Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ EDને પત્ર લખીને સમય માંગ્યો હતો, ઇડીએ વાત માન્ય રાખી

સોનિયા ગાંધીએ EDને પત્ર લખીને જ્યાં સુધી તેઓ સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી હાજર રહેવાના ફરમાનને મુલતવી રાખવાની માગણી કરી છે. કોંગ્રેસ અધ્યક્ષાને એજન્સી દ્વારા નેશનલ હેરાલ્ડ અખબાર સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે 23 જૂને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ 23 જૂનના એક દિવસ પહેલા સોનિયા ગાંધીએ તપાસ એજન્સી પાસે આની માંગણી કરી છે. હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાà
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ edને પત્ર લખીને સમય માંગ્યો હતો  ઇડીએ વાત માન્ય રાખી
સોનિયા ગાંધીએ EDને પત્ર લખીને જ્યાં સુધી તેઓ સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી હાજર રહેવાના ફરમાનને મુલતવી રાખવાની માગણી કરી છે. કોંગ્રેસ અધ્યક્ષાને એજન્સી દ્વારા નેશનલ હેરાલ્ડ અખબાર સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે 23 જૂને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ 23 જૂનના એક દિવસ પહેલા સોનિયા ગાંધીએ તપાસ એજન્સી પાસે આની માંગણી કરી છે. હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને થોડા સમય માટે હાજર રહેવામાંથી મુક્તિ આપી છે. સોનિયા ગાંધીએ બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને તેમની હાજરીની તારીખ થોડા અઠવાડિયા લંબાવવા વિનંતી કરી હતી. જે બાદ EDએ તેમની વિનંતી સ્વીકારી લીધી છે. હવે સોનિયાની પૂછપરછ ક્યારે થશે તે અંગે ED નવી તારીખ જાહેર કરશે. સૂત્રોના જણાવ્યાં અનુસાર એજન્સીએ સોનિયાને નવા સમન્સની આગામી તારીખ હજુ નક્કી કરવાની બાકી છે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને પત્ર લખીને એજન્સી સમક્ષ હાજર થવા માટે થોડા અઠવાડિયાનો વધુ સમય માંગ્યો હતો. તેમણે આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે જ્યાં સુધી તે કોવિડ અને ફેફસાંના ચેપમાંથી સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેમને  હાજર રહેવા મુદ્દે  રાહત આપવી જોઈએ. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને 23 જૂને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. 
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કર્યું, “કોવિડ અને ફેફસાના ચેપને કારણે હોસ્પિટલમાં દાખલ થયા બાદ  સોનિયા ગાંધીને ઘરે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. તેથી, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ આજે ​​EDને પત્ર લખીને તેઓ સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેમની હાજરી થોડા અઠવાડિયા માટે મુલતવી રાખવાની માગ કરી છે.'
સોનિયા ગાંધીને સોમવારે દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી જ્યાં તેમને કોરોના વાયરસ સંબંધિત  સમસ્યાઓના કારણે દાખલ કરવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની સમગ્ર તપાસને રાજકીય બદલો  ગણાવતા કોંગ્રેસે ભાજપ નેતાઓ પર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને વિપક્ષના નેતાઓને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. 
આ પહેલાં કોંગ્રેસના ભારે વિરોધ વચ્ચે રાહુલ ગાંધીની પાંચ દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી હતી. નેશનલ હેરાલ્ડ અખબારે કથિત મની લોન્ડરિંગ કેસમાં મંગળવારે પાંચમા દિવસે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની 11 કલાકથી વધુ પૂછપરછ કરી. તપાસ એજન્સીએ રાહુલ ગાંધીને કોઈ નવું સમન્સ જારી કર્યું નથી અને એવું માનવામાં આવે છે કે તેમની પૂછપરછ પૂરી થઈ ગઈ છે. રાહુલ ગાંધીની પાંચ દિવસમાં અત્યાર સુધીમાં 54 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી છે જે દરમિયાન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.