Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રોજ 4 અંજીરનું કરો આ રીતે સેવન, નહીં આવે ઘરમાં કોઈ બીમારી

અંજીરને અંગ્રેજીમાં ફિગ કહે છે. તેનું ફળ હળવું પીળા રંગનું અને પાક્યા પછી ઘાટા સોનેરી તેમજ જાંબલી રંગના હોઈ શકે છે.અંજીર ખાવાની સાચી રીત 4 સૂકા અંજીરને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે ઉઠીને ખાલી પેટે પલાળેલા અંજીર ખાઓ.આ સાથે રાત્રે સૂતા પહેલા દૂધમાં મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો.અંજીરમાંથી મળે છે અનેક પોષક તત્વોઅંજીરમાં કેલ્શિયમ, વિટામિન, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને પ્
રોજ 4 અંજીરનું કરો આ રીતે સેવન  નહીં આવે ઘરમાં કોઈ બીમારી

અંજીરને અંગ્રેજીમાં ફિગ કહે છે. તેનું ફળ હળવું પીળા રંગનું અને પાક્યા પછી ઘાટા સોનેરી તેમજ જાંબલી રંગના હોઈ શકે છે.

Advertisement

અંજીર ખાવાની સાચી રીત 

Advertisement

  • 4 સૂકા અંજીરને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે ઉઠીને ખાલી પેટે પલાળેલા અંજીર ખાઓ.
  • આ સાથે રાત્રે સૂતા પહેલા દૂધમાં મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો.

અંજીરમાંથી મળે છે અનેક પોષક તત્વો

  • અંજીરમાં કેલ્શિયમ, વિટામિન, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે.
  • તેમાં કાર્બોહાઈડ્રેટ, ફાઈબર અને કેલરી પણ પર્યાપ્ત માત્રામાં રહે છે. 
  • આ તમામ તત્ત્વો શરીર માટે ખૂબજ મહત્ત્વના છે. 

અંજીર ખાવાના ફાયદા:
Advertisement

  • અંજીર ઓછી કેલરીવાળો ખોરાક હોવાથી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તેમાં ચરબીનું પ્રમાણ પણ ઘણું ઓછું જોવા મળે છે. અંજીરને નિયમિત ડાયેટમાં સામેલ કરીને વજન ઘટાડી શકાય છે.
  • રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. આ ફળોમાં વિટામિન, પોટેશિયમ, મિનરલ્સ, કેલ્શિયમના ગુણો ભરપૂર હોય છે, જે ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે.
  •  જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેમના માટે અંજીરનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અંજીર ખાવાથી પેટનો દુખાવો, ગેસ અને કબજિયાતમાં રાહત મળે છે.

  • અંજીર ખાવાના ફાયદા અસ્થમાના દર્દીઓને ખાસ થાય છે. તેનું સેવન કરવાથી શરીરની અંદરની મ્યુકોસ મેમ્બ્રેનને ભેજ મળે છે અને કફ સાફ થાય છે. અસ્થમાના દર્દીઓ દૂધ સાથે ખાઈ શકે છે.

Tags :
Advertisement

.