Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઓસ્ટ્રેલિયા-દ.આફ્રિકાની મેચ દરમિયાન મેદાનમાં કઇંક એવું બન્યું જે અત્યાર સુધીમાં નથી બન્યું, Video

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા (Australia and South Africa) વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ મેલબોર્ન (Melbourne) માં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચના બીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. મેચની પ્રથમ ઇનિંગમાં કાંગારૂ ટીમે 189ના સ્કોર પર મહેમાન ટીમને ઓલઆઉટ કરી દીધી હતી. તે પછી જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ ફિલ્ડીંગ માટે આવી ત્યારે એક એવી ઘટના બની જે જોઇને ત્યા હાજર સૌ કોઇ ચોંકી ગયા હતા. દ.આફ્રિકાના ખેલાડીને અથડાયà«
07:09 AM Dec 27, 2022 IST | Vipul Pandya
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા (Australia and South Africa) વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ મેલબોર્ન (Melbourne) માં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચના બીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. મેચની પ્રથમ ઇનિંગમાં કાંગારૂ ટીમે 189ના સ્કોર પર મહેમાન ટીમને ઓલઆઉટ કરી દીધી હતી. તે પછી જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ ફિલ્ડીંગ માટે આવી ત્યારે એક એવી ઘટના બની જે જોઇને ત્યા હાજર સૌ કોઇ ચોંકી ગયા હતા. 
દ.આફ્રિકાના ખેલાડીને અથડાયો કેમેરો
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની મેચમાં, બંને ટીમો WTC માટે મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવવા માટે સખત પ્રયાસ કરી રહી છે. મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બોક્સિંગ ડે ટેસ્ટ (AUS vs SA બોક્સિંગ ડે ટેસ્ટ)ના બીજા દિવસે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર કંઈક એવું બન્યું જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આપને જણાવી દઇએ કે, દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર એનરિચ નોર્ટજે (Anrich Nortje) તરફ મેદાનમાં લગાવેલો સ્પાઈડર કેમેરો એટલો ઝડપથી આવ્યો કે તે ફાસ્ટ બોલર સાથે સીધો અથડાઈ ગયો. આ ઘટના બની ત્યારે સૌ કોઇ પહેલા તો ચોંકી ગયા હતા. 

નોર્ટજે જમીન પર પડી ગયો
જણાવી દઈએ કે એનરિચ નોર્ટજે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ દરમિયાન બેકવર્ડ સ્ક્વેરમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે ફોક્સ સ્પોર્ટ્સનો ફ્લાઈંગ ફોક્સ કેમેરા, જેને સ્પાઈડર કેમેરા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે તેની પીઠમાં વાગ્યો. જણાવી દઈએ કે જ્યારે એનરિચ નોર્ટજે બેકવર્ડ સ્ક્વેર પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો, ત્યારે જ ફોક્સ સ્પોર્ટ્સનો ફ્લાઈંગ ફોક્સ કેમેરા (સ્પાઈડર કેમેરા) તેની તરફ આવ્યો. કેમેરો તેની પાછળ ઝડપથી અથડાયો. જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં નોર્ટજે જમીન પર પડતા જોવા મળે છે. આ ઘટનામાં નોર્ટજેને કોઈ ઈજા થઈ નથી. આ સમગ્ર ઘટનાની આકરી ટીકા થઈ રહી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેમેરામાં કેદ થયા બાદ નોર્ટજે જમીન પર પડેલો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, તે આઉટફિલ્ડમાં તેની સ્થિતિ પર પાછો જઈ રહ્યો હતો.
શું છે મેચની સ્થિતિ?
આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ આફ્રિકાની ટીમને 189 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસના અંત સુધીમાં 91 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 386 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડ 48 રન અને એલેક્સ કેરી 9 રન બનાવીને ક્રીઝ પર છે. વળી કેમેરોન ગ્રીન રિટાયર્ડ હર્ટ થયો હતો જે પછી એલેક્સ કેરી મેદાનમાં આવ્યો હતો. જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકા સામે 197 રનની લીડ મેળવી લીધી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ અને વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નરે પોતાની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ રમતા તેની 45મી ટેસ્ટ સદી ફટકારી હતી. જેને તેણે પાછળથી બેવડી સદીમાં પરિવર્તિત કરી હતી. વોર્નર 200 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો.

આ પણ વાંચો - સુપરમેન બન્યો ઓસ્ટ્રેલિયાનો ખેલાડી, હવામાં ઉછળીને કર્યો શાનદાર કેચ, Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AnrichNortjeAustraliavsSouthAfricaAUSvsSACricketfieldGujaratFirstMelbourneSocialmediaSportsSpyCamVideo
Next Article