Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

EDની મોટી કાર્યવાહી, સંજય રાઉતની કરી અટકાયત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સંજય રાઉતને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ED છેલ્લા 8 કલાકથી તેના ઘરે તપાસ કરી રહી હતી. ઈડીએ આ દરોડા પાત્રા ચાલ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં પાડ્યા હતા. રવિવારે EDની ટીમ સવારે 7 વાગે ભાંડુપમાં રાઉતના ઘરે પહોંચી હતી. EDની ટીમના આગમન બાદ રાઉતના વકીલો પણ તેમના ઘરે પહોંચ્યા હતા. બહાર ઘણા સમર્થકો પણ ભેગા થયા હતા. EDએ સંજય રાઉત પર તપાસમાં સહકાર ન આપવા
10:50 AM Jul 31, 2022 IST | Vipul Pandya

એન્ફોર્સમેન્ટ
ડિરેક્ટોરેટ દ્વારા સંજય રાઉતને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
ED છેલ્લા 8 કલાકથી તેના ઘરે તપાસ કરી રહી હતી. ઈડીએ આ દરોડા પાત્રા ચાલ કૌભાંડ
સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં પાડ્યા હતા. રવિવારે
EDની ટીમ સવારે 7 વાગે ભાંડુપમાં રાઉતના ઘરે પહોંચી
હતી. 
EDની ટીમના આગમન બાદ રાઉતના વકીલો પણ
તેમના ઘરે પહોંચ્યા હતા. બહાર ઘણા સમર્થકો પણ ભેગા થયા હતા.
EDએ સંજય રાઉત પર તપાસમાં સહકાર ન આપવાનો
આરોપ લગાવ્યો હતો.


 

માહિતી
અનુસાર
 જ્યારે તેમને તપાસ એજન્સીએ તેમની સાથે ED ઑફિસમાં જવા માટે કહ્યું, ત્યારે તેમણે કહ્યું કે તેઓ વર્તમાન
સાંસદ છે. તેમણે
7 ઓગસ્ટ સુધીનો સમય માંગ્યો હતો. પરંતુ
હવે
ED તેમને કસ્ટડીમાં લઈને પોતાની સાથે લઈ
જઈ શકે છે.
દરોડા દરમિયાન, રાઉતે
સ્પષ્ટતા કરી હતી કે એક જવાબદાર સાંસદ તરીકે તેમણે સંસદના સત્રમાં હાજરી આપવાની
હતી અને તેથી તેઓ
20 અને 27 તારીખે ED સમક્ષ હાજર થયા ન હતા. તેણે એમ પણ
કહ્યું કે તેણે
7 ઓગસ્ટ સુધીનો સમય માંગ્યો છે અને જો તે
દિવસે સમન્સ મોકલવામાં આવશે તો તે
ED અધિકારીઓ સમક્ષ હાજર થશે.

Tags :
BigactionDetentionedGujaratFirstSanjayRauts
Next Article