Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરામાં KGF 2 ફિલ્મના શો દરમિયાન માથાભારે શખ્સોએ થિયેટરનો પડદો ફાડી નાખ્યો, કારણ ચોંકાવી દેશે

સુપરસ્ટાર યશની ફિલ્મ KGF 2 ગુરુવાર, 14 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. મહત્વનું છે કે, આ ફિલ્મ દુનિયાભરમાં લગભગ 10 હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. વળી, હિન્દી બેલ્ટમાં, આ ફિલ્મ 4400 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. કોરોના મહામારી પછી, આ એક એવી ફિલ્મ છે, જેને આટલી બધી સ્ક્રીન્સ મળી છે. KGF 2 જોવા માટે સવારથી જ સિનેમાઘરોમાં ભીડ જોવા મળી રહી છે. સવારનો શો હાઉસફુલ જઇ રહ્યો છે. ત્યારે રાજ્યના વડોદરામાં
વડોદરામાં kgf 2 ફિલ્મના શો દરમિયાન માથાભારે શખ્સોએ થિયેટરનો પડદો ફાડી નાખ્યો  કારણ ચોંકાવી દેશે
સુપરસ્ટાર યશની ફિલ્મ KGF 2 ગુરુવાર, 14 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. મહત્વનું છે કે, આ ફિલ્મ દુનિયાભરમાં લગભગ 10 હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. વળી, હિન્દી બેલ્ટમાં, આ ફિલ્મ 4400 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. કોરોના મહામારી પછી, આ એક એવી ફિલ્મ છે, જેને આટલી બધી સ્ક્રીન્સ મળી છે. KGF 2 જોવા માટે સવારથી જ સિનેમાઘરોમાં ભીડ જોવા મળી રહી છે. સવારનો શો હાઉસફુલ જઇ રહ્યો છે. ત્યારે રાજ્યના વડોદરામાંથી એક એવા સમાચાર સામે આવ્યા જે તમને ચોંકાવી દેશે.
વડોદરા શહેરને સંસ્કારીનગરી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ અહીં અમુક અસામાજીક તત્વોએ આ શહેરના આ ઉપનામને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે. જીહા, વાત એ છે કે KGF ચેપ્ટર 2 ફિલ્મ કે જેની દર્શકો ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે હવે રિલીઝ થઇ ગઇ છે. ત્યારે તેનો એક શો વડોદરાના પ્રતાપનગર બ્રીજ નજીક આવેલી અલ્પના ટોકિઝમાં ચાલતો હતો, જે દરમિયાન અમુક માથાભારે શખ્સોએ થિયેટરની અંદર તોડફોડ શરૂ કરી હતી. આ દરમિયાન તેમણે પડદો પણ ફાડી નાખ્યો હતો. મળી રહેલી માહિતી અનુસાર, આ માથાભારે શખ્સોને જ્યારે ટિકિટ ચેકરે તેમની સીટ પર બેસવા કહ્યું હતું, જે પછી આ અસામાજીક તત્વોએ તોડફોડ કરી આનંદના માહોલને ખરાબ કર્યો હતો. થિયેટરમાં ભારે હંગામો થયા બાદ આખરે ફિલ્મના શો ને કેન્સલ કરવાની ફરજ પડી હતી. સંચાલકોએ તમામ દર્શકોને ટિકિટના નાણા રિફંડ કરી દીધા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મના એડવાન્સ બુકિંગના કારણે લગભગ તમામ શો થોડા દિવસો માટે હાઉસફુલ થઈ જશે. ફિલ્મ જોયા બાદ થિયેટરોની બહાર આવેલા દર્શકોનો ઉત્સાહ પણ જોવા જેવો છે. અહેવાલો અનુસાર, ઘણી જગ્યાએ ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. મહત્વનું છે કે KGF ચેપ્ટર 1 પછી દર્શકો લાંબા સમયથી તેના બીજા ભાગની રાહ જોઈ રહ્યા હતા. જ્યારથી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે ત્યારથી ચાહકોમાં તેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સમાચાર મુજબ, ફિલ્મ જોવા આવેલા કેટલાક ચાહકો થિયેટરોમાં એટલા ઉત્સાહિત થઈ ગયા અને તેઓ અંદર ફટાકડા ફોડીને નાચવા લાગ્યા.
Advertisement
Tags :
Advertisement

.