ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નેપાળમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી, 5.1ની તીવ્રતાના આંચકા અનુભવાયા

નેપાળ (Nepal)માં આજે (19 ઓક્ટોબર) ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, પૃથ્વી કાઠમંડુ (Kathmandu)થી 53 કિમી પૂર્વમાં ધ્રૂજી હતી  આ ભૂકંપ બપોરે 2.52 મિનિટે અનુભવાયો હતો. જો કે હજુ સુધી ભૂકંપના કારણે કોઈ નુકસાન  થયું નથી.આ પહેલા જુલાઈ મહિનામાં નેપાળમાં ભૂકંપના (Earthquake)આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 માપવામાં આવી હતી. આ દરમિયાન કાઠમંડુ(Kathmandu)થી 147 કિમી દૂર ભૂà
11:38 AM Oct 19, 2022 IST | Vipul Pandya
નેપાળ (Nepal)માં આજે (19 ઓક્ટોબર) ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, પૃથ્વી કાઠમંડુ (Kathmandu)થી 53 કિમી પૂર્વમાં ધ્રૂજી હતી  આ ભૂકંપ બપોરે 2.52 મિનિટે અનુભવાયો હતો. જો કે હજુ સુધી ભૂકંપના કારણે કોઈ નુકસાન  થયું નથી.
આ પહેલા જુલાઈ મહિનામાં નેપાળમાં ભૂકંપના (Earthquake)આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 માપવામાં આવી હતી. આ દરમિયાન કાઠમંડુ(Kathmandu)થી 147 કિમી દૂર ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ગઈ હતી. નેપાળના સમય મુજબ સવારે 8:13 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. NEMRCએ કહ્યું હતું કે આ આંચકા ખોટાંગ (Khotang)જિલ્લામાં માર્ટીમ બિર્તા નામના સ્થળે અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પૂર્વ નેપાળના 10 કિમીની ત્રિજ્યામાં માપવામાં આવ્યું હતું.


તાજેતરમાં લદ્દાખમાં ભૂકંપ આવ્યો હતો

આ પહેલા 19 ઓક્ટોબરે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં રિક્ટર સ્કેલ પર ઓછામાં ઓછા 4.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 8.07 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર જમ્મુ અને કાશ્મીરના લેહ બેલ્ટથી 135 કિમી ઉત્તર-પૂર્વમાં નોંધાયું હતું. આ દરમિયાન કોઈ નુકસાનના સમાચાર નથી. ભૂકંપનું કેન્દ્ર 34.92 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 78.72 ડિગ્રી પૂર્વ રેખાંશ પર જમીનથી 10 કિમીની ઊંડાઈએ હતું. કેન્દ્રશાસિત પ્રદેશનો આ હિમાલય પ્રદેશ ભૂકંપ માટે સંવેદનશીલ માનવામાં આવે છે.
Tags :
earthquakeGujaratFirstmagnitude5.1tremorsNepal
Next Article