Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજધાની દિલ્હી ભૂકંપના આંચકાથી હચમચી ઉઠી, ઘર અને ઓફિસમાંથી બહાર દોડી આવ્યા લોકો

રાજધાની દિલ્હીમાં લોકો ઠંડીનો પ્રકોપને સહન કરી રહ્યા છે, ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે અહીં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. મળી રહેલી માહિતી અનુસાર, બપોરે અઢી વાગ્યે ભૂકંપનો આચકો અનુભવાયો હતો. ભૂકંપના ઝટકાથી રાજધાની દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં લોકોએ થોડી ક્ષણ માટે આ જોરદાર આંચકા અનુભવ્યા હતા. વળી આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી છે. બપોરે અઢી વાગ્યે આવ્યો ભૂક
રાજધાની દિલ્હી ભૂકંપના આંચકાથી હચમચી ઉઠી  ઘર અને ઓફિસમાંથી બહાર દોડી આવ્યા લોકો
રાજધાની દિલ્હીમાં લોકો ઠંડીનો પ્રકોપને સહન કરી રહ્યા છે, ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે અહીં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. મળી રહેલી માહિતી અનુસાર, બપોરે અઢી વાગ્યે ભૂકંપનો આચકો અનુભવાયો હતો. ભૂકંપના ઝટકાથી રાજધાની દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં લોકોએ થોડી ક્ષણ માટે આ જોરદાર આંચકા અનુભવ્યા હતા. વળી આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી છે. 
બપોરે અઢી વાગ્યે આવ્યો ભૂકંપ
બપોરના સમયે આવેલા ભૂકંપના કારણે લોકો મોટી સંખ્યામાં ઘરની બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા જારી કરવામાં આવેલી માહિતી મુજબ નેપાળમાં બપોરે 2.28 કલાકે ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 5.8 હતી. ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન, પિથોરાગઢ અને અલ્મોડામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સિવાય નેપાળને અડીને આવેલા યુપીના અનેક જિલ્લાઓમાં આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા એટલા જોરદાર હતા કે ઘરોમાં રાખેલી વસ્તુઓ અને પંખા પણ ઝડપથી ધ્રૂજવા લાગ્યા. ભૂકંપના જોરદાર આંચકા જોઈને લોકો ઘર અને ઓફિસમાંથી બહાર દોડવા લાગ્યા હતા. ભૂકંપના કારણે લોકોમાં લાંબા સમય સુધી ગભરાહટનો માહોલ જોવા મળ્યો હતો.
Advertisement

ગયા મહિને પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા
જણાવી દઈએ કે ગયા મહિને પણ દિલ્હી NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર ભારતની સરહદ નજીક નેપાળમાં હોવાનું કહેવાય છે. જોકે ભારતમાં ભૂકંપને કારણે કોઈ જાનહાની કે સંપત્તિનું નુકસાન થયું ન હતું, પરંતુ નેપાળમાં એક મકાન ધરાશાયી થતાં લગભગ ત્રણ લોકોના મોત થયા હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.