બીજા દિવસે પણ રાહુલ ગાંધી સાથે EDની10 કલાક સુધી પૂછપરછ, ફરી પાછા બુધવારે બોલાવ્યા
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સતત બીજા દિવસે EDની ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી હતી. મંગળવારે લગભગ 10 કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી છે. બે દિવસમાં EDએ રાહુલ ગાંધી સાથે 19 કલાકથી વધુ પૂછપરછ કરી છે. તો આવતીકાલે એટલે કે બુધવારે પણ રાહુલ ગાંધીને ED ઓફિસ બોલાવવામાં આવ્યા છે. આ પહેલા સોમવારે તેની 9 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી. મંગળવારે પણ પૂછપરછના બે રાઉન્ડમાં તેમનà«
05:26 PM Jun 14, 2022 IST
|
Vipul Pandya
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સતત બીજા દિવસે EDની ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી હતી. મંગળવારે લગભગ 10 કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી છે. બે દિવસમાં EDએ રાહુલ ગાંધી સાથે 19 કલાકથી વધુ પૂછપરછ કરી છે. તો આવતીકાલે એટલે કે બુધવારે પણ રાહુલ ગાંધીને ED ઓફિસ બોલાવવામાં આવ્યા છે. આ પહેલા સોમવારે તેની 9 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી. મંગળવારે પણ પૂછપરછના બે રાઉન્ડમાં તેમને માત્ર એક કલાકનો લન્ચબ્રેક આપવામાં આવ્યો હતો.
મંગળવારે મોડી સાંજ સુધી પૂછપરછ
રાહુલ ગાંધી મંગળવારે સવારે 11.05 વાગ્યે એપીજે અબ્દુલ કલામ રોડ સ્થિત EDના હેડક્વાર્ટર પહોંચ્યા હતા. તેમની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે હતા. અધિકારીઓએ જણાવ્યું કે કાયદાકીય ઔપચારિકતા પૂરી કર્યા બાદ સવારે 11.30 વાગ્યે રાહુલ ગાંધીની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. લગભગ સાડા ચાર કલાક સુધી પૂછપરછ કર્યા બાદ બપોરે 3.30 વાગ્યે તેઓ બહાર આવ્યા હતા. એક કલાક બાદ તેઓ ફરીથી ED ઓફિસ પહોંચ્યા હતા. ED દ્વારા રાત સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ એજન્સીના હેડક્વાર્ટરની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
કયા પ્રશ્નો પૂછવામાં આવ્યા?
સૂત્રોના જણાવ્યા અનુસાર EDએ રાહુલ ગાંધીને પૂછ્યું કે AJLને ચૂકવવામાં આવેલી 50 લાખ રૂપિયાની રકમ ક્યાંથી આવી? એજન્સીએ એ પણ પૂછ્યું કે શું તેમને આ રકમના બદલામાં નેશનલ હેરાલ્ડની પ્રોપર્ટી મળશે. એજન્સીએ તેમને યંગ ઈન્ડિયા લિમિટેડ કંપની કેમ રચવામાં આવી તે પણ પૂછ્યું. જો કે આ તમામ પ્રશ્નો પર રાહુલ ગાંધી મૌન રહ્યા હતા.
બીજા દિવસે પણ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
EDએ સોમવારે પણ રાહુલ ગાંધી સાથે 10 કલાકથી વધુ પૂછપરછ કરી હતી. બીજી તરફ રાહુલ ગાંધીની પૂછપરછના બીજા દિવસે પણ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે બાદ પોલીસે ઘણા લોકોને કસ્ટડીમાં લીધા હતા. પોલીસે કોંગ્રેસ હેડક્વાર્ટરની બાજુના વિસ્તારમાં કલમ 144 લગાવી દીધી છે. રાહુલ ગાંધીની ED દ્વારા પૂછપરછને ગેરબંધારણીય ગણાવતા કોંગ્રેસે કહ્યું કે સરકારને રાહુલ ગાંધી સામે વાંધો છે કારણ કે તેમણે ખેડૂતો, યુવાનો, મજૂરો, કોરોના સંકટ અને સરહદ પર ચીનના આક્રમણ સામે અવાજ ઉઠાવ્યો હતો.
Next Article