Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરતના ડભોલીમાં ઉભરાતી ગટરને કારણે દુર્ગંઘનું સામ્રાજ્ય, મહાનગરપાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલ

- સુરતના ડભોલીમાં ઉભરાતી ગટરની સમસ્યા -સ્થાનિકો- રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન -પરેશાન સુરત મહાનગર પાલિકાના  કતારગામ ઝોનમાં આવેલા ડભોલી મેન રોડ પર બનાવવામાં આવેલી ગટર લોકો માટે આફત બની ગઈ છે.ગટરનું પાણી જાહેર રોડ પર વહી રહ્યું હોવાની સ્થાનિકો- રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન -પરેશાન થઇ રહ્યા છે. આ મામલે પાલિકામાં ફરિયાદ કરાઇ છે. છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યા હોવા છતાં મનપા તંત્ર દ્વàª
11:17 AM Feb 06, 2023 IST | Vipul Pandya

- સુરતના ડભોલીમાં ઉભરાતી ગટરની સમસ્યા 
-સ્થાનિકો- રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન -પરેશાન 
સુરત મહાનગર પાલિકાના  કતારગામ ઝોનમાં આવેલા ડભોલી મેન રોડ પર બનાવવામાં આવેલી ગટર લોકો માટે આફત બની ગઈ છે.ગટરનું પાણી જાહેર રોડ પર વહી રહ્યું હોવાની સ્થાનિકો- રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન -પરેશાન થઇ રહ્યા છે. આ મામલે પાલિકામાં ફરિયાદ કરાઇ છે. છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યા હોવા છતાં મનપા તંત્ર દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવા કોઇ નક્કર પગલા લેવાયા નથી. સમસ્યાનું નિરાકરણ કે કોઈ ઉકેલ નહિ આવતા હવે લોકો અકળાયા છે. મહાનગર પાલિકાની ગંભીર બેદરકારીના કારણે જાહેરમાં ગંદકી થઈ રહી છે. લોકોનું જાહેર રોડ પરથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે. 
વારંવાર આ ગટર ઉભરાય છે, છતા કોઇ નિરાકરણ નહીં 
એક બાજુ શહેરમાં ગંદકી કરનાર,  જાહેરમાં થુંકનાર,જાહેરમાં કચરો ફેંકનારને  મહાનગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવે છે,જાહેરમાં ગંદકી કરનારા લોકોને સીસીટીવીની મદદથી પકડવામાં આવે છે.તેમને નોટિસ ફટકારી દંડ ફટકારવામાં આવી રહ્યા છે, બીજી તરફ મહાનગરપાલિકાના ખુદના જ બેદરકાર અને લાપરવાહ વલણને કારણે લોકો ગંદકી અને દુર્ગંધનો સામનો કરી રહ્યા છે. 
દુકાનો બહાર વહે છે દુર્ગંધયુક્ત પાણી 
મેઇન રોડ પર ધાર્મિક સ્થળ નજીક દુકાનોની વચ્ચે ફૂટપાથ પર રોડથી ચાર ફૂટ ઊંચું ડ્રેનેજનું ચેમ્બર જાણે ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા વર્ષોથી આની આ જ સ્થિતિ છે. ડ્રેનેજના ચેમ્બરમાંથી ગંદુ પાણી જાહેર રોડ પર ઉભરાઈ આવે છે અને ગંદકી થાય છે. અઠવાડિયામાં ત્રણથી ચાર દિવસ આ ગટર ઉભરાતી હોવાથી જાહેર રોડ પર ગંદકીની સાથે-સાથે માથુ ફાટી જાય તેવી વાસ મારે છે. સમયસર વેરો ભરવામાં આવે છે છતાં દુકાન બહાર જ દુર્ગંઘયુક્ત પાણી વહી રહ્યું છે, જેના કારણે મુલાકાતીઓ,  ગ્રાહકો અને વાહન ચાલકોની મુશ્કેલી વધી રહી છે. કેટલીક વાર ડ્રેનેજમાં ભારે પ્રેશરના કારણે ગંદા પાણીના ફુવારા ઉંચે સુધી ઉડતા આસપાસથી પસાર થતા લોકોના કપડા બગડે છે. લોકોને ગંદકી કરવા બદલ દંડ ફટકારતી સુરત મહાનગર પાલિકાના  લાપરવાહીભર્યા વલણને કારણે આ ગંદકી થઇ રહી હોવાની વાત લોકોમાં ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચોઃ  લેક વ્યૂ ગાર્ડનના લેક જાળવણીના અભાવે બન્યા નર્કાગાર, ગંદકી અને મચ્છરોથી આરોગ્ય સામે ઉભુ થયું જોખમ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
DabholiGujaratFirstoverflowingsewageSMCSuratSuratMunicipalCorporation
Next Article