Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પૂછપરછ માટે હાજર થવા ઇડીની નોટિસ

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ઇડીએ નોટિસ જારી કરી છે. આ પ્રકારનો દાવો કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી અને રણદીપ સૂરજેવાલાએ આ દાવો કર્યો હતો. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે સોનિયા ગાંધીને 8 જૂને ઇડીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. રણદીપ સુરજેવાલાએ કહ્યું કે તેઓ આ નોટિસ થી ડરવાના નથી અને ઝુકશે નહી. અને છાતી ઠોકીને લડશે. સિંઘવીએ કહ્ય
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પૂછપરછ માટે હાજર થવા  ઇડીની નોટિસ
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ઇડીએ નોટિસ જારી કરી છે. આ પ્રકારનો દાવો કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી અને રણદીપ સૂરજેવાલાએ આ દાવો કર્યો હતો. 
અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે સોનિયા ગાંધીને 8 જૂને ઇડીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. રણદીપ સુરજેવાલાએ કહ્યું કે તેઓ આ નોટિસ થી ડરવાના નથી અને ઝુકશે નહી. અને છાતી ઠોકીને લડશે. સિંઘવીએ કહ્યું કે 8 જૂને સોનિયા ગાંધી પુછપરછમાં સામેલ થશે. 
સિંઘવીએ કહ્યું કે ઇડીએ 8 જૂને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને પુછપરછ માટે બોલાવ્યા છે. સોનિયા પુછપરછમાં સામેલ થશે પણ રાહુલ અત્યારે વિદેશ ગયેલા છે જેથી જો તેઓ ત્યાં સુધી પરત ફરશે તો પુછપરછમાં સામેલ થશે નહિંતર ઇડી પાસે સમય માગવામાં આવશે. 
સિંઘવીએ કહ્યું કે 2015માં ઇડીએ આ કેસ બંધ કરી દીધો હતો પણ સત્તારુઢ પક્ષને તે પસંદ ના આવ્યું અને ઇડીના અધિકારીઓને હટાવ્યા હતા અને નવા લોકોને લાવીને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સમન્સ મોકલી રહ્યા છે.  કેટલાક દિવસો પહેલાં આ નોટિસ જારી કરાઇ હતી. 
પ્રેસ કોન્ફરન્સમાં રણદીપ સુરજેવાલાએ ઇડી પર પ્રહાર કરતાં કહ્યું કે સમગ્ર ષડયંત્રની પાછળ વડાપ્રધાન છે અને ઇડી તેમની પાળેલી એજન્સી છે. તેમણે કહ્યું કે મોદી સરકાર બદલાની ભાવનામાં આંધળી થઇ ગઇ છે. 
તેમણે કહ્યું કે નેશનલ હેરાલ્ડ 1942નું અખબાર છે અને તે સમયે બ્રિટીશ સરકારે તેને દબાવાનું કામ કર્યું હતું. હવે મોદી સરકાર ઇડીનો ઉપયોગ કરીને આવું જ કરી રહી છે. 
Advertisement
Tags :
Advertisement

.