Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AAP નેતા સત્યેન્દ્ર જૈનના નજીકના લોકો પર EDના દરોડા, 2.82 કરોડ રોકડા અને સોનાનો જથ્થો મળ્યો

દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી અને આપ નેતા સત્યેન્દ્ર જૈન અત્યારે જેલમાં છે. હવાલા કૌભાંડના આરોપમાં ED દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેવામાં હજુ પણ તેમની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. EDએ સત્યેન્દ્ર જૈનની નજીકના લોકોના વિવિધ ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. જેમાં મોટી માત્રામાં રોકડ રકમ તથા સોનુ મળ્યું છે. દરોડા દરમિયાન તપાસ એજન્સીએ 2 કરોડ 82 લાખ રોકડ અને 1 કિલો સોનું જપ્ત કર્યું છ
aap નેતા સત્યેન્દ્ર જૈનના નજીકના લોકો પર  edના દરોડા  2 82 કરોડ રોકડા અને સોનાનો જથ્થો મળ્યો
દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી અને આપ નેતા સત્યેન્દ્ર જૈન અત્યારે જેલમાં છે. હવાલા કૌભાંડના આરોપમાં ED દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેવામાં હજુ પણ તેમની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. EDએ સત્યેન્દ્ર જૈનની નજીકના લોકોના વિવિધ ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. જેમાં મોટી માત્રામાં રોકડ રકમ તથા સોનુ મળ્યું છે. દરોડા દરમિયાન તપાસ એજન્સીએ 2 કરોડ 82 લાખ રોકડ અને 1 કિલો સોનું જપ્ત કર્યું છે. સાથે સોનાના 133 સિક્કા પણ મળ્યા છે.
અનેક સ્થળો પર દરોડા
ગઈકાલે EDએ 7 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં પ્રકાશ જ્વેલર્સ પાસેથી 2.23 કરોડ રૂપિયા રોકડા, વૈભવ જૈન પાસેથી 41.5 લાખ રોકડા અને 133 સોનાના સિક્કા મળી આવ્યા હતા. આ સિલવાય જીએસ મથારુ પાસેથી 20 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. EDની ટીમો મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા સત્યેન્દ્ર જૈનના ઘણા સ્થળો પર દરોડા પાડી રહી છે.  ઉપરાંક ED હવાલા ઓપરેટરોના સ્થાનો પર દરોડા પાડી રહી છે. હજુ એક દિવસ પહેલા જ સત્યન્દ્ર જૈનના નજીકના મિત્રના ઘરેથી લગભગ ત્રણ કરોડ રોકડ મળી આવી હતી.
મની લોંડરીંગ કેસમાં સત્યેન્દ્રની ધરપકડ
ઉલ્લેખનીય છે કે ઈડીએ 30 મેના રોજ સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી અને હાલ તેઓ 9 જૂન સુધી પૂછપરછ માટે EDની કસ્ટડીમાં છે. એજન્સીએ અપ્રમાણસર સંપત્તિના કેસમાં મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તેમની ધરપકડ કરી હતી. પૂછપરછના આધારે એજન્સીએ સત્યેન્દ્ર જૈન, તેમની પત્ની પૂનમ જૈન, અંકુશ જૈન, વૈભવ જૈન, નવીન અને સિદ્ધાર્થ જૈન ઉપરાંત જીએસ માથરુ અને યોગેશ જૈનના ઘર પર દરોડા પાડ્યા હતા. અંકુશ, વૈભવ, નવીન, સિદ્ધાર્થ જૈન અને યોગેશ જૈન રામ પ્રકાશ જ્વેલર્સના ડિરેક્ટર છે. યોગેશ જૈન અંકુશ જૈનના સસરા છે. 
Advertisement

કાર્યવાહી બાદ કેજરીવાલનું ટ્વિટ
આ મામલે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આ સમયે વડાપ્રધાન સંપૂર્ણ તાકાત સાથે આમ આદમી પાર્ટી - ખાસ કરીને દિલ્હી અને પંજાબની સરકારોની પાછળ છે. ખોટું, ખોટુ અને ખોટુ. તમારી પાસે તમામ એજન્સીઓની તાકાત છે, પરંતુ ભગવાન અમારી સાથે છે.
Tags :
Advertisement

.