Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નગરપાલિકાની લાપરવાહીના કારણે વરસાદી પાણી બાપુનગરના મકાનોમાં ભરાયા..

ભરૂચ (Bharuch)જિલ્લામાં વહેલી સવારથી જ મેઘ મહેરબાન થતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં પણ ૩૦ મીલીમીટર વરસાદ નોંધાતા અંકલેશ્વરના અનેક જાહેર માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા હતા તો બાપુનગર (Bapunagar) વિસ્તારમાં વરસાદી પાણી(Rain water)લોકોના ઘરમાં પાણી ફરી વળતા ભારે હોબાળો મચ્યો હતોઅંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર ૩માં આવેલા બાપુનગર વિસ્તાàª
નગરપાલિકાની લાપરવાહીના કારણે વરસાદી પાણી બાપુનગરના મકાનોમાં ભરાયા
ભરૂચ (Bharuch)જિલ્લામાં વહેલી સવારથી જ મેઘ મહેરબાન થતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં પણ ૩૦ મીલીમીટર વરસાદ નોંધાતા અંકલેશ્વરના અનેક જાહેર માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા હતા તો બાપુનગર (Bapunagar) વિસ્તારમાં વરસાદી પાણી(Rain water)લોકોના ઘરમાં પાણી ફરી વળતા ભારે હોબાળો મચ્યો હતો
અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર ૩માં આવેલા બાપુનગર વિસ્તારમાં વરસાદી પાણીના કારણે ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ જવાના કારણે વરસાદી પાણી કેટલાય લોકોના ઘરમાં ફરી વળ્યા હતા અને નગરપાલિકા ઉપર ગંભીર આક્ષેપ સ્થાનિકોએ કર્યા હતા નગરપાલિકાની લાપરવાહીના કારણે ડ્રેનેજ લાઈન જામ થઈ જવાથી લોકોના ઘરમાં પાણી ગયા છે વરસાદી પાણી લોકોના ઘરમાં ફરી વળતા લોકોએ પાણી ઉલેચવાની ફરજ પડી હતી અને વરસાદી પાણી પોતાના ઘરમાંથી બહાર કાઢી રહ્યા હોવાના ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. 
ત્યારેવરસાદી પાણી લોકોના ઘરમાં ફરી વળતા સ્થાનિકોએ પણ ભારે હોબાળો મચાવ્યો હતો અને પાલિકાની લાપરવાહી સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો તો અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી પડ્યા હતા જાહેર માર્ગો ઉપર જ ઘુંટણ સમા પાણી ભરાયા હતા જલધારા ચોકડી સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાયો હતો વરસાદી પાણી જાહેર માર્ગો પર ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી
Advertisement
Tags :
Advertisement

.