Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતના 7 રાજ્યો સહિત નેપાળમાં ભૂકંપના આંચકાથી ધરતી ધ્રુજી, લોકોમાં ફફડાટ

બુધવારે સવારે મહત્વના સમાચાર મળી રહ્યા છે અને તે મુજબ  રાજધાની દિલ્હી (Delhi) સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળ (Nepal)માં જમીનથી 10 કિમી નીચે હોવાનું કહેવાય છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી. આ ઘટનામાં નેપાળના ડોટી જિલ્લામાં મકાન ધરાશાયી થવાથી 6 લોકોના મોત થયા છે.  રાત્રે 1.57 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા àª
ભારતના 7 રાજ્યો સહિત નેપાળમાં ભૂકંપના આંચકાથી ધરતી ધ્રુજી  લોકોમાં ફફડાટ
બુધવારે સવારે મહત્વના સમાચાર મળી રહ્યા છે અને તે મુજબ  રાજધાની દિલ્હી (Delhi) સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળ (Nepal)માં જમીનથી 10 કિમી નીચે હોવાનું કહેવાય છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી. આ ઘટનામાં નેપાળના ડોટી જિલ્લામાં મકાન ધરાશાયી થવાથી 6 લોકોના મોત થયા છે.  રાત્રે 1.57 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
 7 રાજ્યોમાં ભૂકંપના આંચકા
દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં મોડી રાત્રે આવેલા ભૂકંપના આંચકા બાદ ઉત્તરાખંડની ધરતી પણ વહેલી સવારે ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર બુધવારે સવારે ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3ની તીવ્રતા માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ 5 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભારતના 7 રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત ચીન અને પાકિસ્તાનમાં પણ લોકોએ ભૂકંપનો અનુભવ કર્યો હતો.
પિથોરાગઢમાં આંચકા
પિથોરાગઢમાં બુધવારે સવારે લગભગ 6.27 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. આના લગભગ 4.5 કલાક પહેલા રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ મંગળવારે મોડી રાત્રે 1:57 કલાકે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. આ આંચકા દિલ્હી-એનસીઆર, યુપી અને બિહારમાં અનુભવાયા હતા.
ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું?
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે 1.57 વાગ્યે આવેલા આ ભૂકંપનું કેન્દ્ર નેપાળ તથા મણિપુર હતું. આ ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી. નોંધપાત્ર રીતે, દિલ્હી એનસીઆર સહિત ઘણા વિસ્તારોમાં ભૂકંપ ખૂબ જ જોરદાર હતો. મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
Advertisement


અત્યાર સુધીમાં 6 લોકોના મોત 
નેપાળના ડોટી જિલ્લામાં ભૂકંપ બાદ લગભગ 2:12 વાગ્યે એક મકાન ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા હતા. અનેક વિસ્તારોમાં એક પછી એક ત્રણ આંચકા અનુભવાયા હતા. આ પછી રાત્રે 3.15 કલાકે ફરી 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

મંગળવારે પણ ધરતી ધ્રુજી હતી
મંગળવારે મોડી સાંજે પણ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ સહિત અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર ઉત્તરાખંડમાં ભારત-નેપાળ સરહદની નજીક હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.9 માપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ અહીં લગભગ 9 વાગે ભૂકંપના આંચકા આવ્યા હતા.
ગુજરાત ની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.