Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉદયપુર હત્યાકાંડ મુદ્દે ડચ સાંસદની પ્રતિક્રિયા, અસહિષ્ણુ પ્રત્યે સહિષ્ણુ બનવાનું બંધ કરવું જોઇએ

વિવાદીત નિવેદન અંગે ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માનું સમર્થન કરનાર નેધરલેન્ડના સાંસદ ગીર્ટ વિલ્ડર્સે ઉદયપુર મર્ડર કેસ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ભારતની જનતાએ અસહિષ્ણુઓ પ્રત્યે સહિષ્ણુ બનવાનું બંધ કરવું જોઈએ. હિંદુત્વને ઉગ્રવાદીઓ, આતંકવાદીઓ અને જેહાદીઓથી બચાવો. ડચ સાંસદ ગીર્ટ વિલ્ડર્સે મંગળવારે ટ્વિટ કર્યું કે ભારતને મારી સલાહ છે કે તેણે અસહિષ્ણુ લોકો પ્રતà
ઉદયપુર હત્યાકાંડ મુદ્દે ડચ સાંસદની પ્રતિક્રિયા  અસહિષ્ણુ પ્રત્યે સહિષ્ણુ બનવાનું બંધ કરવું જોઇએ
વિવાદીત નિવેદન અંગે ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માનું સમર્થન કરનાર નેધરલેન્ડના સાંસદ ગીર્ટ વિલ્ડર્સે ઉદયપુર મર્ડર કેસ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ભારતની જનતાએ અસહિષ્ણુઓ પ્રત્યે સહિષ્ણુ બનવાનું બંધ કરવું જોઈએ. હિંદુત્વને ઉગ્રવાદીઓ, આતંકવાદીઓ અને જેહાદીઓથી બચાવો. 
ડચ સાંસદ ગીર્ટ વિલ્ડર્સે મંગળવારે ટ્વિટ કર્યું કે ભારતને મારી સલાહ છે કે તેણે અસહિષ્ણુ લોકો પ્રતી સહિષ્ણુ બનવાનું બંધ કરવુ પડશે. તેમણે ટ્વિટ કર્યું કે ભારત એક દોસ્ત હોવાના નાતે હું આપને કહું છું કે અસહિષ્ણુની પ્રતિ સહિષ્ણુ થવાનું બંધ કરો. ચરમપંથીઓ, આતંકીઓ અને જેહાદીઓથી હિન્દુત્વની રક્ષા કરો. ઇસ્લામનું તુષ્ટીકરણ ના કરો, આ તમને ખુબ મોંઘુ પડશે. હિન્દુઓને એવા નેતા જોઇએ જે તેમની 100 ટકા રક્ષા કરે. તેમણે તબક્કાવાર ટ્વિટ કરીને કહ્યું કે ભારતમાં હિન્દુઓને સુરક્ષીત થવું પડશે. આ તેમનો દેશ છે. તેમની માતૃભૂમી છે. ભારત તેમનું છે. ભારત કોઇ ઇસ્લામીક દેશ નથી. 
Advertisement

 


મંગળવારે ઉદયપુરના ધનમંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કન્હૈયા લાલ નામના દરજીને બે શખ્સોએ ગળુ કાપી  કરી હત્યા કરી હતી.  બંનેએ ત્યારબાદ  સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. ટેલરની હત્યા કર્યા બાદ બુધવારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયા બાદ  અંતિમ સંસ્કાર માટે સ્વજનોને સોંપવામાં આવ્યું હતું.

કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે, કન્હૈયાલાલની અંતિમયાત્રા સેક્ટર 14 સ્થિત તેમના નિવાસસ્થાનથી સ્મશાન માટે નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર હતા. વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયા મૃતક કન્હૈયાલાલના ઘરે ગયા હતા. દરમિયાન, બુધવારે શહેરના સાત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફ્યુ ચાલુ રહ્યો હતો અને રાજ્યના 33 જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત રહી હતી. દરજીની બે શખ્સોએ હત્યા કર્યા બાદ શહેરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ ઘટનાને વખોડી નાખતા દેશના અગ્રણી મુસ્લિમ સંગઠનોએ કહ્યું કે આ માત્ર ગેરકાયદેસર નથી, પણ બિન-ઈસ્લામિક પણ છે. આ સંગઠનોએ દરેકને શાંતિ જાળવવા અને કોઈપણ રીતે કાયદો પોતાના હાથમાં ન લેવાની અપીલ કરી હતી. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના જનરલ સેક્રેટરી મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા ઈસ્લામના પયગંબર વિશે બોલવામાં આવેલા અપમાનજનક શબ્દો મુસ્લિમોને ખૂબ જ દુઃખ પહોંચાડે છે. આ સાથે સરકાર તેમના પર કોઈ કાર્યવાહી ન કરવી એ ઘા પર મીઠું છાંટવા સમાન છે. તેમ છતાં, કાયદો તમારા હાથમાં લેવો અને વ્યક્તિની હત્યા કરવી એ નિંદનીય કૃત્ય છે. ન તો કાયદો તેને મંજૂરી આપે છે અને ન તો ઇસ્લામિક શરિયા તેને યોગ્ય ઠેરવે છે.
Advertisement
Tags :
Advertisement

.