વ્યાજ પર લોકોને રૂપિયા આપવામાં આવતા હતા અને આ એપ ફોનમાં ડાઉનલોડ કરતાં જ ફોનની તમામ માહિતી કંપનીઓને મળી જતી હતી. જ્યારે આ કેસ સામે આવ્યો ત્યારે આ મામલે મની લોન્ડ્રિંગ કેસ દાખલ કરવામાં આવ્યો અને કાર્યવાહી હાથ ધરવામાં આવી.
Advertisement
Tags :
Advertisement

.