D ગેંગ આવશે સકંજામાં, દાઉદનો ભાઈ ઇકબાલ 7 દિવસ EDની કસ્ટડીમાં
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શુક્રવારે મહારાષ્ટ્રની થાણે જેલમાંથી માફિયા ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરની ધરપકડ કરી હતી. તેને પીએમએલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. EDએ દાઉદ અને તેના સહયોગીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. આ મામલે ઈકબાલ કાસકરની પૂછપરછ કરવામાં આવશે.અધિકારીઓએ જણાવ્યું હતું કે 'કાસકરને પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, કાસકર સામે 16 ફેબ્રુઆરીએ પ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શુક્રવારે મહારાષ્ટ્રની થાણે જેલમાંથી માફિયા ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરની ધરપકડ કરી હતી. તેને પીએમએલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. EDએ દાઉદ અને તેના સહયોગીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. આ મામલે ઈકબાલ કાસકરની પૂછપરછ કરવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે 'કાસકરને પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, કાસકર સામે 16 ફેબ્રુઆરીએ પ્રોડક્શન વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું' .
કાસકર સામે નવો ગુનો નોંધાયા બાદ 15મી ફેબ્રુઆરીએ મુંબઈમાં અંડરવર્લ્ડની કામગીરી, કથિત ગેરકાયદેસર મિલકત સોદા અને હવાલા વ્યવહારો સંબંધિત દરોડા પાડવામાં આવ્યા પછી ED દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
દાઉદની મૃતક બહેન હસીના પારકર ના રહેણાંક , કાસકર અને ગેંગસ્ટર છોટા શકીલના સાળા સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રૂટ સહિત કુલ 10 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા બાદ ED દ્વારા કુરેશીની પણ પૂછપરછ કરવામાં આવી હતી.રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) દ્વારા નોંધાયેલી FIRમાં NIA એ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) ની કલમો હેઠળ તેની ફોજદારી ફરિયાદ નોંધી હતી.
કાસકર પર ડી કંપની ચલાવાના આરોપ
ઠાણે જેલ પાસેથી દાઉદના મોટાભાઈ કાસકરની કસ્ટડી લઈ લેવામાં આવી છે. હવે તેને મુંબઈની PMLA કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે. ED ઈડી અધિકારી દ્વારા તેના કસ્ટોડિયલ રિમાન્ડની માગ કરવામાં આવશે. કાસકરની સાંમે 2017માં 3 કેસો દાખલ થયા હતા. જેથી તે જેલમાં છે. તેની સામે દાઉદ સાથે મળીને ડી કંપની ચલાવાના આરોપ પણ લાગ્યા છે.
ઈકબાલ 7 દિવસની કસ્ટડીમાં
દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મુંબઈની PMLA કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં 7 દિવસની કસ્ટડીમાં મોકલ્યો છે.
Advertisement