Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા દરમિયાન, કંઈક આ રંગનો હશે તેમનો શણગાર

આખરે છેલ્લા 2 વર્ષ બાદ આ વખતે અષાઢી બીજ પર ભગવાન જગન્નાથ રંગેચંગે નગરચર્યાએ નીકળવાના છે. ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે તેમના વાઘાથી લઈને આભૂષણો પર કોઈની નજર ન હટે તે પ્રકારના તૈયાર કરવામાં આવ્યા છે. કેવો રહેશે ભગવાન જગન્નાથનો શણગાર આવો જણાવીએ...ભગવાનના વાઘાથી લઈને તેમના આભૂષણો જેમાં નીતનવા રંગ જોવા મળતા હોય છે. ભગવાનને એવો શણગાર કરાય કે ભકતો તેમને નિહાળતા રહે છે. પણ આ તો વાત
ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા દરમિયાન  કંઈક આ રંગનો હશે તેમનો શણગાર
આખરે છેલ્લા 2 વર્ષ બાદ આ વખતે અષાઢી બીજ પર ભગવાન જગન્નાથ રંગેચંગે નગરચર્યાએ નીકળવાના છે. ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે તેમના વાઘાથી લઈને આભૂષણો પર કોઈની નજર ન હટે તે પ્રકારના તૈયાર કરવામાં આવ્યા છે. કેવો રહેશે ભગવાન જગન્નાથનો શણગાર આવો જણાવીએ...
ભગવાનના વાઘાથી લઈને તેમના આભૂષણો જેમાં નીતનવા રંગ જોવા મળતા હોય છે. ભગવાનને એવો શણગાર કરાય કે ભકતો તેમને નિહાળતા રહે છે. પણ આ તો વાત છે જગન્નાથ યાત્રાની.. તો તેમાં તૈયારીમાં કંઈ ખુટે ખરા! ત્યારે આ વર્ષે પણ ભગવાન જગન્નાથના સાજ-શણગાર માટે વિશેષ પ્રકારની તૈયારી કરવામાં આવી છે. ભગવાન મામાના ઘરેથી પરત આવે ત્યારથી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને અદ્રભૂત શણગાર કરવામાં આવશે.
ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળવાની છે. ઘરમાં પ્રસંગ હોય તો પણ તૈયારીમાં કોઈ કમી રાખવામાં આવતી નથી આ તો ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છે, ત્યારે તૈયારીમાં કોઈ કચાશ ન રહીં જાય તેનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. ત્યારે કેવો શણગાર રહેશે તેના પર નજર કરીએ..
આવો રહેશે જગન્નાથનો શણગાર! 

  • સરસપુરથી પરત ફરતા રહેશે લાલ રંગના પેચવર્ક સાથેનો શણગાર
  • નેત્રોત્સવ વિધિમાં ધારણ કરશે કેસરી રંગના ગાયવાળા વસ્ત્ર
  • મંગળા દર્શનમાં પીસ્તા રંગના ડાયમંડથી જડેલ પાઘડી સાથેના વસ્ત્રો
  • સોનેરી રંગના મોતીવર્ક કરાયેલ વસ્ત્રોમાં સજ્જ ભગવાનના થશે દર્શન
  • અષાઢી ત્રીજ પર જાંબલી રંગના વસ્ત્રોનો રહેશે શણગાર 
ભગવાન જગન્નાથની રથયાત્રા 2 વર્ષ બાદ ભકતો સાથે નીકળવાની છે. ત્યારે સુંદર વાઘાથી સુશોભિત ભગવાનને નિહાળવા પણ એક લ્હાવો છે.  ત્યારે આ વર્ષે ભગવાનને વિશેષ વાઘામાં નિહાળી ભકતો પણ ભગવાનના જાણે સાક્ષાત દર્શન કર્યા હોય તેવી અનુભૂતિ કરી શકશે.
Advertisement
Tags :
Advertisement

.