Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'શોલે'ના શૂટિંગ દરમિયાન જયા બચ્ચન ગર્ભવતી હતાં, હરિવંશરાય બચ્ચને લગ્ન માટે મૂકી હતી આ શરત

બોલિવૂડ એક્ટ્રેસ અને રાજ્યસભા સાંસદ જયા બચ્ચન આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે, ચાલો જાણીએ  તેમના વિશે ખાસ વાતો.અભિનેત્રી જયા બચ્ચનનો આજે 74મો જન્મદિવસ છે. જયાનો જન્મ 9 એપ્રિલ 1948 ના રોજ જબલપુર, મધ્ય પ્રદેશમાં થયો હતો અને તે તેમના સમયની હિન્દી સિનેમાની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. તેમની કારકિર્દી દરમિયાન, તેમણે નવ ફિલ્મફેર એવોર્ડ જીત્યા જેમાં ત્રણ શ્રેષ્ઠ અભિનેત્રી અને ત્રણ શ્
 શોલે ના શૂટિંગ દરમિયાન જયા બચ્ચન ગર્ભવતી હતાં  હરિવંશરાય બચ્ચને લગ્ન માટે મૂકી હતી આ શરત
બોલિવૂડ એક્ટ્રેસ અને રાજ્યસભા સાંસદ જયા બચ્ચન આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે, ચાલો જાણીએ  તેમના વિશે ખાસ વાતો.અભિનેત્રી જયા બચ્ચનનો આજે 74મો જન્મદિવસ છે. જયાનો જન્મ 9 એપ્રિલ 1948 ના રોજ જબલપુર, મધ્ય પ્રદેશમાં થયો હતો અને તે તેમના સમયની હિન્દી સિનેમાની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. તેમની કારકિર્દી દરમિયાન, તેમણે નવ ફિલ્મફેર એવોર્ડ જીત્યા જેમાં ત્રણ શ્રેષ્ઠ અભિનેત્રી અને ત્રણ શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો  એવોર્ડ મેળવ્યા છે. 
જયા પોતાના સમયની ખ્યાતનામ અભિનેત્રીઓમાંની એક છે અને તેણે ઘણા વર્ષો સુધી સિલ્વર સ્ક્રીન પર રાજ કર્યું છે અને આજે પણ તેમની ફિલ્મો લોકોને ખૂબ જ પસંદ આવે છે. આ સાથે, તેઓ 2004માં સમાજવાદી પાર્ટી સાથે પોતાની રાજકીય ઇનિંગની શરૂઆત કરી હતી, આજ તેઓ સમાજવાદી પાર્ટીના સાંસદ છે. રાજ્યસભામાં પણ તેમના બેબાક ભાષણો અવારનવાર મિડીયામાં જોવાં મળે છે. ચાલો જાણીએ તેના જન્મદિવસ પર તેની સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો. 


15 વર્ષની ઉંમરથી કામ કર્યું
જયા બચ્ચને માત્ર 15 વર્ષની ઉંમરે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 1963માં જયાએ સત્યજીત રેની બંગાળી ફિલ્મ 'મહાનગર'માં સહાયક અભિનેત્રીની ભૂમિકા ભજવી હતી. અહીંથી અભિનેત્રીએ પોતાનું સપનું જીવવાનું શરૂ કર્યું. 
અભિનેત્રી (જયા બચ્ચન ડેબ્યુ ફિલ્મ)એ વર્ષ 1971માં ફિલ્મ ગુડ્ડીથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેમણે મિલી, ચુપકે-ચુપકે, ઝંજીર જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી. 


આ ફિલ્મના સેટ પર અમિતાભને મળ્યાં
વર્ષ 1972માં જયા બચ્ચને ફિલ્મ 'બંસી બિરજુ' સાઈન કરી હતી અને તે આ ફિલ્મના સેટ પર પહેલીવાર અમિતાભ બચ્ચનને મળ્યા હતા અને તે સમયે અમિતાભની ફિલ્મો કંઈ ખાસ કરી શકી ન હતી પરંતુ જયાને પહેલી નજરમાં જ અમિતાભ ગમી ગયા હતા. કહેવાય છે કે જયાએ અમિતાભને જોતાની સાથે જ જોતી રહી ગયા.


પાર્ટી કરવાના કારણે લગ્ન કરવા પડ્યા
અમિતાભ અને જયા લંડન જઈને ફિલ્મ ઝંજીરની સફળતાની ઉજવણી કરવા માંગતા હતા, ત્યાં સુધી કોઈને ખબર પણ ન હતી કે જયા અને અમિતાભ એકબીજાને પસંદ કરે છે. જ્યારે હરિવંશ રાય બચ્ચનને આ વાતની જાણ થઈ તો તેમણે અમિતાભને ઠપકો આપ્યો કે લંડન કેમ જવું છે, જો જવું જ હોય તો પહેલા આ છોકરી સાથે લગ્ન કરો. 3 જૂન, 1973ના રોજ, અમિતાભ અને જયાના લગ્ન ખૂબ જ સાદાઇથી થયા. લગ્નના બીજા જ દિવસે જયા અને અમિતાભ લંડન ફરવા ગયા હતા.

શોલેના શૂટિંગ દરમિયાન જયા બચ્ચન ગર્ભવતી 
બહુ ઓછા લોકો જાણે છે કે જયા બચ્ચન એક સારા સ્ક્રિપ્ટ રાઈટર પણ છે, તેમણે અમિતાભની બ્લોકબસ્ટર ફિલ્મ શહેનશાહની સ્ટોરી લખી હતી. બહુ ઓછા લોકો જાણતા હશે કે શોલે ફિલ્મના શૂટિંગ દરમિયાન જયા બચ્ચન ગર્ભવતી હતા, આ ફિલ્મમાં તેમણે રાધાની ભૂમિકા ભજવી હતી અને તેના સામે અમિતાભ બચ્ચન હતા. તમને જણાવી દઈએ કે જયા બચ્ચન આજે પોતાનો 74મો જન્મદિવસ ઉજવી રહી છે. ફિલ્મી દુનિયામાં જયાએ લાંબા સમય સુધી અમિતાભ સાથે પણ કામ કર્યું છે.
 
 
રેખાની હાજરીમાં અમિતાભે જયા બચ્ચનને કરી 'KISS'! આ કોયડો આજ સુધી ઉકેલાયો નથી
14 જાન્યુઆરી, 2014ના રોજ મુંબઈમાં આયોજિત સ્ક્રીન એવોર્ડ્સમાં જ્યારે અમિતાભ બચ્ચનના નામની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે બિગ બીએ જયા બચ્ચનને પબ્લિકલી કીસ કરી હતી. બીગ બીના બધા ચાહકો જાણે છે કે બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો સંબંધ રેખા સાથે કેવો રહ્યો છે. લાંબા સમયથી બંનેના નામ એકબીજા સાથે જોડાયેલા છે. રેખા, જયા અને અમિતાભ બચ્ચનના પ્રેમ ત્રિકોણ વિશે એવી ઘણી વાર્તાઓ છે જેની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી, પરંતુ તેમ છતાં ચાહકો માને છે કે આ વાર્તાઓ માત્ર વાર્તાઓ નથી પરંતુ તેની વાસ્તવિકતા સાથે ઘણું બધું જોડાયેલું છે. 

જયા અને અમિતાભ 5 દાયકાથી લોકોના ફેવરિટ રહ્યા 
જો કે અમિતાભ બચ્ચન, રેખા અને જયા એકસાથે દેખાયા હોય એવું ભાગ્યે જ બન્યું છે, પરંતુ થોડાં વર્ષો પહેલાં ત્રણેય એક ઈવેન્ટમાં સાથે જોવા મળ્યાં હતાં. આ એવો પ્રસંગ પણ હતો જ્યારે અમિતાભ બચ્ચન રેખાની હાજરીમાં જયા બચ્ચન પ્રત્યેના પ્રેમને ખુલ્લેઆમ વ્યક્ત કરતાં જોવા મળ્યા હતા. આ ઈવેન્ટમાં અમિતાભ બચ્ચને જયાને કિસ કરી હતી અને આ ફોટો વાયરલ થયો હતો.

આ રીતે અમિતાભ રેખાને મળ્યા હતા
યોગાનુયોગ આ એવોર્ડ નાઈટમાં રેખા પણ હાજર હતી. આ ઈવેન્ટમાં અમિતાભ બચ્ચને હાથ જોડીને 'નમસ્તે' કહીને રેખાનું સ્વાગત કર્યું હતું અને જયા બચ્ચન પણ રેખા સાથે હસતા ચહેરે જોવા મળ્યા હતા. આ ઘટનાની ખૂબ ચર્ચા થઈ હતી.
Advertisement
Tags :
Advertisement

.