Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આર્થિક રીતે બરબાદ શ્રીલંકાના પડખે ભારત, આવશ્યક ચીજોની મદદ કરી પડોશી ધર્મ નિભાવ્યો

ભારતના બે પાડોશી દેશ પાકિસ્તાન અને શ્રીલંકા આજે ખરાબ સમયથી પસાર થઇ રહ્યા છે. જ્યા પાકિસ્તાનમાં રાજકીય સંકટ ચાલી રહ્યું છે, જ્યારે શ્રીલંકામાં આર્થિક સંકટ ખરાબ રીતે ઘેરાયેલું છે, આ વચ્ચે શ્રીલંકામાં ઈમરજન્સી પણ લાદવામાં આવી, જોકે હવે તેને દૂર કરવામાં આવી છે. પરંતુ આ ખરાબ સમયમાં શ્રીલંકાની પડખે ભારત ઉભુ રહ્યું છે. પહેલો સગો પડોશી, આ વાતને ભારત સાચી સિદ્ધ કરી છે. ખરાબ સમયે પહેલા પડોà
આર્થિક રીતે બરબાદ શ્રીલંકાના પડખે ભારત  આવશ્યક ચીજોની મદદ કરી પડોશી ધર્મ નિભાવ્યો
ભારતના બે પાડોશી દેશ પાકિસ્તાન અને શ્રીલંકા આજે ખરાબ સમયથી પસાર થઇ રહ્યા છે. જ્યા પાકિસ્તાનમાં રાજકીય સંકટ ચાલી રહ્યું છે, જ્યારે શ્રીલંકામાં આર્થિક સંકટ ખરાબ રીતે ઘેરાયેલું છે, આ વચ્ચે શ્રીલંકામાં ઈમરજન્સી પણ લાદવામાં આવી, જોકે હવે તેને દૂર કરવામાં આવી છે. પરંતુ આ ખરાબ સમયમાં શ્રીલંકાની પડખે ભારત ઉભુ રહ્યું છે. 
પહેલો સગો પડોશી, આ વાતને ભારત સાચી સિદ્ધ કરી છે. ખરાબ સમયે પહેલા પડોશી જ મદદ કરે તેમ ભારતે ભારે આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને મદદ શરૂ કરી દીધી છે. ભારતે 1 બિલિયન ડોલરની ક્રેડિટ લાઇન હેઠળ શ્રીલંકાને 40,000 ટન ડીઝલ પહોંચાડ્યું છે. ડીઝલ ભરેલું જહાજ શનિવારે શ્રીલંકા પહોંચ્યું હતું. આ ડીઝલ સમગ્ર શ્રીલંકામાં વહેંચવામાં આવશે. જેના કારણે વાહનોના થંભી ગયેલા પૈડા ફરી દોડશે. આ સિવાય ટૂંક સમયમાં વધારાનું 20 હજાર ટન તેલ પૂરું પાડવાની કવાયત હવે શરૂ કરવામાં આવી છે.
શ્રીલંકા ભારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દેશમાં ઈંધણની અછત થઈ ગયું છે, દેશના મોટાભાગના વિસ્તારોમાં ડીઝલ અને પેટ્રોલ નથી. જેના કારણે ટ્રકો થંભી ગઈ છે અને આવશ્યક ચીજવસ્તુઓ પણ સપ્લાય થઈ રહી નથી. શ્રીલંકામાં ઈંધણના દર રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે. સ્થિતિ એવી છે કે, ઈંધણ સ્ટેશનો પર સૈનિકો તૈનાત કરવાનો આદેશ આપવો પડ્યો છે. ઘણી જગ્યાએ વિરોધ અને હિંસા પણ થઈ રહી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે 1 એપ્રિલથી દેશમાં ઈમરજન્સીની સ્થિતિ લાદી દીધી છે.
રિપોર્ટ અનુસાર, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનને શ્રીલંકાના ભંડારમાંથી વધારાનું તેલ આપવાનું કહેવામાં આવ્યું છે. IOC ના સહયોગથી રચાયેલા IOCPCL, એક દિવસ પહેલા જ 6 હજાર મેટ્રિક ટન તેલ સાથેના ટેન્કરો સિલોન ઇલેક્ટ્રિસિટી બોર્ડને મોકલ્યા હતા. હાલમાં શ્રીલંકામાં સ્થિતિ એવી છે કે દરેક વસ્તુની કિંમતોની સાથે સાથે પેટ્રોલ અને ડીઝલની પણ ભારે અછત છે. વળી, શ્રીલંકાના વીજળી સંકટ માટે તેલની સમાન અછત જવાબદાર છે કારણ કે આ ટાપુ દેશમાં 10 ટકા વીજળીનું ઉત્પાદન તેલ આધારિત પાવર પ્લાન્ટ્સમાંથી થાય છે. વળી, કોલસાના પુરવઠામાં અછતને કારણે વીજળી ઉત્પાદનનું ગણિત પણ ખોરવાઈ ગયું છે.
Advertisement
Tags :
Advertisement

.