Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુપ્તાંગમાં ડ્રાયનેસથી ખંજવાળની સમસ્યા થાય છે? અપનાવો આ ઘરેલુ નુસખા જેનાથી તમને મળશે રાહત !

Sub header - અપનાવો આ  ઘરેલુ નુસખા જેનાથી તમને મળશે રાહત ! મહિલાઓને સામાન્ય રીતે ગુપ્તાંગમાં અનેક વાર ઇચીંગ એટલે કે ખંજવાળની સમસ્યા થતી હોય છે. વજાઇનલ પોર્શનમાં આ પ્રકારના અનેક કારણો હોય છે. સાફસફાઇ બરાબર ન થઇ હોય અથવા તો ડ્રાઇનેસને કારણે અથવા તો એક્સટર્નલ ઇન્ફેક્શનને કારણે પણ સમસ્યા સર્જાઇ શકે છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમને આજે કેટલાક ઘરેલુ ઉપાય તમને બતાવવા જઇ રહ્યા છીએ. જà«
ગુપ્તાંગમાં ડ્રાયનેસથી ખંજવાળની સમસ્યા થાય છે  અપનાવો આ  ઘરેલુ નુસખા જેનાથી તમને મળશે રાહત
Sub header - અપનાવો આ  ઘરેલુ નુસખા જેનાથી તમને મળશે રાહત ! 
મહિલાઓને સામાન્ય રીતે ગુપ્તાંગમાં અનેક વાર ઇચીંગ એટલે કે ખંજવાળની સમસ્યા થતી હોય છે. વજાઇનલ પોર્શનમાં આ પ્રકારના અનેક કારણો હોય છે. સાફસફાઇ બરાબર ન થઇ હોય અથવા તો ડ્રાઇનેસને કારણે અથવા તો એક્સટર્નલ ઇન્ફેક્શનને કારણે પણ સમસ્યા સર્જાઇ શકે છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમને આજે કેટલાક ઘરેલુ ઉપાય તમને બતાવવા જઇ રહ્યા છીએ. જેનાથી આ તકલીફને તમે કહેશો હંમેશા માટે બાય બાય…
વેજાઇનલ પોર્શન એટલે કે ગુપ્તાંગમાં ખંજવાળ અથવા બળતરાનો મતલબ છે કે તેમાં કોઇ ઇન્ફેક્શન હોઇ શકે છે. સામાન્ય રીતે યીસ્ટના સંક્રમણથી ખંજવાળ અને બળતરાની તકલીફ થઇ શકે છે. 25 થી 35 વર્ષની ઉંમરની વચ્ચે આ પ્રકારના ઇન્ફેક્શનની સંભાવના સૌથી વધુ હોય છે. ગુપ્તાંગમાં ખંજવાળના અનેક બીજા પણ કારણ પણ છે.  ગુપ્તાંગમાં ડ્રાયનેસ અથવા ખરાબ રેઝરનો ઉપયોગ કરવાથી પણ તકલીફ થઇ શકે છે. સાફ સફાઇની કમીને કારણે પણ મહિલાઓ અને યુવતીઓને અનેક મુશ્કેલીમાંથી પસાર થવુ પડે છે. ક્યારેક ક્યારેક  કેમિકલના ઉપયોગને કારણે પણ આવી પરેશાનીનો સામનો કરવાની નોબત આવી શકે છે. ચાલો આજે તેમાંથી નિજાદ મેળવવાના ઘરેલુ ઉપાયો જાણીએ.
નારિયેળ તેલ 
વેજાઇનામાં ખંજવાળની સમસ્યા થાય ત્યારે નારિયેળ તેલનો ઉપયોગ કરવાથી રાહત મળી શકે છે. પણ તેનું ખાસ ઘ્યાન રાખવું કે જે તેલનો તમે ઉપયોગ કરશો તે સારી ક્વોલીટીનું છે. એવુ ના થાય કે રાહત મેળવવામાં તમે વધુ મુશ્કેલી વહોરી લો. 

ટી ટ્રી ઓઇલ
ટી ટ્રી ઓઇલમાં એંટી બેક્ટેરીયલ ગુણ હોય છે. જેનાથી વેજાઇનામાં ખંજવાળમાંથી રાહત મળે છે. નહાતા સમયે ડોલમાં આ તેલના કેટલાક ટીપા નાખી દો. જો આનાથી આરામ ના થાય તો એલોવેરા જેલમાં આ તેલ મિકસ કરીને વેજાઇનામાં લગાઓ. જ્યારે આ મિશ્રણ સુકાઇ જાય ત્યારે પ્રાઇવેટ પાર્ટને બરાબર સાફ કરી લો. 
લીમડાના પત્તા
લીમડાના પાનમાં એવો ગુણ હોય છે જે આ ઇંન્ફેકશનમાં કારગત સાબીત થાય છે. તેનામાં એંટી ફંગલ ગુણ પણ હોય છે. તમે ઇચ્છો તો લીમડાના પત્તા પાણીમાં નાખીને ઉકાળો. આ પાણીથી જ નહાઓ, જો નહાવા નથી માંગતા તો યોનિનો ભાગ તેનાથી સાફ કરો. થોડા દિવસ આ પાણીનો નિયમિત ઉપયોગ કરો અને તેનાથી થતો ફાયદો જુઓ.
બેકિંગ સોડા
બેકિંગ સોડાનો ઉપયોગ કરવાની બે રીત છે. હુંફાળા પાણીમાં બેકિંગ સોડાને પાણીમાં મીક્સ કરો. તે પાણીમાં થોડીવાર માટે બેસો અથવા હુંફાળા પાણીમાં બેકિંગ સોડાની પેસ્ટ બનાઓ, થોડી વાર માટે તે પેસ્ટ ગુપ્તાંગ પર લગાવી રાખો અને ત્યારબાદ હુંફાળા પાણીથી ધોઇ લો. 
આ વાતોનું પણ ખાસ રાખો ઘ્યાન 
  • જુનુ રેઝર અથવા જુની બ્લેડનો ઉપયોગના કરો.
  • કોટનના કપડા જ પહેરો.
  • વેજાઇનાની સફાઇ માટે હાર્ડ કેમિકલયુક્ત સાબુ ના વાપરો
  • પાણી વધુ પીવાની આદત વિકસાવો
  • પીરિયડ્સ વખતે ખાસ સાફ સફાઇનું ધ્યાન રાખો. 
  • જિમીંગ કે સ્વિમીંગ કર્યા બાદ બરાબર નહાઇને કપડા બદલો.
Advertisement
Tags :
Advertisement

.