ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચોમાસામાં રોગોથી બચવા માટે બદામ સાથે ખાવ આ ચીજ

એનર્જી વધારવા માટે મધ સાથે બદામનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બદામ અને મધમાં ભરપૂર માત્રામાં ફાઈબર, પ્રોટીન અને ફેટ હોય છે, જે શરીરને ભરપૂર એનર્જી આપવામાં મદદ કરે છે.બદામ અને મધ કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે હાડકાં સંબંધિત સમસ્યાઓને દૂર રાખે છે.આ સાથે બદામ અને મધ વાળ ખરવાની સમસ્યાને દૂર કરવામાં પણ તે ફાà
01:12 PM Jul 16, 2022 IST | Vipul Pandya

એનર્જી વધારવા માટે મધ સાથે બદામનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બદામ અને મધમાં ભરપૂર માત્રામાં ફાઈબર, પ્રોટીન અને ફેટ હોય છે, જે શરીરને ભરપૂર એનર્જી આપવામાં મદદ કરે છે.

બદામ અને મધ કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે હાડકાં સંબંધિત સમસ્યાઓને દૂર રાખે છે.

આ સાથે બદામ અને મધ વાળ ખરવાની સમસ્યાને દૂર કરવામાં પણ તે ફાયદાકારક છે. બદામને મધમાં ભેળવીને ખાવાથી વાળને લાભ થતો હોવાનું કહેવાય છે. બદામ અને મધમાં પ્રોટીન હોય છે, જે વાળને હેલ્ધી બનાવે છે. 

બદામ અને મધમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જેથી પાચનતંત્રને સુધારવા માટે બદામને મધમાં ભેળવીને સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ સાથે જ તે પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ ફાયદાકારક છે.

બદામ અને મધનું સેવન વજન ઘટાડવામાં પણ ખૂબ જ ઉપયોગી છે. બદામ અને મધના નિયમિત સેવનથી વજન ઘટાડવાની સાથે મેટાબોલિક સિન્ડ્રોમથી પણ છુટકારો મળી શકે છે. આંતરિક અને બાહ્ય તંદુરસ્તી આપે છે.

Tags :
AlmondsGujaratFirstHealthCareHealthTips
Next Article