Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ફણગાવેલા કઠોળને આ સમયે ખાવાથી થઈ શકે છે 'કિડની Fail'

એક્સપર્ટ અનુસાર ફણગાવેલા કઠોળ ખાવાથી ઘણા બધા પ્રકારના ફાયદા મળતા હોય છે, પરંતુ દરેક ચીજોને ખાવાનો યોગ્ય સમય હોય છે. અને તેના વિરુધ્ધ જો તેનું સેવન કરવામાં આવે તો તે આપણા શરીર અને સ્વાસ્થ્ય પર ખરાબ અસરો કરી શકે છે.જો ફણગાવેલા કઠોળની વાત કરીએ તો તેનું વરસાદનાં દિવસોમાં તેનું સેવન કરવું એ હાનિકારક સાબિત થઈ શકે છે. કારમ કે સામાન્ય રીતે વરસાદનાં દિવસોમાં ફૂડ પોઈઝનિંગ અને પેટની સમસ્યàª
09:04 AM Aug 05, 2022 IST | Vipul Pandya
એક્સપર્ટ અનુસાર ફણગાવેલા કઠોળ ખાવાથી ઘણા બધા પ્રકારના ફાયદા મળતા હોય છે, પરંતુ દરેક ચીજોને ખાવાનો યોગ્ય સમય હોય છે. અને તેના વિરુધ્ધ જો તેનું સેવન કરવામાં આવે તો તે આપણા શરીર અને સ્વાસ્થ્ય પર ખરાબ અસરો કરી શકે છે.
જો ફણગાવેલા કઠોળની વાત કરીએ તો તેનું વરસાદનાં દિવસોમાં તેનું સેવન કરવું એ હાનિકારક સાબિત થઈ શકે છે. કારમ કે સામાન્ય રીતે વરસાદનાં દિવસોમાં ફૂડ પોઈઝનિંગ અને પેટની સમસ્યા સૌથી વધુ પડતી જોવા મળતી હોય છે. પાણી અને ખોરાકમાં ઉત્પન થયેલા બેક્ટેરિયા ચેપ ફેલાવે છે, જેનાં કારણે પેટમાં ગરબડ થાય છે. જેના કારણે ઉલ્ટી અને ડાયરિયા જેવી તકલીફ પણ વધી જાય છે, જે હાનિકારક છે.
  • ફણગાવેલા કઠોળને પહેલા લાંબા સમય સુધી પાણીમાં પલાળવામાં આવે છે. જેથી તે વધુ સમય સુધી ભેજ જાળવી રાખે છે. જેથી આવી સ્થિતિમાં તેમનામાં ખતરનાક બેક્ટેરિયા થવાનું જોખમ વધી જાય છે.
  • ફણગાવેલા કઠોળમાં ફાઈબરની માત્રા પણ ડાયેરિયા જેવી સમસ્યા પેદા કરી શકે છે, જેના કારણે શરીરમાં પાણી અને પોષકતત્વોની ઉણપ થઈ શકે છે.
  • ચોમાસામાં ફણગાવેલા સ્પ્રાઉટ્સ ખાવાં હોય તો તેને સારી રીતે ઉકાળીને કે પછી સહેજ શેકીને તરત જ ખાઈ લેવા જોઈએ, જેથી કોઈ નુકસાન ન થાય. તે માટે એક કડાઈમાં થોડું તેલ લઈ, ફણગાવેલ કઠોળ ઉમેરી થોડીવાર માટે શેકી લો. અથવા મીઠાનાં પાણીમાં 5 મિનિટ ઉકાળી લો. આ રીતે રાંધેલું ખાવું એ પાચનતંત્ર અને પોષકતત્વોનાં શોષણ માટે વધુ સારું છે.
  • ફણગાવેલા કઠોળ ખાવાથી ફૂડ પોઇઝનિંગ થાય છે, પેટમાં ચૂંક આવવી, ઊલ્ટી થવી, ઝાડા થવાં જેવા લક્ષણો 12થી 72 કલાકની વચ્ચે દેખાઈ શકે છે.
  • ફણગાવેલા કઠોળમાં ભરપૂર માત્રામાં વિટામિન અને મિનરલ્સ હોય છે, જે ખૂબ જ હેલ્ધી બનાવે છે. 
  • ફણગાવેલા કઠોળમાં કેલરીનું પ્રમાણ ઓછું, તેમજ પ્રોટીન, ફોલેટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ અને વિટામિન-સી અને કે ભરપૂર માત્રામાં હોય છે.
  • ફણગાવેલા કઠોળ ખાવાથી પાચનમાં સુધારો થાય છે, બ્લડસુગર લેવલ કંટ્રોલમાં રહે છે. જો કે, કાચા ફણગાવેલ કઠોળ ખાવાને કારણે ઘણીવાર ફૂડ પોઇઝનિંગનો શિકાર પણ બનવું પડે છે.
  • કાચાં કે ફણગાવેલા કઠોળ મોટાભાગે ઈ-કોલાઈ અને સાલ્મોનેલા જેવા હાનિકારક બેક્ટેરિયાને હોવાનાં કારણે લોકો ફૂડ પોઇઝનિંગનો ભોગ બને છે.
  •  કઠોળ અને બીજ મોટાભાગે ગરમ અને ભેજવાળી સ્થિતિમાં અંકુરિત થાય છે, જે આવાં બેક્ટેરિયાના વિકાસ માટે યોગ્ય છે. 
  • મોટાભાગનાં લોકોમાં ફણગાવેલા કઠોળ ખાધા પછી ઝાડા-ઉલ્ટી અને પેટમાં ખેંચાણ જેવાં ફૂડ પોઇઝનિંગનાં લક્ષણો જોવા મળી શકે છે.
  • રાંધેલા સ્પ્રાઉટ્સ કરતાં કાચા સ્પ્રાઉટ્સ પચાવવા મુશ્કેલ હોય છે. 
  • શરીર કાચા કે ફણગાવેલ સ્પ્રાઉટ્સનાં તમામ પોષકતત્વોને પચાવી શકતું નથી. 
  • ફણગાવેલ કઠોળને થોડું રાંધવાથી પોષકતત્વો શરીરમાં સરળતાથી શોષાઈ જાય છે.
  • વધુ પડતાં કાચા કે ફણગાવેલા કઠોળ ખાવાથી કિડનીમાં તકલીફ પડી શકે છે.
  • તેમાં રહેલા લિસ્ટેરિયા નામનાં બેક્ટેરિયા કિડની પર ખરાબ અસર પાડી શકે છે.
Tags :
GujaratFirst
Next Article